________________
સર્ગ ૧૩ મો.
ભગવંતની છેલ્લી દેશના, પાંચમા છઠ્ઠા આરાના ભાવ,
ઉત્સર્પિણીની સ્થિતિ, ભગવંતનું નિર્વાણ વિગેરે. , અપાપાનગરીમાં દેવતાઓએ ત્રણ વોથી વિભૂષિત એવું રમણિક સમવસરણ પ્રભુને દેશના દેવા માટે રચ્યું. સુર અસુરોએ સેવેલા પ્રભુ પિતાના આયુષ્યને અંત જાણી તેમાં છેલ્લી દેશના આપવાને બેઠા. પ્રભુને સમવસર્યા જાણી અપાપાપુરીને રાજા હસ્તિપાળ ત્યાં - આવ્યું, અને પ્રભુને નમી દેશના સાંભળવા માટે બેઠો. દેવતાઓ પણ સાંભળવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. તે સમયે ઈદ્ર આવી નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી.
હે પ્રભુ ! ધર્માધર્મ એટલે પુણ્ય પાપ વિના શરીરની પ્રાપ્તિ હોતી નથી, શરીર વિના મુખ્ય હેતું નથી, અને મુખવિના વાચકત્વ હોતું નથી, તેથી અન્ય ઈશ્વરાદિક દેવ બીજાને શિક્ષા આપનારા શી રીતે થઈ શકશે? વળી દેહ વિનાને ઈશ્વરની આ જગત્ રચવામાં પ્રવૃત્તિ જ ઘટતી નથી, તેમજ સ્વતંત્રપણાથી કે બીજાની આજ્ઞાથી તેમને જગત્ રચવાની પ્રવૃત્તિમાં કાંઈ પણ પ્રોજન નથી. હવે જે તે ઈશ્વર ક્રીડાને માટે આ જગત સ્ત્રજવા પ્રવર્તે તો તે બાળકની જેમ રાગવાનું ઠરે, અને જો કૃપા વડે સજે તો સૌને સુખી સજવા જોઈએ. હે નાથ ! દુઃખ, દરિદ્રતા અને દુષ્ટ નિમાં જન્મ ઇત્યાદિ કલેશે કરીને વ્યાકળ એવા લેકેને સ્ત્રજવાથી તે કૃપાળુ ઈશ્વરની કૃપાળતા કયાં ઠરી? અર્થાત્ ન કરી. હવે જો તે ઈશ્વર કર્મની અપેક્ષા ધરાવીને પ્રાણીને સુખી કે દુઃખી કરે છે એમ હોય તે તે તે પણ અમારી સરખે સ્વતંત્ર નથી એમ ઠરશે, અને જે આ જગતમાં કર્મથી થયેલી જ વિચિત્રતા છે તે પછી એવા વિધકર્તા નામ ધરાવનારા નપુંસક ઈશ્વર વડે શું કર્તવ્ય છે?
મહેશ્વરની આ જગત રચવામાં સ્વભાવેજ પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિચાર જ ન જગત કરવો એમ કહેશે તે તે પરીક્ષકને પરીક્ષાના આક્ષેપ માટે ડંકો સમજ. અર્થાત્ આ બાબતની કેઈએ પરીક્ષા જ કરવી નહીં એવું કથન કરશે. હવે જે સર્વ ભાવને વિષે જ્ઞાતૃત્વ રૂ૫ કત્વ કહેતા હોય તો તે અમારે માન્ય છે, કારણ કે સર્વજ્ઞ બે પ્રકારના હોય છે. એક મુક્ત એને બીજા દેહધારી. હે નાથ ! તમે જેના ઉપર પ્રસન્ન થાઓ છો તે ઉપર જણાવ્યા પ્રમાણેના અપ્રમાણિક એવા સૃષ્ટિના કર્તુત્વવાદને તજી દઈને તમારા શાસનને વિષે રમે છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્રવિરામ પામ્યા એટલે અપાપાપુરીના રાજા હસ્તિપાળે નીચે પ્રમાણે સ્તુતિ કરી
હે સ્વામિન, વિશેષજ્ઞ એવા આપની કોમળ વિજ્ઞાપના જ કરવી એમ કાંઈ નથી, તેથી અંતઃકરણની વિશુદ્ધિને અર્થે કાંઈક કઠોર વિજ્ઞાપના કરું છું. હે નાથ ! તમે પક્ષી, પશુ કે સિંહાદિ વાહન ઉપર જેમનો દેહ બેઠેલો હોય એવા નથી, તેમજ તમારા નેત્ર, મુખ અને ગાત્રની વિકાર વડે વિકૃત આકૃતિ પણ નથી. વળી તમે ત્રિશૂળ, ધનુષ્ય અને ચકાદિ શસ્ત્રો વડે યુક્ત કરપલ્લવવાળા નથી, તેમ જ સ્ત્રીના મનોહર અંગનું આલિંગન દેવામાં તત્પર એવા પણ