________________
૧૬૨
સર્ગ ૧૧ મે પછી પ્રભુએ તેની ઉપર કૃપા કરીને નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબોધ પામીને રોહિણેય બેલ્યો કે, “હે સ્વામિન્ ! હું યતિધર્મને યોગ્ય છું કે નહીં ?” પ્રભુએ કહ્યું કે, “ગ્ય છું. એટલે તે બોલ્યો કે-“હે વિભુ ! એમ છે તો હુ વ્રતને ગ્રહણ કરીશ, પણ ત્યારે અગાઉ મારે રાજા શ્રેણિકને કાંઈક કહેવાનું છે. શ્રેણિક રાજા સભામાં જ બેઠેલા હતા, તેમણે કહ્યું કે, “તારે જે કહેવાનું હોય તે વિકલ્પ કે શંકા રહિત થઈને કહે, એટલે રૌહિણેય બોલ્યો કે “હે રાજન ! તમે જેને લોકવાર્તાથી સાંભળે હતો, તેજ હું તમારા નગરને લુંટનાર રૌહિણેય ચાર છું. પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવાથી તેના આધારવડે વહાણવડે નદીની જેમ હું અભયકુમારની દુલધ્ય બુદ્ધિનું પણ ઉલ્લંઘન કરી ગયો છું. હે રાજરવિ! તમારા બધા નગરને મેંજ લુંટેલું છે, તેથી તમારે હવે કઈ બીજે ચાર શોધ નહીં. અત્યારે મારી સાથે કેઈને મોકલે કે જેથી તેને હું ચેરીને માલ બતાવું અને પછી દીક્ષા લઈને મારા જન્મને સફળ કરું.”
પછી શ્રેણિકરાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લોકો કૌતુકથી તે ચોરની સાથે ચાલ્યા. રોહિણીએ પર્વત, નદી, કુંજ અને સમશાન વિગેરેમાં દાટેલું ચોરીનું ધન અભયકુમારને બતાવ્યું. અભયકુમારે જે જેનું હતું, તે તેને સોંપી દીધું. “નીતિજ્ઞ અને નિર્લોભી મંત્રીઓની બીજી મર્યાદા હેય નહીં.” પછી પોતાના માણસોને જે વાત હતી તે બધી સમજાવીને શ્રદ્ધાળુ રૌહિણેય પ્રભુની પાસે આવ્યું. અને શ્રેણિક રાજાએ જેને નિ:ક્રમણ મહોત્સવ કરેલ છે, એવા તે રૌહિણેયે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. પછી તેણે અનુક્રમે કર્મનું ઉન્મેલન કરવાને માટે ચતુર્થ (એક ઉપવાસ)થી માંડીને છમાસી ઉપવાસ સુધીનું ઉજજવળ તપ આચર્યું. પ્રાતે તપસ્યાથી કૃશ થઈ, ભાવસંલેખના કરી, શ્રી વિરપ્રભુની રજા લઈને તેણે ભારપર્વત ઉપર પાદપપગમ અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં રૌહિણેય મહામુનિ મનુષ્ય દેહને ત્યજી દઈને સ્વર્ગે ગયા.
ભગવંત શ્રી વીરપ્રભુ જઘન્યથી પણ કેટી દેવતાઓથી પરવરેલા તીર્થકૃત નામકર્મની નિર્જરા કરવાને માટે વિહાર કરવા લાગ્યા, ધર્મદેશના વડે કેટલાક રાજા મંત્રી વિગેરેને શ્રાવક કર્યા અને કેટલાકને યતિ કર્યા. અહીં શ્રેણિક રાજા રાજગૃહ નગરમાં સમકિતને ધારણ કરતો નીતિથી રાજ્યનું પાલન કરતો હતો, તેવામાં એક વખતે ચંડપ્રદ્યોત રાજા ઉજજયિની નગરીથી સર્વ સામગ્રી સહિત રાજગૃહી નગરીને રૂંધવા માટે ચાલ્યું. ચંડપ્રદ્યોત રાજા અને તેની સાથેના બીજા મુગટધારી ચૌદ રાજાઓને જાણે પંદર પરમધામિક હોય તેવી નજરે લોકોએ જોયા. સુંદર ગતિ વડે ચાલતા અધોથી જાણે પૃથ્વીને ફડતો હોય તેવી રીતે આવતા ચડપ્રદ્યોત રાજાના ખબર બાતમીદારોએ શ્રેણિક રાજાને આપ્યા. એટલે શ્રેણિક રાજાને ચિંતા થઈ કે, “ક્રૂર ગ્રહની જેમ ક્રોધ કરીને અહીં આવતા પ્રદ્યોત રાજાને મારે કેવી રીતે હઠાવે?” ત્પાતિકી વિગેરે બુદ્ધિના ભંડાર રૂપ અભયકુમારના મુખ સામું શ્રેણિક રાજાએ અમૃત જેવી દષ્ટિથી જોયું. એટલે યથાર્થ નામવાળા અભયકુમારે કહ્યું કે, ઉજજયિની નગરીને પ્રદ્યોત ભલે મારા યુદ્ધનો અતિથિ થાય, તેમાં શી ચિંતા છે? વળી જે કદિ તેને પરાસ્ત કરવાનું કામ બુદ્ધિસાધ્ય લાગશે તો હું શસ્ત્રાશસ્ત્રની કથા સાથે તેમાં મારી બુદ્ધિને પણ વેજીશ, કારણ કે “બુદ્ધિ શત્રુને વિજય કરવામાં કામધેનુ જેવી છે.”
પછી અભયકુમારે શત્રુના સૈન્યને નિવાસ કરવા યોગ્ય ભૂમિમાં લોઢાના સંપુટમાં સોનૈયા ભરી ભરીને દાટયા. એટલામાં તો સમુદ્રના જળથી ભૂગોળની જેમ પ્રદ્યોતરાજાના સૈનિકોએ