Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 207
________________ ૧૯૨ સગ` ૧૨ મા આપણે શું પ્રયાજન છે, આપણે તે અહિંથી કોઇ ખીજે ઠેકાણે ચાલ્યા જઈએ.’ પરાક્રમીને સર્વ ઠેકાણે શ્રેય થાય છે.” આવા નિશ્ચય કરીને તે હલ્લવિહલ્લ પેાતાનુ અંતઃપુર અને દિવ્ય હાર વિગેરે લઇ તેજ રાત્રે ત્યાંથી નીકળીને વૈશાળી નગરી તરફ ચાલ્યા; ત્યાં તેમના ચેટક નામના માતામહ હતા તેણે સ્નેહથી આલિંગન કરવા પૂક તેના સત્કાર કર્યાં અને યુવરાજની જેમ પેાતાની પાસે રાખ્યા. પ્રાતઃકાળે કૂણિકને ખબર પડવા કે, વિહલ્લ તા ધૂની જેમ છેતરીને વૈશાલી નગરીએ ચાલ્યા ગયા છે. એટલે દાઢી ઉપર હાથ મૂકીને તે ચિંતવવા લાગ્યા કે, “અહા ! મારે તો હસ્તી વિગેરે રત્ના પણ ન રહ્યા અને તે એ ભ્રાતા પણ ન રહ્યા, સ્ત્રીની પ્રધાનતાથી અર્થાત્ તેના કહ્યા પ્રમાણે વ`વાથી હુ' ઉભય ભ્રષ્ટ થયા. તો બન્યું તે ખરૂ, પણ હવે આવુ કષ્ટ પ્રાપ્ત થતાં જો હું તેમને પાછા ન લાવું, તો એવા પરાભવને સહન કરનાર મારામાં અને વિકમાં અ ંતર શું ?” આ પ્રમાણે વિચારીને તેણે કેાઇ દૂતને સમજાવી વૈશાલી નગરીમાં ચેટકરાજાની પાસે રત્ના લઈને આવેલા પેાતાના ભાઈઓની માગણી ક૨વાને માટે મોકલ્યા. તે કૂત વૈશાલી નગરીએ પહેાંચી ચેટકરાજાની સભામાં ગયા અને ચેટકરાજાને પ્રણામ કરી આસને બેસી સભ્યતાથી આ પ્રમાણે આલ્યા-“હે રાજનૢ અહી હલ્લવિહલ કુમાર ગજાદિક રત્ના લઇને નાશી આવ્યા છે, તેમને અમારા સ્વામી કૃદ્ધિને સાંપી દો. જો નહીં સાંપા તા તમે રાજ્યભ્રષ્ટ થશેા, તેથી એક ખીલીને માટે આખું દેવાલય તેાડવા જેવુ' કરવું તમને યગ્ય નથી.” ચેટકરાજામાલ્યા કે, “બીજુ કાઈ શો આવેલ હોય તો તેને પણ સાંપાતુ નથી, તેા પછી આ તો મારા ભાણેજ છે કે જે મારા પર વિશ્વાસી છે, અને મને પુત્રવત્ પ્રિય છે, તેને મારાથી શી રીતે સેાંપી દેવાય ?” કૂત ખેલ્યા કે–“તમે શરણે આવેલા તેમને કદિ ન સોંપે તો ખેર, તેમની પાસેથી રત્ના લઇ મારા સ્વામીને અર્પણ કરશે.'' ચેટકરાજા મેલ્યા કે-“અરે ક્રૂત ! રાજા અને રકના એવા સમાન ધર્મ છે કે બીજાના વિત્તને આપી દેવાને બીજે માણસ કદિ પણ સત્તા ધરાવતા નથી. વળી બળાત્કારે કે સમજાવીને પણુ હુ' તેમની પાસેથી કાંઇ લઇ શકું તેમ નથી; કારણ કે તે મારા ધપાત્ર ભાણેજ હોવાથી દાન આપવાને ચેાગ્ય છે.” આવે ઉત્તર સાંભળી ત્યાંથી પાછા ફરીને કૃત ચપાનગરીએ આવ્યા અને ચેટકરાજાએ કહેલે ઉત્તર પેાતાના સ્વામી કૂણિકને કહી સ`ભળાવ્યા, કે જે તેના કારૂપી અગ્નિમાં વટાળીઆ જેવા થઈ પડયો. કૂણિક તત્કાળ ચેકરાજા પર ચડાઇ કરવાને જયભ‘ભા વગડાવી, “મહા પરાક્રમી વી સિંહની જેમ બીજાના આક્ષેપને સહન કરી શકતા નથી.” ભંભાનાદ સાંભળી અસામાન્ય તેજવાળા કૂણિકરાજાના સૈનિકા સ પ્રકારે સજ્જ થઈ ગયા. કાળ વગેરે દશ મળવાન કુમારા (કૃણિકના ભાઇએ) સ રીતે સજ્જ થઈને સૌન્યની આગળ થયા. તે પ્રત્યેક કુમારની સાથે ત્રણ ત્રણ હજાર હાથીએ, તેટલા જ અશ્ર્વા, તેટલા જ રથા અને ત્રણ કાટી પાયદળાનુ સત્ય તૈયાર થયું કૂણિકાનું પ્રભુપણું હતું. આવા માટા સૈન્યની સાથે ચ'પાપતિ ચેટકરાજાની સન્મુખ ચાલ્યું; તેના સન્મના પ્રયાણ પૃથ્વી અને સૂર્યાં અને ઢંકાઈ ગયા; રાજા ચેટકે પણ અપરિમિત રૌત્યથી કૃણિકના સામી તૈયારી. કરી અઢાર મુગટબદ્ધ રાજાએ તેની ક્રૂરતા વીટાઈ વળ્યા હતા. પ્રત્યેક રાજાઓની સાથે ત્રણ હજાર ગજેન્દ્રો, તેટલા ઘેાડા, તેટલા રથ અને ત્રણ કાટી પેદળની સેના હતી. તેથી ચેટકનુ' સૈન્ય પણ કૂણિકના જેટલું જ હતુ. ૧ ઉત્તમ બધુપણું.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232