________________
પર્વ ૧૦ મું
૧૭૯ રાજન ! અનર્થને જ આપનાર એવા દ્રવ્યની મારે હવે કાંઈ પણ જરૂર નથી. હું તો હવે નિગ્રંથા થયે છું, માટે હે ભદ્ર!તમને ધર્મલાભ થાઓ આ પ્રમાણે કહીને કપિલ મુનિ ત્યાંથી નીકળ્યા અને નિર્મમ, નિસ્પૃહ તેમજ નિરહંકારી થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એવી રીતે દઢપણે વ્રત પાળતાં તે મહામુનિ કપિલને છ માસને દીક્ષા પર્યાય થયે છતે ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન થયું.
- રાજગૃહી નગરીના અંતરાળમાં અઢાર જનના પ્રમાણવાળી એક ભયંકર અટવી છે. તેમાં કડદાસના નામથી પ્રસિદ્ધ બલભદ્ર વિગેરે પાંચસે ચાર રહેતા હતા. તે પ્રતિબોધને
ગ્ય છે. એમ કપિલમુનિના જાણવામાં આવ્યું. તેથી તે ચેર લોકોના માટે સર્વ પ્રાણીઓને શરણ કરવા ગ્ય કપિલ કેવળી તે દારૂણ અટવીમાં ચાલ્યા. તે ચારમાંથી એક ચોર વાનરની જેમ વૃક્ષ ઉપર ચડેલે હતો, તેણે કપિલમુનિને દૂરથી આવતા જોયા, એટલે તે ચરે ચિંતવ્યું કે, “આપણે પરાભવ કરવા માટે આ કોઈક આવે છે.' તેણે તે વાત સેના પતિને જણાવી. આજે આ એક રમકડું આવ્યું.” એમ બોલતો સેનાપતિ મુનિની પાસે આવ્યો. એ અજ્ઞ સેનાપતિએ મુનિને આજ્ઞા કરી કે, “હે શ્રમણ ! નૃત્ય કરે.” કપિલમુનિ બોલ્યા કે કોઈ વાઘ વગાડનાર વાદક નથી, તો વાઘ વિના નૃત્ય શી રીતે થાય? કારણ વિના કાર્ય હેતું નથી. પછી પાંચસે ચાર હાથ વડે તાળીઓ પાડવા લાગ્યા એટલે કપિલમુનિ નાચવા લાગ્યા, અને શ્રવણ સુખ થાય તેવી રીતે ઉંચે સ્વરે આ પ્રમાણે ગાવા લાગ્યા. “આ નાશવંત સંસારમાં પૃથ્વી પર અનેક પ્રકારના દુઃખે રહેલા છે, તેથી તેવું કાર્ય કરું કે જેથી હું કદિ પણ દુર્ગતિને પામું નહિ.” આવી મતલબના પાંચસો ધ્રુવપદ કપિલમુનિએ ગાઈ બતા વ્યા કે જે બધા પ્રાકૃત ભાષામાં અને શ્રવણ કરવા ગ્ય રાગમાં બનાવેલા હતા. મહર્ષિ કપિલે ગાયેલા આ ધ્રુવપદોમાં જુદા જુદા છેવટે પાંચસે ચેર પ્રતિબોધ પામી ગયા, પછી કપિલ મહામુનિએ તે પાંચસો ચોરોને દીક્ષા આપી આ સર્વ તેમણે જ્ઞાનચક્ષુથી જોયેલું જ હતું. એ બ્રહ્મષિ કપિલ રાજગૃહી નગરીએ જઈ, દેવાધિદેવ શ્રી મહાવીરની આજ્ઞા લઈને હાલમાં તમારી નગરીને પવિત્ર કરે છે. એ સ્વયં બુદ્ધ કેવળી વેતાંબરીઓમાં શિરોમણિ છે, તે જે તમારા પુણ્યના ઉદયથી આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે તો બહુ ઉત્તમ થાય.” " પછી ઉજજયિનીના રાજાએ કપિલ કેવળ પાસે જઈ તેમની પ્રાર્થના કરી, એટલે તેમણે મંત્રથી પવિત્ર વાસક્ષેપ કરવાવડે તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પછી રાજાએ બે હાથે તે પ્રતિમાનું અર્ચન તથા પૂજન કરી લુબ્ધ નર જેમ ધનને રાખે તેમ પોતાના હૃદય પાસે રાખી. પછી અનિલગ હાથીના સ્કંધ ઉપર તે પ્રતિમાં મૂકીને પોતે એક સૈનિકની જેમ તેની પાછળ બેસી તેને ધારણ કરી, દિવ્ય વિમાનથી પણ અતિ વેગવાળા ગજેંદ્ર વડે વીતભય નગરમાં આવી તે પ્રતિમા પેલી દાસીને અર્પણ કરી. દાસી તે પ્રતિમાને પ્રત્યમાં મૂકી પુરાણ પ્રતિમાં લઈને આવી, એટલે રાજાએ દાસી સહિત પ્રતિમાને ગજેન્દ્ર ઉપર બેસાડી. રાજા પણ હાથી ઉપર ચડી સત્વર ઉજજર્મિનીમાં આવ્યા. તે વખતે જાણે સન્મુખ આવતી હોય તેમ તે નગરી દેખાવા લાગી.
અન્યદા વિદિશાપુરીના રહેનારા બ્રાજિલસ્વામી નામના વણિકને વિદ્યુન્સાળી દેવે પ્રકાશિત કરેલી ગોશીષચંદનની દેવાધિદેવની તે પ્રતિમા રાજાએ અને કુન્શાએ પૂજવા માટે સપી, “ તે વિષયાસક્ત દંપતી (ચંડપ્રદ્યોત ને કુજા)ને આટલું (બીજાને સેપવું તે) પણ