Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 189
________________ '૧૭૪ સર્ગ ૧૦ મિ સ્ત્રીને તેમજ ઘટે છે.” રાજાએ તે આશ્ચર્ય જોવા માટે આવવાની પ્રભાવતીને આજ્ઞા કરી. એટલે રાણ ત્યા આવી, તેણીએ હકીક્ત પૂછી એટલે રાજાએ કહી બતાવી. તે સાંભળી પ્રભાવતી બોલી કે- “હે સ્વામિન્ ! બ્રહ્માદિક દેવે કાંઈદેવાધિદેવ નથી. દેવાધિદેવ તે એક ભગવાન અરિહંત પરમાત્મા જ છે. તેથી આ સંપુટમાં તે પ્રભુનીજ પ્રતિમા હશે તેમાં જરા પણ સંશય નથી. બ્રહ્માદિકના નામસ્મરણથી તે પ્રતિમા દર્શન આપતી નથી, પણ હું તે દેવાધિદેવના નામસ્મરણથી અરિહંત પ્રભુની પ્રતિમાને આમાંથી કાઢીને સર્વ લોકોને કૌતુક બતાવીશ.” પછી પ્રભાવતી યક્ષ કર્દમ વડે સંપુટને સીંચી પુષ્પાંજલિ ક્ષેપન કરવાપૂર્વક પ્રણામ કરીને ઉંચે સ્વરે બોલીકે-“રાગ, દ્વેષ અને મેહથી રહિત, તેમજ અષ્ટ પ્રાતિહાર્યથી આવૃત્ત એવા દેવાધિદેવ સર્વજ્ઞ અહંત મને દર્શન આપો.” આ પ્રમાણે બોલતાંજ તે પ્રતિભાવાળો સંપુટ પ્રાતઃકાળે કમળકોશ ઉઘડે તેમ સ્વયમેવ ઉઘડી ગયો. અને તેની અંદર રહેલી, ગશીર્ષચંદનમયી, દેવનિર્મિત, અશ્લાન માલ્યને ધારણ કરતી, સર્વ અંગે સંપૂર્ણ અરિહંત પ્રભુની પ્રતિમા સર્વને જોવામાં આવી. તે સમયે અત્ શાસનની અત્યંત પ્રભાવના થઈ. પ્રભાવતી તેને નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી કે–સૌમ્ય દર્શનવાળા, સર્વજ્ઞ, અપુનર્ભવ, જગતના ગુરૂ, ભવ્ય જનને આનંદદાયક, અને વિશ્વને ચિંતામણિરૂપ હે અત્ ! તમે જય પામે.” પછી પ્રભાવતી તે વહાણવટીને બંધુની જેમ સત્કાર કરીને તે પ્રતિમાને ઉત્સવપૂર્વક પિતાના અંતઃપુરમાં લઈ ગઈ અને એક સુંદર ચૈત્ય કરાવીને તેમાં તે પ્રતિમાને પધરાવી. પછી ત્રિકાળ ગાનતાન પૂર્વક તે તેની પૂજા કરવા લાગી, એક વખતે પ્રભાવતીએ પતિની સાથે તે પ્રતિમાની હર્ષથી પૂજા કરીને નિર્દોષ સંગીતને આરંભ ર્યો. તે વખતે રાજા વ્યંજન, ધાતુ, સ્વર અને રાગ સ્પષ્ટ કરતો શ્રવણ કરવા ગ્ય વીણાને વગાડવા લાગ્યું અને પ્રભાવતી અંગહારને સ્પષ્ટ કરતી તેમજ સર્વ અંગના અભિનયને દેખાડતી તાંડવપૂર્વક પ્રીતિથી નૃત્ય કરવા લાગી, આ પ્રમાણે પ્રવર્તતાં એક સમયે રાજાએ ક્ષણવાર પ્રભાવતીના મસ્તકને જોયું નહીં અને રણભૂમિમાં હોય તેમ માત્ર તેના ધડને જ નાચતું જોયું. આ અનિષ્ટ જોવાથી રાજા તત્કાળ ક્ષોભ પામી ગયે. તેથી જાણે નિદ્રા આવી ગઈ હોય તેમ તેના કરમાંથી વીણા વગાડવાની કાંબી પડી ગઈ. અકસ્માત તાંડવ નૃત્યનો છેદ થવાથી રાણી ક્રોધ પામીને બોલી કે “અરે સ્વામિન્ ! તમે વાદ્ય વગાડતાં બંધ કેમ થયા? શું હું તાળમાંથી ભ્રષ્ટ થઈ?” આ પ્રમાણે તેણીએ વારંવાર કાંબી પડી જવાનું કારણ પૂછયું, ત્યારે છેવટે રાજાએ જે જોયું હતું તે જણાવી દીધું. “સ્ત્રીને આગ્રહ બળવાનું છે.તે સાંભળી રાણી બોલી- હે પ્રિય ! આવા નિમિત્તથી મારૂ: આયુષ્ય અ૫ છે, એમ નિશ્ચય થાય છે. પણ જન્મથી અહંદુ ધર્મને પાળનારી એવી મને મૃત્યુને કિંચિત્ પણ ભય નથી; ઊલટું તે દુનિમિત્તનું દર્શન અને તે આનંદને હેતુ છે. કેમકે તે મને સર્વવિરતિ અંગીકાર કરવાનો સમય સૂચવે છે. આ પ્રમાણે કહી હદય સાથે વિચાર કરતી પ્રભાવતી અંતઃપુરમાં ગઈ, પરંતુ અર્હદ્ધર્મના વચનથી જેના કાન અવિદ્ધ છે એ રાજા તે કાંઈક મનમાં કચવાયે. એક વખતે પ્રભાવતીએ સ્નાન શૌચ કરી દેવાર્ચને માટે યોગ્ય એવાં વસ્ત્ર દાસી પાસે મંગાવ્યાં, દાસી વસ્ત્ર લાવી. ભાવી અનિષ્ટને લીધે રાણીએ તે વસ્ત્રને રક્ત જોયા. “આ વસ્ત્રો પૂજાના સમયે અનુચિત છે” એમ ધારી રાણી દાસી પર ક્રોધ પામી, તેથી તેણે તત્કાળ દાસી પર ઘા કર્યો, તેટલા પ્રહારમાત્રથી જ તે મૃત્યુ પામી ગઈ. “મૃત્યુની ગતિ વિષમ છે. પછી તરત જ પ્રભાવતીએ તે વસ્ત્રને ઉજજવળ જોયા, તેથી ચિંતવવા લાગી કે, “મને ધિક્કાર છે ! મેં મારા પ્રથમ વ્રતને ખંડિત કર્યું. બીજા પંચેદ્રિયને વિઘાત કર્યો હોય તે તે પણ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232