________________
૧૮૨
સર્ગ ૧૧ મે
રસેઈઓ બોલ્યા કે, “રાજન ! આજે પર્યુષણ પર્વ છે, તેથી અમારા સ્વામી અંત:પુર પરિવાર સાથે ઉપષિત થયા છે, અર્થાત્ સૌએ ઉપવાસ કરેલ છે. હમેશાં તો જે અમારા રાજાને માટે રસોઈ થતી હતી, તેમાંથી તમને જમાડતા હતા, પણ આજે તો તમારા એકને માટે જ રસોઈ કરવાની છે, તેથી તમને પૂછું છું. પ્રદ્યોતરાજા બોલ્યો કે, “હે પાચક! આજે મારે પણ ઉપવાસ છે, કારણકે આ પર્વ મહા ઉત્તમ કહેવાય છે, અને મારા માતપિતા શ્રાવક હતા, તેથી મારે પણ અંગીકાર કરવા યોગ્ય છે.” રસોઈઆએ પ્રદ્યોતના તે વચન ઉદાયન રાજાને કહી સંભળાવ્યા. તે સાંભળી ઉદાયન બોલ્યો કે-“એ ધૂર્તજન છે, તું શું નથી જાણતો? પરંતુ તે ગમે તે હોય તો પણ કારાગૃહમાં રહીને પર્યુષણ પર્વને શુભ નામ આપીને આચર્યું તેથી તે મારે ધર્મબંધુ થયે, એટલે હવે તેને કારાગૃહમાં રાખગ્ય નથી. આવું વિચારી તરતજ ઉદાયને પ્રદ્યોતને છુટે કર્યો. પર્વની રીતિ પ્રમાણે તેને ખમાવી તેના લલાટમાં જે દાસીપતિ’ એવા અક્ષરો લખેલા હતા તેને ઢાંકવા સારૂ તેની ઉપર પટ્ટબંધ કર્યો. ત્યારથી રાજાઓમાં વૈભવસૂચક પટ્ટબંધને રીવાજ ચાલ્યા છે. પ્રથમ તો તેઓ માથે માત્ર મુગટને બંધ જ કરતા હતા. ઉદાયન રાજાએ પ્રદ્યોતને અવંતિદેશ પાછો આપે અને વર્ષાઋતુ વીતી એટલે પોતે વીતભય નગરમાં આવ્યું. તેની છાવણીમાં વણિકોએ એ સ્થિરવાસ કર્યો કે જેથી તેઓથી વસેલું તે નગર દશપુર નામથી પ્રખ્યાત થયું. શુદ્ધ બુદ્ધિવાળા થયેલા પ્રદ્યોતરાજાએ વીતભય નગરની પ્રતિમાના ખર્ચને માટે દશપુર નગર આપ્યું અને પોતે ઉજજયિનીમાં આવ્યું.
એક વખતે વિદિશામાં જઈને પોતે બ્રાજિલસ્વામીના નામથી ત્યાં દેવકીય નગર વસાવ્યું ધરણેન્દ્રનું વચન અન્યથા થતું નથી.” પછી તેણે વિદ્યુમ્ભાળી વાળી દેવાધિદેવની પ્રતિમાન શાસનમાં બાર હજાર ગામ આપ્યા.
અન્યદા વિતભય નગરમાં રહેલા ઉદાયન રાજાની પાસે આવીને પ્રભાવતી દેવે સ્નેહપૂર્વક કહ્યું કે-“હે રાજન! અહીં જે પ્રદ્યોતરાજાએ મૂકેલી જીવિતસ્વામીની પ્રતિમા છે, તે પણ સામાન્ય નથી, તે મહા પ્રભાવિક ઉત્તમ તીર્થરૂપ છે. એ પ્રતિમા બ્રહ્મર્ષિ મહાત્મા શ્વેતાંબરી કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત કરેલી છે. તેથી એ પ્રતિમાને પ્રાચીન પ્રતિમાની જેમ જ તમારે પૂજવી અને યોગ્ય સમયે મહા ફળવાળી સર્વવિરતિ ગ્રહણ કરવી.” ઉદાયને તે વાણી સ્વીકારી, એટલે તેના મનરૂપી અંકુરમાં મેઘ સમાન તે દેવ અંતર્ધાન થઈ ગયે. અન્યદા ઉદાયને ધર્મકાર્યમાં ઉઘુક્ત થઈ પૌષધશાળામાં પાક્ષિક પર્વણીએ પૌષધવ્રત ગ્રહણ કર્યું. રાત્રિજાગરણમાં શુભ ધ્યાન ધરતા તે રાજાને વિવેકના સહોદર જે આ પ્રમાણે અધ્યવસીય ઉત્પન્ન થયે. બતે ગામ અને તે નગરને ધન્ય છે તે જે શ્રીવીરપ્રભુએ પવિત્ર કરેલ છે, તે રાજાદિકને પણ ધન્ય છે કે જેઓએ તેમના મુખથી ધર્મ સાંભળ્યો છે, અને જેઓએ તે વીરપ્રભુના ચરણકમળની સાંનિધ્યે પ્રતિબંધ પામી બાર પ્રકારના ગૃહીધર્મને અંગીકાર કર્યો છે, તેઓ કૃતાર્થ થયેલા છે. તે પ્રભુના પ્રસાદથી જેઓ સર્વવિરતિને પામ્યા છે, તેઓ ક્લાધ્ય અને વંદનીય છે, તેમને મારે નિત્ય નમસ્કાર છે, હવે જે સ્વામી આ વીતભયનગરને પિતાના વિહારવડે પવિત્ર કરે, તો હું તેમના ચરણમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.”(પ્રભુ કહે છે, “હે અભયકુમાર ! આવા તેને અધ્યવસાયે જાણી તેને અનુગ્રહ કરવાની ઈચ્છાએ અમે ચંપાપુરીથી વિહાર કરી તેના નગરમાં સમવસર્યા. તે રાજા અમારી પાસે આવી અમને વાંદી દેશના સાંભળીને ઘેર ગયે. પછી પિતાના વિવેકગુણની યોગ્યતા પ્રમાણે તેણે આ પ્રમાણે વિચાર્યું-હું વ્રતની ઈચ્છાવાળે થઈ જે પુત્રને રાજ્ય આપું, તે મેં તેને આ સંસારરૂપ નાટકને એક નટ કર્યો કહેવાય.