________________
પવ ૧૦ મુ
૧૯૧ પામશે અને બધું રાજ્ય વિનાશ પામશે, તેથી કાંઈ પિતૃભક્તિના મિષને લઈને તેને ઉપાય રચવ જોઈએ.” આવું વિચારી તેમણે કોઈ જીર્ણ તામ્રપત્રમાં એવા અક્ષરો લખ્યા કે, “ પુત્ર આપેલા પિંડાદિક મૃત પિતા પણ મેળવી શકે છે. પછી તે તામ્રપત્ર તેમણે રાજાની પાસે વાંચી સંભળાવ્યું; તેથી ઠગાયેલા રાજાએ પિતાને પિંડાદિ આપ્યા. ત્યારથી પિંડદાનને પ્રચાર પત્યું.
મારા આપેલા પિંડાદિકને મારા મૃત પિતા ભોગવે છે. આવી મૂઢ બુદ્ધિથી રસવિક્રિયાને વરવાળાની જેમ રાજાએ શનૈઃ શનૈઃ શેકને છોડી દીધે તે પણ કઈ કઈવાર પિતાની શયા અને આસન વિગેરે જોવામાં આવતાં સિંહાવકન ન્યાયથી પાછો તેના હૃદયમાં શોક ઉત્પન્ન થતું હતું. ગળાના ભોથાંની જેમ વારંવાર તેને શેક ઉત્પન્ન થવા લાગ્યા, તેથી તે રાજગૃહમાં રહેવાને અશક્ત થયે; એટલે “હું અહીંથી બીજે સ્થાને શહેર વસાવું” એ વિચાર કરીને તેણે ઉત્તમ ભૂમિ શેધવાને માટે વાસ્તુવિદ્યામાં ચતુર એવા પુરૂષોને આજ્ઞા આપી. તે ઉત્તમ વાસ્તવેત્તાઓએ ભૂમિ શેધવા માટે ફરતાં ફરતાં એક ઉકાણે ચંપકનું મોટું વૃક્ષ દીઠું. તે જોઈને તેઓ વિચારવા લાગ્યા કે, “આ વૃક્ષ કોઈ ઉદ્યાનમાં નથી, અહીં કાંઈ પાણીની નીક જોવામાં આવતી નથી. તેમજ એની નીચે કયારામાં જળ પણ નથી, તે છતાં અદભુત આ શી રીતે થયું હશે ! અહો ! આની શાખાઓ કેવી વિશાળ છે ! પત્રલતા કેવી અદ્ભુત છે ! નવાં પદ્ધ કેવાં ખીલ્યાં છે ? પુષ્પોની સુગંધ કેવી આવે છે ! છત્રને પણ પરાભવ કરે તેવી કેવી સરસ શીતળ છાયા છે ? અહો ! આની નીચે વિશ્રામ કરવાની કેવી યોગ્યતા છે ? આનું સર્વ કેવું સુંદર છે ! શેભાને સ્થાનરૂપ આ ચંપક વૃક્ષ જેવું સ્વાભાવથી જ રમણિક છે, તેવું અહીં નગર વસાવશું તે તે પણ રમણિક થશે.” આ પ્રમાણે વિચારી તેઓએ રાજા પાસે આવીને કહ્યું કે, “જેવું એ ચંપક વૃક્ષ શોભી રહ્યું છે, તેવું જ ત્યાં નગર શેભાને પામશે એ જાણે કોલ મળવાથી આવે તેમ અમને વિશ્વાસ આવે છે, માટે એ સ્થાન નગર વસાવવાને યોગ્ય છે.” પછી રાજાએ ચંપક વૃક્ષના નામથી ચંપા નામે નગરી વેગથી ત્યાં વસાવી. “રાજાઓને વચનથી કાર્ય સિદ્ધિ થાય છે. પછી કૃણિક પિતાના બ્રાતાઓની સાથે બળ વાહન વિગેરે લઈ ચંપાપુરીમાં આવીને પૃથ્વીનું રાજ્ય કરવા લાગે.
* એક વખતે હલ અને વિહલ નામના બે દીયરને સેચનક હાથી ઉપર આરૂઢ થયેલા દિવ્ય કુંડળેથી મંડિત તથા દિવ્ય હાર અને દિવ્ય વસ્ત્ર ધારણ કરવાથી અદ્ભુત શેભા વડે જાણે પૃથ્વી પર દેવ આવેલા હોય તેવા જઈ કૃણિકની સ્ત્રી પદ્માવતી સ્ત્રીપણાને યોગ્ય વિચાર કરવા લાગી કે, “આવાં દિવ્ય વસ્ત્ર, હાર, કુંડળ અને સેચનક હસ્તી વિના મારા પતિનું રાજ્ય નેત્ર વિનાના મુખ જેવું છે પછી તેણીએ હલ્લવિહલ પાસેથી તે દિવ્ય હાર વગેરે લઈ લેને પોતાના પતિને આગ્રહ કર્યો, એટલે કૃણિકે તેને કહ્યું કે, “હલવિહલને જે પિતાએ આપ્યું છે, તે પાછું લેવું એગ્ય નથી, વળી પિતા સ્વર્ગમાં ગયા પછી તે એ બંને મારે વિશેષે પ્રાસાદ કરવાને ગ્ય છે. તથાપિ રાણીએ ઘણો આગ્રહ કર્યો ત્યારે છેવટે રાજાએ તે હાર માગી લેવાને કબુલ કર્યું. સ્ત્રીઓને આગ્રહ મંકોડાના આગ્રહથી પણ વિશેષ છે.. અન્યદા કૂણિકે હલ્લાવિહલની પાસે સૌભ્રાતૃપણું છોડી દઈને તે હાર વગેરે ચારે વસ્તુ માગી. એટલે “જેવી આપની આજ્ઞા” એમ કહીને તે બંને પોતાને ઘેર ગયા. પછી બુદ્ધિમાન એવા તે બંને વિચારવા લાગ્યા કે-કૃણિકનો આ અભિપ્રાય સારો નથી, પણ એનું ૧ ચારે પ્રકારનું લશ્કર.