________________
૧૭૬
સગ ૧૦ મા
સ્થાપન કરીને અંતર્ધ્યાન થઇ ગયા એટલે રાજાએ પોત ને સભાસ્થાનમાં જ એટ્લે જોયા. તે દિવસથી ઉદાચનરાજા દેવતત્ત્વ, ગુરૂતત્ત્વથી સમ્યક્ પ્રકારે અધિવાસિત થયા.
આ સમયમાં ગાંધાર દેશના ગાંધાર નામે કોઈ પુરૂષ શાશ્ર્વત પ્રતિમાને વાંઢવાનીઇચ્છાએ બૈતાઢગિરિ પાસે આવ્યા, અને બૈતાઢથગિરિના મૂળમાં ઉપવાસ કરીને બેઠે, એટલે શાસન દેવીએ સંતુષ્ટ થઈ તેના મનારથને પૂર્ણ કર્યા. પછી કૃતાર્થ થયેલા તે પુરૂષને દેવીએ બૈતાઢવગિરિની તળેટીમાં મૂકવા અને ધારેલા મનેાથને આપનારી એકસો આઠ ગોળીએ તેને આપી. તેમાંથી એક ગાળી મુખમાં રાખી તેણે ચિંતવ્યું કે ‘શ્રી વીતભય નગરમાં શ્રી દેવાધિદેવની પ્રતિમાની મારે વંદના કરવી છે.' એવુ' કહેતાં જ તે વીતભય નગરે પહેાંચ્યા. ત્યાં પેલી કુબ્જા દાસીએ તેને દેવાધિદેવની પ્રતિમાની વંદના કરાવી, ત્યાં રહેતાં એક દિવસે તે ગાંધારના શરીરમાં કાઈ વ્યાધિ ઉત્પન્ન થયા, તેથી અહુ ધમ માં વત્સલ એવી કુબ્જાએ તેની સેવા કરી સદ્દબુદ્ધિવાળા ગાંધારે પોતાના અવસાન કાળ નજીક આવેલા જાણી કુબ્જાને પેલી ગાળીએ આપી દીધી અને પાતે દીક્ષા ગ્રહણ કરી. કુરૂપા કુબ્જાએ રૂપની ઈચ્છાએ એક ગાળી મુખમાં રાખી, તેથી તે ઉપવાદ શય્યામાં ઉત્પન્ન થયેલી દિવ્ય રૂપને ધારણ કરનારી દેવી જેવી તત્કાળ થઇ ગઇ, તેના સ અંગાના વર્ણ સુવર્ણના જેવા થઈ ગયા. તેથી લે કે તેને ‘સુવર્ણ ગુલિકા’ એવા નામથી ખોલાવવા લાગ્યા. પછી તેણીએ બીજી ગેાળી મુખમાં રાખી ચિંતવ્યુ` કે ‘જો ચેાગ્ય પતિ ન હોય તો મારૂં આ રૂપ વૃથા છે, અહી'ના ઉઢાયનરાજા તે મારે પિતા સમાન છે અને બીજાએ તે તેના પાળા જેવા છે, તેથી પ્રચંડ શાસનવાળે ચડપ્રદ્યોત રાજા મારા પતિ થાએ' પછી દેવતાએ પ્રદ્યોતરાજાની પાસે જઇને તેણીના રૂપનુ વણું ન કર્યું. તે સાંભળી પ્રદ્યોતે કુબ્જાની પ્રાર્થનાને માટે દૂત માકલ્યા. દૂતે ત્યાં જઈને પ્રાર્થના કરી એટલે તેણીએ દૂતને કહ્યું ‘મને પ્રદ્યોતરાજા બતાવ.' તે આવી તે પ્રમાણે પ્રદ્યોતને કહ્યું, એટલે તત્કાળ ઐરાવત ઉપર બેઠેલા ઇદ્રની શેભાને ધારણ કરતો પ્રદ્યોતરાજા અનિલ વેગ હાથી ઉપર બેસીને રાત્રે ત્યાં આવ્યેા. તે કુબ્જા જેમ તેને રૂચી હતી તેમ તે પણ કુખ્તને રૂમ્યા. પછી પ્રદ્યોતે કુખ્તને કહ્યું કે, હે કમલાક્ષિ! મારી નગરીએ ચાલ.’ કુબ્જા ખોલી–‘સ્વામિન્ ! જેના વિના હું એક ક્ષણ માત્ર પણ જીવી શકું એમ નથી, એવી આ દેવાધિદેવની પ્રતિમાને મૂકીને હું કયાંય પણ જઈ શકું એમ નથી, તેથી હે રાજન ! આ પ્રતિમાની જેવી બીજી પ્રતિમા તમે કરાવી લાવા કે જેથી તે પ્રતિમા અહી” રાખીને આ પ્રતિમા લઇ જવાય” પછી રાજાએ તે પ્રતિમાને બરાબર નીરખી લીધી, અને તે રાત્રિ તેની સાથે ક્રીડા કરી પ્રાતઃકાળે પાછા ઉજ્જિયનીએ આવ્યા. ઉજ્જયિની આવીને જેવી પ્રતિમા જોઈ હતી તેવી જ જાતિવત શ્રીખડ કાષ્ટની એક પ્રતિમા કરાવી.
પછી તેણે પેાતાના મંત્રીઓને પૂછ્યું કે, ‘મેં આ દેવાધિદેવની નવી પ્રતિમા કરાવી છે, તેની પ્રતિષ્ઠા કોણ કરશે ?' મંત્રીએ ખેલ્યા કે, “સ્વામિન્ ! કૌશાંબી નામે એક નગરી છે, તેમાં સાર્થક નામવાળા જિતશત્રુ નામે રાજા હતો. સર્વ વિદ્યારૂપ સાગરના પારંગત કાશ્યપ નામે એક બ્રાહ્મણ તેને પુરાહિત હતો. તેને યશા નામે સ્ત્રી હતી. તે વિપ્રદપ તિને કપિલ નામે પુત્ર થયેા. કપિલની શિશુવયમાં જ કાશ્યપ મૃત્યુ પામ્યા, તેથી કપિલ અનાથ થઈ ગયા. જિતશત્રુરાજાએ તે બાળક કપિલના અનાદર કરીને કાશ્યપના પુરોહિતપદે બીજા બ્રાહ્મણને સ્થાપન કર્યા. ચાગ્યતા વિના આમ્નાય કયાંથી રહે?” છત્રની સંપ્રાસિથી સૂર્યનાં કિરણા જેના શરીરને સ્પર્શી કરતા નથી એવા તે બ્રાહ્મણુ નાચતા તુરંગ ઉપર આરૂઢ થઇને નગરમાં ફરવા લાગ્યા. તેને જોઈને કપિલની માતા પોતાના પતિની