Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 211
________________ - ૧૯૬ સ ૧૨ મા એટલે હલ્લવિહલ્લે તે હાથીના તિરસ્કાર કરીને કહ્યું કે, “અરે સેચનક! તુ અત્યારે ખરે ખરા પશુ થયા, તેથી જ આ વખતે રણમાં જવાને કાયર થઈને ઊભેા રહ્યો. છું, તારે માટે અમે વિદેશગમન અને બંધુના ત્યાગ કર્યા, તેમ તારે જ માટે અમે આ ચેટકને આવા દુર્વ્યસનમાં નાંખ્યા. જે પોતાના સ્વામી ઉપર સદા ભકત રહે તેવા પ્રાણીને પોષવા તે શ્રેષ્ઠ છે; પણ તારા જેવાને પોષવા ચગ્ય નથી, કે જે પેાતાના પ્રાણને વહાલા કરીને સ્વામીના કાર્યની અપેક્ષા કરે છે.” આવા તિરસ્કારનાં વચના સાંભળી પાતાના આત્માને ભ્રષ્ટ માનતા સેચનક હસ્તીએ બળાત્કારે હલ્લવિહલ્લને પેાતાના પૃષ્ટ ઉપર નીચે ઉતારી નાખ્યા; અને પોતે તે અ‘ગારાની ખાઇમાં પડી ઝંપાપાત કર્યાં. તત્કાળ મૃત્યુ પામીને તે ગજેન્દ્ર પહેલી નારકીમાં ઉત્પન્ન થયા. તે જોઇ બને કુમારોએ ચિંતવ્યું કે, “આપણને ધિક્કાર છે ! આપણે આ શુ કર્યું... ! આમાં તેા આપણે જ ખરેખરા પશુ ડર્યા. સેચનક પશુ નહીં; કારણ કે પૂજ્ય માતામહ ચેટકને આવા મહા સંકટમાં નાખી મોટો વિનાશ પમાડી હજુ પણ આપણે દુષ્ટ બુદ્ધિવાળા જીવીએ છીએ. વળી. વળી આપણે આ ખ'ના માટાસૈન્યના વિનાશ કરવામાં જામીનરૂપ થયા અને તેના વૃથા નાશ હરાવ્યા; તેમજ બંધુને અબંધુપણામાં લાવ્યા, માટે હવે આપણે જીવવુ યુક્ત નથી; તેમ છતાં કદિ જો જીવવુ તો અત્યારથી શ્રી વીરપ્રભુના શિષ્ય થઈને જીવવું, અન્યથા નહિ.” :" તે એ સમયે શાસન દેવી ભાવયિત થયેલા તે તેને શ્રી વીરપ્રભુની પાસે લઇ. એટલે તત્કાળ તેમણે પ્રભુની પાસે દીક્ષા લીધી. હલ્લવિહલ્લે આ પ્રમાણે દીક્ષા લીધી, તો પણ ણિક વિશાળા નગરી લઈ શકયા નહીં; તેથી તે ચપાપતિ કૃણિકે વિશાળા કબજે કરવા સંબંધી પ્રતિજ્ઞા લીધી. પરાક્રમી પુરૂષોને પ્રતિજ્ઞા કરવાથી પુરૂષાર્થ વૃદ્ધિ પામે છે.’ તે પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી કે જો હું આ નગરીને ગધેડા જોડેલા હળ વડે ન ખાદુ' તો મારે ભૃગુપાત કે અગ્નિપ્રવેશ કરી મરવુ. આવી પ્રતિજ્ઞા કરી તો પણ તે વિશાળાપુરીને ભાંગી શકયા નહીં; તેથી તેને ઘણા ખેદ થયા. એવામાં ક્રમયેાગથી કુળવાળુકની ઉપર રૂમાન થયેલી દેવીએ આકાશમાં રહીને કહ્યું કે, “હે કૂણિક ! જો માગધિકા વેશ્યા કુળવાળુક મુનિને માહિત કરી વશ કરે તો તુ` વિશાળાનગરી ગ્રહણ કરી શકીશ,’ આવી આકાશવાણી સાંભળી : તત્કાળ જેને જયની પ્રત્યાશા ઉત્પન્ન થઈ છે એવા કુણિક સજ્જ થઈને ખેલ્યા-બાળકાની ભાષા સ્ત્રીઓની ભાષા અને ઉત્પાતિકી ભાષા પ્રાયે અન્યથા થતી નથી, તે એ કુળવાળુક મુનિ કયાં છે ? અને તે શી રીતે મળી શકે ? અને માર્ગાધિકા વેશ્યા પણ કયાં હશે ?'' તે સાંભળી મ`ત્રીએ ખેલ્યા કે, “હે રાજન ! માગધિકા વેશ્યા તા તમારાજ નગરમાં છે; બાકી કુળવાળુક મુનિને અમે જાણતા નથી.’ પછી કૂણિક વિશાળાના નિરોધને માટે અધ સૈન્ય મૂકી બાકીનુ અર્ધ સૌન્ય લઈને પોતે ચપાનગરીએ આવ્યા; અને તરત જ ચરમ`ત્રીની જેમ તેણે માગધિકા વેશ્યાને ખેલાવી; તે પણ તરત હાજર થઇ, એટલે કૃણિકે તેને કહ્યું કે, “હુંભદ્રે ! તું બુદ્ધિમતી અને કળાવતી છું, તું જન્મથી માંડીને અનેક પુરૂષોને વશ કરીને ઉપવિત થઈ છું. તે હવે હુમા મારૂ એક કાર્ય સફળ કર. એટલે કે તારી સર્વ કળા ચલ્ડવીને કુળવાળુક નામના મુનિને તારા પતિપણે કરી લાવ,” એ મનસ્વીની વેશ્યાએ ‘હુ· તે ક્રાય કરીશ' એમ સ્વીકાર્યું, એટલે ચંપાપતિએ વસ્ત્રાલ કારાદિ વડે તેને સત્કાર કર્યા અને તેને વિદાચ કરી. પછી તે શ્રીમતી રમણી ઘેર જઇ વિચાર કરીને તે મુનિને ઠગવાને મૂર્તિમતી માયા હોય તેવી કપટશ્રાવિકા થઇ. પછી જાણે ગર્ભ શ્રાવિકા હેાય તેમ તે દ્વાદશ પ્રકારના ગૃહીષને લેાકેામાં ચચા અને સત્ય રીતે બતાવવા લાગી; તેઉ પરથી તે યુવતિને

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232