________________
સગ ૧૨ મા
૧૯૦
ઈચ્છાથી ગર્ભપાત કરવા માટે અનેક પ્રયત્ન કર્યા હતા, તથાપિ તું તે તે ઔષધેાથી નાશ ન પામતાં ઉલટા પુષ્ટ થયા હતા. બળવાન પુરૂષોને સર્વ વસ્તુ પથ્ય યથા. તારા તે પિતાએ ‘હું પુત્રનુ મુખ કયારે જો ?' એવી આશાથી મારા નઠારા દોહલાતે પણ પૂર્ણ કર્યા હતા. પછી જ્યારે તું જન્મ્યા ત્યારે તને તારા પિતાનો વૈરી ધારી મે` તજી દીધા હતો. પણ તારા પિતા પાતાના જીવિતવ્યની જેમ તને પાછા લઈ આવ્યા હતા. તને તજી દીધા તે વખતે ફુકડીના પિંછાથી તારી એક આંગળી વીધાઈ ગઈ હતી. તે પાકી જવાથી અને અંદર જીવ પડવાથી તને અત્યંત પીડા થતી હતી. તે વખતે તારી વચલી આંગળીને પણ તારા પિતા મુખમાં રાખતા હતા અને તે ત્યાં સુધી મુખમાં રાખતા ત્યાં સુધી તને સુખ થતુ હતું. અરે માડા ચારિત્રવાળા ! આવી રીતે જે પિતાએ તને મહા કષ્ટ ભોગવી લાલિતપાલિત કર્યા હતા, તેના બદલામાં અત્યારે તેવા ઉપકારી પિતાને તે કારાગૃહમાં નાંખેલા છે.” કૃણિક ખેલ્યા-માતા ! મારા પિતાએ મને ગાળના માદક માકલ્યા અને હલ્લવિહલ્લને ખાંડના માકલ્યા તેનુ શું કારણ ?” ચિલ્લાણા ખાલી-“હે મૂઢ ! તું તારા પિતાનો દ્વેષી છું એવુ' જાણી મને અનિષ્ટ થયા હતા, તેથી ગાળના માદક તે મેં મેાકલ્યા હતા.” આ પ્રમાણે ખુલાસા થવાથી કૂણિક ખેલ્યા કે– “અવિચારિત કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે ! પરંતુ હવે જેમ થાપણ રાખેલી પાછી સાંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉં છું.” આ પ્રમાણે કડી અધુ` ભાજન કર્યું' હતું તેવી સ્થિતિમાં જ પૂર્` ભાજન કરવા ન રોકાતાં આચમન લઈ ધાત્રીને પુત્ર સાંપી કૂણિક પિતાની સમીપે જવાને ઉત્સુક થઈ ઉભા થયા, અને ત્યાં જઈને મારે હાથેજ પિતાના ચરણની ખેડી ભાંગી નાંખું” એમ વિચારી એક લાહઇડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડયો.
કૃણિકે શ્રેણિક પાસે રાખેલા પહેરગીરા પૂર્વીના પિરચયથી કૃણિકની પાસે આવ્યા અને ણિકને ઉતાવળે આવતા જોઈ આકુળવ્યાકુળ થઇને આ પ્રમાણે મેલ્યા-“અરે રાજેંદ્ર ! સાક્ષાત્ યમરાજની જે લાહઇડને ધારણ કરી તમારા પુત્ર ઉતાવળા આવે છે, તે શું કરશે ? તે કાંઈ અમે જાણી શકતા નથી.” તે સાંભળી કૂણિકે વિચાયુ” કે “આજે તા જરૂર મારા પ્રાણ જ લેશે, કારણ કે આજ સુધી તેા તે હાથમાં ચાબુક લઇને આવતો હતા અને આજે તા લાહુદડ લઈને આવે છે. વળી હું જાણી શકતા નથી કે તે મને કેવા કુત્સિત મારથી મારી નાખશે ! માટે તે આબ્યા નથી ત્યાં સુધીમાં મારે જ મરણનું શરણુ કરવુ. ચાગ્ય છે.’” આવુ' વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિહ્વાના અગ્ર ભાગે મૂકયુ, જેથી આગળથી જાણે પ્રસ્થાન કરવા તૈયાર થયેલા હોય તેમ તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા.
કૃણિક નજીક આવ્યા ત્યાં તે તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેણે છાતી કુટીને પાકાર કર્યા એને વિલાપ કરવા લાગ્યા કે હું પિતા ! હું આવા પાપકમથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયા. વળી ‘હું જઈ પિતાને ખમાયુ” આવા મારા મનેરથ પણુ અત્યારે પૂર્ણ થયે નહીં, તેથી હમણા તે હુ અતિ પાપી છું. પિતાજી! તમારા પ્રસાદનુ વચન તો દૂર રહ્યું પણ મે તમારૂ તિરસ્કાર ભરેલુ` વચન પણ સાંભળ્યું નહીં. મને માટુ દુવ વચમાં આવીને નડયુ. હવે ભૃગુપાત, શસ્ત્ર, અગ્નિ કે જળથી મારે મરવું તે જ યુકત છે.” આ પ્રમાણે અતિ શેકમાં ત્રત્રત થયેલા કૃણિક મરવાને તૈયાર થયા; તથાપિ મ ત્રીઓએ તેને સમજાવ્યેા, એટલે તેણે શ્રેણિકના દેહના અગ્નિસ સ્કાર કર્યા.
રાજ્યમા (ક્ષય) ના વ્યાધિની જેમ દિવસે દિવસે ઘણા શાકથી ક્ષીણ થતા રાજાને જોઈ મ`ત્રીઓ ચિંતવન કરવા લાગ્યા કે−જરૂર આપણા રાજા આવા અત્યંત શોકથી મૃત્યુ