________________
૧૮૦
સગ ૧૧ મા
ઘણું છે.” એક વખતે જાણે શરીરધારી તેજના રાશિ હોય તેવા હાથમાં પૂજાની સામગ્રી લઈને ઊભા રહેલા એ પુરૂષષ ભાજિલના જોવામાં આવ્યા. નેત્રને સુખ આપનારા અને જાણે જન્મથી જ મિત્ર હોય તેવા તે બ ંનેને જોઇને ભ્રાજિલે પૂછ્યું કે ‘તમે કોણ છે ?’ તેએ મેલ્યા-અમે કમલ અને સબલ નામે પાતાળભવનવાસી નાગકુમાર દેવા છીએ. ધરણે દ્રની આજ્ઞાથી વિશ્રુન્માળી દેવની કરેલી આ દેવાધિદેવની પ્રતિમાને પૂજાની સામગ્રી લઇને પૂજવા આવ્યા છીએ. આ નગરી પાસેની વિદિશા નદીના દ્રહને માગે અને નિત્ય સની જેમ મજ્જન અને ઉન્મજ્જન કરી છીએ, અર્થાત્ આવીએ જઈએ છીએ.’ ભ્રાજિલ એલ્ય-વ્હે દેવતા ! મારા મનુષ્યના ભવમાં તમારા પાતાળના ભવને આજે મને બતાવા. કેમકે ત્યાં રહેલી શાશ્વતી પ્રતિમાના દર્શન કરવાના મને મનાથ છેતે કૃપા કરીને પૂર્ણ કરા દેવનુ દન વૃથા થતું નથી.'' દેવાએ હા પાડી, એટલે બ્રાજિલ જવાના ઉત્સાહમાં દેવાધિદેવની અધી પૂજા કરી, અધી બાકી રાખીને નદીના દ્રહને માગે ત્યાં જવા ચાલ્યા. ત્યાં જઈને તેણે શાશ્વતી પ્રતિમાને વદના કરી ધરણેત્રે સ તુષ્ટ થઈ ને તેને કહ્યું કે ‘કાઇક પ્રસાદ માગી લે’ ભ્રાજિલ મેલ્યા-‘જેવી રીતે માંરૂં નામ બધે વિખ્યાત થાય તેમ કરે. પેાતાના નામને અવિચળ કરવું, તે જ પુરૂષોના પુરૂષ છે.’ ધરણેન્દ્ર ખેલ્યા કે-‘ચડપ્રદ્યોત રાજા તારા નામથી જાણે દેવનગર હાય તેવું દેવાધિદેવ સબધી એક નગર વસાવશે. પરંતુ તે અહી' આવવાના ઉત્સાહમાં અધ` પૂજા કરી છે, તેથી એ પ્રતિમા કેટલેક કાળે ગુપ્ત રીતે મિથ્યાષ્ટિથી પૂજાશે. તે તેની નકલ કરીને બહાર રાખશે, અને આ ભ્રાજિલસ્વામી નામે આદિત્ય છે એમ ખેલશે, સજના ‘ભ્રાજિલસ્વામી સૂર્ય’ એવા નામથી તે કૃત્રિમ પ્રતિમાની પૂજા કરશે. સાંરી રીતે યાજેલા દ ભ નિષ્ફળ થતો નથી' આ પ્રમાણે સાંભળી બ્રાજિલ ખેલ્યા‘અરે ! મારા જેવા પાપીને ધિક્કાર છે ! આ તો બહુ ખરાબ થયુ' ! મે ઘણું. અશિવકારી કામ કર્યું...! કેમકે મારા નિમિત્તે દેવાધિદેવની પ્રતિમાને ગેાપવી દઇને તે દુરાશય મિથ્યાત્વીએ મારા નામથી સૂર્ય તરીકે મારી પૂજા કરશે.’ ધરણેન્દ્ર ખેલ્યા-હે નિષ્પાપી ! તમે શા માટે શાક કરો છે ? આ દુષ્પમ કાળની લીલા જ એવી છે.’ પછી નાગકુમારા સ્વપ્નદશી ની જેમ ક્ષણમાત્રમાં જે માગે લાવ્યા હતા તે જ માગે પાછા ભ્રાજિલને તેના સ્થાનક ઉપર મૂકયે
અહી' વીતભય નગરમાં દાસી પ્રતિમા બદલીને ગઈ, તેને બીજે દિવસે ઉદાયન રાજન નિત્ય કર્મમાં તત્પર થઈ પ્રાતઃકાળે દેવાલયમાં આવ્યા. પ્રતિમાની સામુ જોતાં જ કઠમાં રહેલી પુષ્પમાળાને ગ્લાનિ પામેલી જોઇ. તત્કાળ તેણે ચિ'તવ્યુ કે, જરૂર આ પ્રતિમા બીજી છે, અસલ નથી; કારણ કે તેની ઉપર ચડાયેલાં પુષ્પા બીજે દિવસે પણ જાણે તત્કાળના ચુટેલા હોય તેવા જણાતા હતા. તેથી આ શું થયું ! વળી જાણે સ્થંભ પર રહેલી પુતળી હાય તેમ જે અહીં સદા સ્થિર રહેતી હતી, તે દાસી દેવદત્તા પણ અહી' જણાતી નથી, તેનુ શું કારણ ? વિચાર કરતાં જણાય છે કે ગ્રીષ્મઋતુમાં મરૂવાસી પ'થીઓની જેમ મારા સ હાથીઓના મઢ નાશ પામી ગયા છે તેથી જરૂર અહીં અનિલવેગ ગધહસ્તી આવી ગયા લાગે છે. એ અનિલવેગ હાથી પર બેસી અહી આવીને ચ'ડપ્રદ્યોત રાજા ગઇ રાત્રે ચારની જેમ તે પ્રતિમા અને દેવદત્તા દાસીનું હરણ કરી ગયા જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને તરત જ ઉદાયન રાજાએ તેની ઉપર ચડાઈની તૈયારી કરી. જાણે બીજી જયભ’ભા હાય તેમ અશ્વોની ખરીએથી તે પૃથ્વીને વગાડવા લાગ્યા. દશ મુગટબદ્ધ રાજાએ પણ તેની પાછળ બડવા. તે બધા મળીને અગ્યાર રૂદ્રની જેમ મહા પરાક્રમીપણે શે।ભવા લાગ્યા જાગળ ભૂમિમાં ચાલતાં ઉદાયન રાજાના સૈન્યની ઉપ૨ સૂર્યનાં તીક્ષ્ણ કીરણા સ્ફુરવા લાગ્યા. ૧. જેના ગંધવડે બીજા સામાન્ય હાથીઓના મંદ ગળી જાય તે ‘ગ હસ્તી' કહેવાય છે.