________________
૧૮૮
સગ ૧૨ મ
સર્યું. કારણ કે મહર્ષિ સ`તાષને જ શ્રેષ્ઠ સુખ કહે છે.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચનો સાંભળીને શ્રેણ કે રાજ્ય લેવા માટે તેને આગ્રહથી કહ્યું, તે પણ જ્યારે તેણે રાજ્ય ગ્રહણ કર્યું' નહી', ત્યારે છેવટે રાજાએ હર્ષોંથી અભયકુમારે વ્રત લેવાની આજ્ઞા આપી. પછી સ'તોષસુખના શત્રુ જેવા રાજ્યને તૃણની જેમ છેાડી દઇને અભયકુમારે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે અભયકુમારે વ્રત ગ્રહણ કર્યું... ત્યારે તેની માતા નદાએ પણ શ્રેણિકરાજાની આજ્ઞા લઇને શ્રી વીરપ્રભુના ચરણમાં આવી દીક્ષા લીધી. અભય અને ન ંદાએ દીક્ષા લેતી વખતે દિગ્ધ એ કુંડળા અને દિવ્ય વસ્ત્રયુગ્મ જે પ્રથમ શ્રેણિકે આપેલા હતા તે હલ્લ વિહલ્લને આપ્યા.
ભગવ`ત શ્રી વીર પ્રભુએ સુર અસુરાથી સેવાતા છતા ભવ્યજનને પ્રતિબેધ કરવાને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યા. અભયકુમાર વિવિધ પ્રકારના અભિગ્રહ પૂર્વક ચિરકાળ ચારિત્ર પાળી મૃત્યુ પામીને સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા.
જયારે અભયકુમારે શ્રી વીરપ્રભુની પાસ દીક્ષા લીધી ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા મગધપતિ શ્રેણિક રાજાએ આ પ્રમાણે વિચાયુ” કે, “અભયકુમાર મારા સ કુમારામાં ગુણની ભૂમિરૂપ હતો, તે સુકૃતિએ તેા વ્રત લઈને પોતાનો સ્વાર્થ સાધી લીધે; તો હવે પરાક્રમી અને આયુષ્યમાન એવા કાઈ કુમારની ઉપર આ રાજ્યના ભાર મૂકવા જોઇએ; કારણ કે ‘રાજાએનો એ ક્રમ ચાલ્યા જ આવે છે.’ સગુણ હોય કે નિર્ગુણ હાય પણ પુત્ર જ પિતાની સપત્તિનો અધિકારી છે; પરંતુ જો પુત્ર ગુણી હોય તે (પતાનુ' પુણ્ય ઉજ્જવળ ગણાય છે. અભયકુમાર વિના હવે મારા વિશ્રામનુ ધામ માત્ર મારા ગુણી પુત્ર કૃણિક છે, એ જ રાજ્યને ચેાગ્ય છે. તે સિવાય બીજો કોઈ રાજ્યને યાગ્ય નથી.” આવા નિશ્ચય કરીને કુણુકને રાજ્ય આપવાના નિરધારથી શ્રેણિકે હવ્રુવિહæને અઢાર ચક્રનો હાર અને સેચનક નામે હાથી આપ્યા. તે જોઈ કૂણિકકુમારે પાતાના કાળ વિગેરે દશ બંધુઓને એકઠા કરીને કહ્યું કે, ‘પિતા વૃદ્ધ થયા તોપણ હજી રાજ્યથી તૃપ્તિ પામતા નથી. પુત્ર જ્યારે કવચધારી થાય ત્યારે રાજાએ તેા વ્રત ગ્રહણ કરે છે, આપણા જ્યેષ્ટ અભયકુમાર અને ધન્ય છે કે, જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છેડી દીધી; પરંતુ આપણા વિષયાંધ પિતા તેા હજુ રાજ્ય ભાગવતાં કાંઈ પણ જોતાજ નથી; માટે આજે એ પિતાને બધી લઈને આપણે સમયને યોગ્ય રાજય ગ્રહણ કરીએ, તેમાં આપણને કાંઈ પણ અપવાદ લાગશે નહી”, કારણ કે તે વિવેક વિકળ થયેલા છે. પછી આપણે રાજ્યને અગ્યાર ભાગે વહેચી લઈને ભાગવીશુ. ત્યારબાદ આપણા બધીખાને પડેલા પિતા સેંકડો વર્ષ સુધી ભલે જીવે.” આવા વિચાર કરીને તેઓએ પોતાના વિશ્વાસી પિતાને એકદમ બાંધી લીધા.” દુષ્ટ પુત્ર ઘરમાં ઉત્પન્ન થયા છતાં પણ વિષવૃક્ષ જેવાજ છે.’’
કૃણિકે શ્રેણિકને શુકપક્ષીની જેમ પાંજરામાં પૂરી દીધા, વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં; એટલુજ નહી પણ તે પાપી કૂણિક પૂર્વભવના વૈરથી પ્રતિદિન સવારે અને સાંજે તેમને સા સા ચાબુક મારતા હતો. દેવે માથે નાખેલી આ દુર્દશાને શ્રેણિક ભાગવત હતો. કેમકે ‘ગજે દ્ર સમર્થ હોય તોપણ સાંકળે બંધાયેલા શું કરી શકે ?” કૃણિક શ્રેણિકની પાસે કોઇને પણ જવા દેતા નહી, ફક્ત માતાપણાના દાક્ષિણ્યથી ચેલ્લાને જવામાં વાર્સ શકતા નહી'. ચેલ્લા પ્રતિદિન સે વાર ધાયેલી સુરા વડે સ્નાન કરીને જવાની ઉતાવળ જણાવી આ કેશે જ શ્રેણિકની પાસે વારવાર જતી હતી, અને પોતાના કેશપાશમાં