________________
૧૭૦
સર્ગ ૧૧ મા
લકે સ્થાને સ્થાને તેનો તિરસ્કાર, મશ્કરી અને નિંદા કરવા લાગ્યા. એવી અવજ્ઞાને સહન નહીં કરી શકવાથી તેણે ત્યાંથી વિહાર કરવા શ્રી સુધર્માસ્વામીને જણાવ્યું. સુધર્માસ્વામીએ વિહાર કરવાનો વિચાર અભયકુમારને જણાવ્યો. અભયકુમારે તેનું કારણ પૂછ્યું. તેના જવાબમાં સુધર્માસ્વામીએ પૂર્વોક્ત કારણ જણાવ્યું. પછી અભયકુમારે એક દિવસ રહેવાની માગણી કરી, એટલે સુધર્માસ્વામી કઠીઆરા મુનિ સાથે ત્યાં રોકાયા.
બીજે દિવસે અભયકુમારે રાજ્ય ભંડારમાંથી ત્રણ કેટી રને કઢાવી, રસ્તા વચ્ચે તેને ઢગલે કરાવી પડહ વગડાવીને એવી આઘોષણા કરાવી કે, “હે લોકે ! અહી આવે, હું તમને આ ત્રણ કોટી રત્ન આપું. તે સાંભળી બેસુમાર લકે ત્યાં એકઠા થયા. પછી તેણે કહ્યું કે, “જે પુરૂષ સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા ત્યાગ કરે, તેનો આ રત્નરાશિ છે.” ત્યારે તેઓ બોલ્યા કે-“સ્વામિન્ ! એવું લકત્તર કાર્ય કરવાને કોણ સમર્થ છે? અભયકમાર બોલ્યો કે જો તમારામાં કોઈ તે ન હોય તો જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા વર્જનાર આ કાષ્ટહારી (કઠીઆરા) મુનિને આ રત્નરાશિ થાઓ.” તેઓ બોલ્યા- “અરે શું આ સાધુ એવા ત્યાગી અને દાનપાત્ર છે? અમે તેનું વૃથા ઉપહાસ્ય કર્યું. પછી અભયકુમારે આજ્ઞા કરી કે, હવે પછી એ મુનિને કોઈએ તિરસ્કાર કે હાસ્ય કરવું નહિ.” લોકે તે વાત સ્વીકારીને પોતપોતાને સ્થાનકે ગયા. ( આ પ્રમાણે બુદ્ધિને મહાસાગર અને પિતૃભક્તિમાં તત્પર એ અભયકુમાર નિસ્પૃહ અને ધર્માસક્તપણે પિતાનું રાજ્ય ચલાવતો હતો. પોતે ધર્મમાં પ્રવર્તતો હતો તેથી પ્રજા પણુ ધર્મમાં પ્રવર્તતી હતી. કારણ કે “પ્રજા અને પશુઓની પ્રવૃત્તિ ગેપ (પક્ષે રાજા)ને આધીન હોય છે. અભયકુમાર જેવી રીતે બાર પ્રકારના રાજચક્રમાં જાગૃત રહેતો હતો. તેવી જ રીતે અપ્રમાદીપણે બાર પ્રકારના શ્રાવકધર્મમાં પણ જાગૃત રહેતો હતો. બંને લોકને સાધનારા તેણે જેમ દુર્જય એવા બહિરુ શત્રુઓને જીત્યા હતા, તેમ જ અંતરના શત્રુઓને પણ જીત્યા હતા,
એક વખતે શ્રેણિક રાજાએ અભયકુમારને કહ્યું કે, “વત્સ ! હવે તું રાજ્યને આશ્રય કર, એટલે હું પ્રતિદિન શ્રી વિરપ્રભુની સેવાના સુખને આશ્રય કરૂં. પિતાની આજ્ઞાના ભંગથી અને સંસારથી ભીરૂ એ અભયકુમાર બેલ્યો કે-“આપ જે આજ્ઞા કરે છે તે ઘટિત છે, પણ તેને માટે હજુ થોડીક રાહ જુઓ” આવી વાત ચાલે છે તેવામાં શ્રી વિરપ્રભુ ઉદાયન રાજાને દીક્ષા આપી મરૂમડીમાંથી ત્યાં આવીને સમવસર્યા. તે ખબર સાંભળી “આજે મારે સારે નશીબે ભગવંત અહીં પધાર્યા એમ વિચારી હર્ષ પામીને અભયકુમાર પ્રભુની પાસે આવ્યા અને ભગવંતને ભક્તિથી નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા“હે સ્વામિન્ ! જે જીવનું એકાંત નિત્યપણું માનીએ તો કૃતનાશ અને અકૃતાગમ દેષ આવે છે અને એકાંત અનિત્યપણું માનીએ તો પણ કૃતનાશ અને અકૃતાગમ દોષ આવે છે. વળી જે આત્માનું એકાન્ત નિત્યપણું લઈએ તો સુખદુઃખને ભેગ રહેતો નથી, અને એકાંત અનિત્યપણું લઈએ તો પણ સુખ દુઃખનો ભાગ રહેતો નથી, પુણ્ય અને પાપ તથા બંધ અને મેક્ષ જીવને એકાંત નિત્ય માનનારા દર્શનમાં સંભવતા નથી તેમજ એકાંત અનિત્ય માનનારા દર્શનમાં પણ સંભવતા નથી. ક્રમ અને અનુક્રમ વડે જે જીવને નિત્ય માનીએ તો તેને અર્થક્રિયા ઘટતી નથી. તેમજ જે એકાંત ક્ષણિકપણું માનીએ તો પણ અર્થ ક્રિયા ઘટતી નથી. તેથી હે ભગવન્! જે તમારા કહેવા પ્રમાણે વસ્તુનું નિત્યાનિત્ય સ્વરૂપ હોય તો તે યથાર્થ હોઈને તેમાં કોઈ પણ દેષ આવતો નથી. ગોળ કફને ઉત્પન્ન