________________
૧૧૬
સગ ૮ મા
અસત્ય છે, અને તેવુ અસત્ય ખેલવુ અયુક્ત છે. ઉત્પન્ન થતુ હોય તેને ઉત્પન્ન થયેલુ કહેવુ', અને કરાતુ હોય તેને કરેલુ કહેવું, તેવું અહિત પ્રભુ કહે છે તે ઘટતુ નથી; કારણ કે તેમાં પ્રત્યક્ષ વિરોધ જણાય છે. વત્તમાન અને ભવિષ્ય ક્ષણેાના વ્યૂહના યાગથી નિષ્પન્ન થતાં કાર્યને વિષે ‘કયુ’ એમ આરભમાં જ શી રીતે કહેવાય ? જે અર્થ અને ક્રિયાનું વિધાન કરે છે, તેને વિષે જ વસ્તુતા રહેલી છે, તો તે પ્રથમ કાળે ઉત્પન્ન થયેલા પદાર્થમાં કદી પણ સંભવે નહીં. જો કાર્ય આરંભમાંજ કર્યું. કહેવાય તો પછી ખાકીના ક્ષણે કરેલાને કરવામાં જરૂર અનવસ્થા દોષ આવે છે; તેથી યુક્તિવડે એમ સિદ્ધ થાય છે કે, જે કાર્ય પૂર્ણ કર્યુ તેજ સ્કુટ રીતે કરેલુ' કહેવાય. ‘નહી' જન્મેલા પુત્રનું નામ કોઇ પાડે જ નહીં.' માટે હે મુનિ ! હું કહું છું તે પ્રત્યક્ષ નિર્દોષ છે, તેને અંગીકાર કરો, પ્રભુ જે કાંઈ કહે તે ગ્રહણ કરાય નહીં, જે યુક્તિયુક્ત હાય તેનુંજ ગ્રહણ થાય છે. સનપણાથી વિખ્યાત એવા અહંત પ્રભુ મિથ્યા બેલેજ નહી' એવુ' ધારશેા નહીં, તે પણ કાઈ વાર મિથ્યા એલે, કારણ કે મહાન પુરૂષોને પણ સ્ખલના થાય છે.’
.
આ પ્રમાણે વિપરીત ભાષણ કરતા અને ક્રોધથી મર્યાદાને છેાડી દેતા જમાલિ પ્રત્યે સ્થવિર મુનિએ મેલ્યા કે “અરે જમાલિ ! તમે આવું વિપરીત કેમ મેલા છે ? રાગદ્વેષથી વર્જિત એવા અહંત પ્રભુ કદી પણ અન્યથા ખેાલતાજ નથી. તેમની વાણીમાં કદા પણ પ્રત્યક્ષ પ્રમુખ દોષને એક અંશ પણ હાતા નથી. જો આદ્ય સમયમાં વસ્તુ નિષ્પન્ન થયેલી ન કહેવાય તા સમયના અવિશેષપણાથી બીજા સમયેામાં પણ તેની ઉત્પત્તિ થયેલી કેમ કહેવાય ? અર્થ અને ક્રિયાનું સાધકપણું એ વસ્તુનુ જે લક્ષણ છે, તે નામના અન્ય ઉપયાગથી કાંઇ વ્યભિચાર (વિપરીત ભાવ) પામતું નથી. જેમ લેાકમાં કોઈ કાર્ય કરતાં પ્રથમથી જ કાઈ પૂછે કે, શુ કરે છે ?’ ત્યારે કાર્ય પૂર્ણ થયેલું ન હોય તેપણુ એમ કહેવાય છે કે, અમુક ઘટ વિગેરે કરીએ છીએ.' પૂ કાળે કરેલી વસ્તુ કરવામાં અનવસ્થા દોષ લાગુ કરવા તે પણ યુક્ત નથી, કારણ કે તેમાં પેટા ભાગે કાર્યા તરનું સાધન રહેલુ છે. વળી તમારા જેવા છદ્મસ્થને યુક્ત અયુક્તને પૂર્ણ વિવેક કચાંથી હોય ? અને તેથી તમારૂ વચન યુક્તિવાળું કેમ માની શકાય કે જેથી તે ગ્રહણ કરાય ? કેવળજ્ઞ!નના આલાકથી શૈલેાકયની વસ્તુઓને જાણનારા એવા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુનુ` કથન જ અમારે પ્રમાણ છે. તેની પાસે તમારી યુક્તિ બધી મિથ્યા છે. હે જમાલિ ! તમે જે કહ્યું કે, ‘મહાન પુરૂષોને પણ સ્ખલના થાય છે' તે તમારૂ' વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના જેવુ છે. ‘જે કરાતુ હોય તેને કરેલું કહેવુ' ’૧ એવું સર્વજ્ઞનુ ભાષિત ખરાખર જ છે, નહીં તો તેમના વચનથી તમે રાજ્ય છેાડીને શા માટે દીક્ષા લીધી ? એ મહાત્માના નિર્દોષ વચનને દૂષિત કરતાં તમે કેમ લાજતા નથી ? અને આવા સ્વકૃત કર્યાંથી તમે શા માટે ભવસાગરમાં નિમગ્ન થાઓ છે ? તેથી તમે શ્રી વીર પ્રભુ પાસે જઈ આ બાબતનુ' પ્રાયશ્ચિત ગ્રહણ કરી, તમારૂં' તપ અને જન્મ નિરર્થક કરો નહી, જે પ્રાણી અરિહંતના એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા રાખે નહીં, તે પ્રાણી મિથ્યાત્વને પામીને ભવપરંપરામાં રખડે છે.” આ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને ઘણી રીતે સમન્વલ્યે તથાપિ તેણે પોતાના કુમત છોડયો નહીં, માત્ર મૌન ધરીને રહ્યો એટલે તે કુમતધારી જમાલિને છેડીને કેટલાક સ્થવિર મુનિ તો તરત જ પ્રભુ પાસે ચાલ્યા ગયા અને કેટલાક તેની પાસે રહ્યા.
૧. આ વિષયમાં ઉર્દુ તત્ત્વજ્ઞાન સમાયેલુ છે. ડુ વિચાર કર્યા વગર વિષય પ્રાવ થઈ શકશે નહિ, કાઈ ગીતા પાસે આ વિષય વિચારવા ઉચિત છે.