________________
પર્વ ૧૦ મું
૧૮૧
પરસ્પર અફળાતા અને પૃથ્વી પર પડતા સૈનિકોએ દિવસે પણ ઘુવડની જેમ તૃષાક્રાંત થવાથી કાંઈ પણ જોયું નહીં. તત્કાળ ઉદાયને પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું, “વ્યસન પ્રાપ્ત થતાં ઈષ્ટ દેવને કણ ન સંભારે ?” સ્મરણ કરતાં જ તે દેવ પ્રગટ થયું અને તત્કાળ નિર્મળ જળવડે ત્રણ સરવર ભરી દીધા, તે સાથે હર્ષથી સૈનિકોને પણ ભરી દીધા. પછી તેમાંથી જળપાન કરીને બધું કટક સ્વસ્થ થયું. “જળ વિના જીવી શકાય નહીં” પછી પ્રભાવતી દેવ પોતાને સ્થાને ગયો. અને ઉદાયન ઉજજયિની નગરીની સમિપે આવ્યું. થોડા વખતમાં ઉદાયનરીજા અને અવંતી પતિ ચંડપ્રદ્યોતને પરસ્પર દૂતમુખે રથસંગ્રામ કરવાની પ્રતિજ્ઞા થઈ, ધનુષ્યધારી ઉદાયન રાજા સંગ્રામના રથમાં બેઠો અને બીજા રથવાદ્યની સાથે ધનુષ્યની પણછના પણ નાદ કર્યો. પ્રદ્યોતને લાગ્યું કે “ઉદાયન રાજા રથવડે અજેય છે એટલે તે અનિલગ હાથી ઉપર બેઠે. “બળવાનની સામે શી રીતે પ્રતિજ્ઞા રહે ?” ઉદાયન રાજા તેને ગજારૂઢ થયેલે જોઈ બે કે-“અરે પાપી ! તું સત્યપ્રતિ રહ્યો નહીં તથાપિ જીવતો રહેવાનું નથી. આ પ્રમાણે કહીને પોતાના રથને વેગ વડે કુંડાળામાં ગળાકૃતિએ ફેરવતો મહા પરાક્રમી ઉદાયન રાજા હસતો હસતો યુદ્ધ કરવાને તેની નજીક ગયો અને ધનુર્ધારીઓમાં ધુરંધર એવા તેણે સોયની અણી જેવા તીક્ષણ બાણો વડે ચારે બાજુથી અનિલઘ હાથીનાં પગનાં તળીયાં વીંધી નાખ્યા. તેથી ફરતી શલાકાથી પૂરાયેલા પાત્રના મુખ જેવા ચરણ વડે તે હાથી ચાલી શક્યો નહીં અને તત્કાળ પૃથ્વી પર પડી ગયે; એટલે ઉદાયને પ્રદ્યોતને હાથી ઉપરથી નીચે પાડી પિતાના યશેરાશિની જેમ તેને હાથ વડે પકડીને બાંધી લીધે. પછી તે ઉજજયિનીપતિના લલાટ ઉપર “દાસીપતિ’ એટલા અક્ષરે પિતાની નવીન પ્રશસ્તિની જેમ ઉદાયન રાજાએ લખાવ્યા.
એ પ્રમાણે દાસની જેમ તેને અંકિત કરીને વીતભય નગરને સ્વામી પિતાની દિયપ્રતિમા લેવાને માટે વિદિશામાં જ્યાં રાખેલ હતી ત્યાં ગયે. ત્યાં જઈ તે દિવ્ય પ્રતિમાની પૂજા કરી નમસ્કાર કરીને તેને ઉપાડવા લાગ્યો, પણ પર્વતની જેમ તે કિંચિત્ ચલાયમાન થઈ નહીં. એટલે ઉદાયન તે દેવાધિદેવને વિશેષ પૂજીને બોલ્યો કે, “હે પ્રભુ! શું અભાગ્ય છે. કે તમે આવતા નથી ?' તેના જવાબમાં તે પ્રતિમાને અધિષ્ઠાયિક દેવ પ્રતિમામાં પ્રવેશ કરીને બોલ્યા કે-“હે મહાશય ! તું શેક કર નહીતારું વીતભય નગર રવૃષ્ટિથી સ્થળ જેવું થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવતો નથી.” આ પ્રમાણેના તેમના ઉત્તરથી ઉદાયન રાજા પાછો ફર્યો. પોતાના નગરે જતાં અંતરાળે પ્રયાણને રોધનારી વર્ષાઋતુ આવી, એટલે માર્ગમાં ઉદાયન રાજાએ નગરના જેવી છાવણી નાખી. “જ્યાં રાજાઓ રહે છે, ત્યાં શહેર વસી જાય છે.” દશ મુગટબદ્ધ રાજાએ તેની રક્ષાને માટે તેની ફરતો ધૂળિનો કિલ્લે કરીને રહ્યા, તેથી તે છાવણી દશપુર એવા નામથી પ્રસિદ્ધ થઈ. - ઉદાયન રાજા સંગ્રામમાં કેદ કરેલા પ્રદ્યોત રાજાની જન વિગેરેથી પોતાની પ્રમાણે જ સંભાળ રાખવા લાગ્યો, “ક્ષત્રિય ધર્મ જ એ છે.” અનુક્રમે પર્યુષણ પર્વ આવ્યું, એટલે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો, કેમકે તે શ્રાવક હતું. તેની આજ્ઞાથી રસોઈએ પ્રદ્યોત રાજાને પૂછ્યું કે, “આજે શું જમશે?” તે સાંભળી ઉજ્જયિનીપતિ ક્ષોભ પામીને ચિંતવવા લાગ્યું કે, “આ પ્રશ્ન આજ સુધી કોઈ વાર થયેલ નથી; આજે જ થાય છે, તેથી તે મારા કુશળને માટે જણાતું નથી. આ ઉપહાસ્યનું વચન જરૂર મારો વધ કે બંધન સૂચવે છે. આ પ્રમાણે વિચારી તેણે રાઈઆને પૂછયું કે, “આજે આ પ્રશ્ન કરવાનું શું કારણ છે? કેમકે વિદ્યાથી આકર્ષાઈને આવતી હોય તેમ રસવતી હમેશાં સમય પ્રમાણે આવ્યા કરે છે.'