________________
સર્ગ ૧૧ મો. આવ્યા છો ? નિવાસ ક્યાં કર્યો છે ? આ બીજી બે સ્ત્રીઓ કોણ છે ? જેમનાથી સ્વાતિ અને અનુરાધા નક્ષત્રવડે ચંદ્રલેખાની જેમ તમે શેભે છે. તે કપટશ્રાવિકા બેલી-“ઉજયિનીનગરીના એક ધનાઢય વ્યાપારીની હું વિવાહિત થયેલી વિધવા સ્ત્રી છું. આ બે મારી પુત્રવધુ છે, તે પણ કાળધર્મથી ભગ્ન વૃક્ષવાળી લતાની જેમ વિધવા થવાથી નિસ્તેજ થયેલી છે. તેઓએ વિધવા થતાં જ વ્રતને માટે મારી રજા માગી હતી, કારણ કે વિધવા થયેલી સતીઓનું શરણ વ્રતજ છે.” ત્યારે મેં કહ્યું છે કે, વૃદ્ધ નહી થયેલી એવી હું પણ વતને જ ગ્રહણ કરીશ. પરંતુ હાલ તો તીર્થયાત્રા વડે ગૃહસ્થપણાનું ફળ ગ્રહણ કરીએ, કારણ કે વ્રત લીધા પછી તો ભાવપૂજા થાય છે, દ્રવ્યપૂજા થતી નથી. એવું ધારીને હું મારી બંને પુત્રવધુને સાથે લઈને તીર્થયાત્રાને માટે નીકળી છું.” અભયકુમાર બાલ્યા કે, “તમે આજે મારા અતિથિ થાઓ, સાધમીઓનું આતિથ્ય તીર્થથી પણ અતિ પવિત્ર છે. તે સાંભળીને તેણી અભયકુમાર પ્રત્યે બેલી કે, “તમે યુક્ત કહો છો, પણ આજે તો અમે તીર્થોપવાસ કર્યો છે, તેથી તમારા અતિથિ શી રીતે થઈએ ? આવી તેમની વૃત્તિ જોઈ વિશેષ ખુશી થયેલા અભયે કહ્યું કે, “ત્યારે કાલે પ્રાતઃકાળે અવશ્ય મારે ઘેર આવજો.” તે બોલી કેએક ક્ષણમાં પણ પ્રાણી પિતાને જન્મ પૂર્ણ કરે છે, તો હું કાલે પ્રાતઃકાળે આમ કરીશ”
મ સદ્દબુદ્ધિવાળે મનુષ્ય કેમ બેલે ?” “વારૂ, ત્યારે આજે તો ભલે તેમ થઓ, કાલે પ્રાતઃકાળે ફરીને હું આમંત્રણ કરીશ.” એમ ચિંતવી અભયકુમાર તેમને વિદાય કરી રૌત્યવંદન કરી પિતાને ઘેર ગયે.
બીજે દિવસે પ્રાતઃકાળે અભયકુમારે તેમને નિમંત્રણ કર્યું અને ગૃહત્યની વંદના કરાવી ભોજન કરાવીને પુષ્કળ વસ્ત્ર વિગેરે આપ્યું. અન્યદા તે કપટશ્રાવિકાએ અભયકુમારને નિમંત્રણ કર્યું. તેથી તે નગ્ન થઈને તેણીને ઉતારે ગયે. “તેવા સજજને સાધર્મિક બંધુના આગ્રહથી શું ન કરે.” તેણે વિવિધ પ્રકારના ભેજન વડે અભયકુમારને જમાડ્યા. અને ચંદ્રહાસસુરાએ મિશ્રિત જળનું પાન કરાવ્યું; તેથી અભયકુમાર જમીને તત્કાળ સુઈ ગયો મદ્યપાનની પ્રથમ સહચરી નિદ્રા જ છે.” પછી સ્થાને સ્થાને સંકેત કરી રાખેલા રથ વડે તે દુર્લભ કપટવાળી વેશ્યાએ અભયકુમારને ઉજજયિની નગરીમાં પહોંચાડી દીધા. અહીં પાછળ શ્રેણિકરાજાએ તરત જ અભયની શોધ કરવાને માટે સ્થાને સ્થાને માણસે મોકલ્યા. તેઓએ શોધતાં શોધતાં તે કપટીશ્રાવિકા પાસે જઈને પૂછયું કે, “અહીં અભયકુમાર આવ્યા હતા ? તે બેલી કે “હા, અહીં આવ્યા હતા ખરા, પણ તે તો તત્કાળ પાછા ચાલ્યા ગયા છે.” તેણીનાં વચનની પ્રતીતિથી તે શોધ કરનારા બીજે શેધવા ગયા. પછી તે કપટીશ્રાવિકા સ્થાને સ્થાને રાખેલા અ વડે અવંતીમાં આવી પહોંચી. તે પ્રચંડ રમણીએ ચંડપ્રદ્યોતને અભયકુમાર સોંપી દીધું. પછી અભયકુમારને જે ઉપાય વડે તે લાવી હતી તે ઉપાયનું સ્વરૂપ કહી બતાવ્યું. એટલે પ્રદ્યોતે કહ્યું કે, “તું આ ધર્મના વિશ્વાસી અભયકુમારને ધર્મના કપટથી પકડી લાવી તે કાંઈ ઠીક કર્યું નહીં.” પછી રાજાએ અભયકમારને કહ્યું કેસીર વાતોના કહેનારા તારા જેવા નીતિજ્ઞ પુરૂષને પણ શુક પક્ષીને સારી પકડી લાવે તેમ આ સ્ત્રી પકડી લાવી. અભયકુમારે કહ્યું કે, તમે જ એક આ જગતમાં બુદ્ધિમાન છે કે જેની આવી બુદ્ધિથી રાજધર્મ વૃદ્ધિ પામે છે. તે સાંભળી ચંડ પ્રદ્યોત શરમાયે, તેમજ કોપાયમાન થયો, તેથી તેણે અભયકુમારને રાજહંસની જેમ કાષ્ટના પાંજરામાં નાખે. ૧ વૃદ્ધ થયા અગાઉ. ૨ કઈ પણ નવા તીર્થે જવું ત્યારે પ્રથમ દિવસે ઉપવાસ કરવાની પ્રવૃત્તિ (વિધિ)