Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 181
________________ ૧૬૬ સગ ૧૧ મા વનમાં આવ્યા. પરિવારને દૂર રાખી પોતે જાણે શકુન શેાધતો હોય તેમ હળવે હળવે વનમાં પેઠા. તે માયાવી હાથીની પાસે આવીને કિ નરને પરાભવ કરે તેમ ઉ ંચે સ્વરે ગાવા લાગ્યા. જેમ જેમ ઉડ્ડયન અમૃત જેવું સ્વાદિષ્ટ ગાયન ગાવા લાગ્યા તેમ તેમ હાથીની અંદર રહેલા પુરૂષો તે કૃત્રિમ હસ્તીના અંગને સ્તબ્ધ કરવા લાગ્યા. કૌશાંમીપતિ ઉડ્ડયન તે ગજેન્દ્રને પોતાના ગીત વડે મેાહિત થયેલ જાણીએ 'ધકારમાં ચાલતો હોય તેમ હળવે હળવે તેની પાસે આવ્યા. પછી ‘આ હાથી મારા ગીતથી સ્તબ્ધ બની ગયા છે,’ એમ ધારી તે રાજા વૃક્ષ પર પક્ષીની જેમ છલ'ગ મારીને તેની ઉપર ચડી બેઠો. એટલે તત્કાળ પ્રદ્યોતરાજાના સુભટાએ હાથીના ઉદરમાંથી બહાર નિકળી વત્સરાજ (ઉડ્ડયન)ને હાથીના સ્ક'ધ ઉપરથી પાડીને બાંધી લીધેા. એકલા, શસ્ત્ર વગરના એક વિશ્વાસી એવા ઉદયનને ડુક્કરને શ્વાન ઘેરી લે તેમ સુભટોએ ઘેરી લીધા, તેથી તેણે કાંઈ પણ પરાક્રમ બતાવ્યું નહી’. સુભટોએ ઉદયનને અવંતી લાવી ચ'ડપ્રદ્યોતને સાંપ્યા, એટલે રાજાએ તેને કહ્યું કે, ‘મારે એક આંખવાળી પુત્રી છે, તેને તમે તમારી ગંધ કાળા શીખવેો. મારી દુહિતાને અભ્યાસ કરાવવાથી તમે મારા ઘરમાં સુખે રહી શકશેા, નહીં તો બધનમાં આવવાથી તમારૂ' જીવિતવ્ય મારે આધિન છે,’ ઉદયને વિચાર કર્યા કે, “હાલ તો આ કન્યાને અભ્યાસ કરાવીને હું કાળ નિગ મન કરૂં. કેમકે જીવતા નર ભદ્ર જુવે છે.” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને વત્સરાજે ચડપ્રદ્યોતની આજ્ઞાને કબુલ કરી. “જે સમયને જાણે તે જ પુરૂષ છે.’” પછી ચડપ્રદ્યોતે કહ્યું, મારી દુહિતા કાણી છે, માટે તું તેને દિ પણ જોઈશ નહીં, જોઈશ તા તે લજજા પામશે.' આ પ્રમાણે ઉદયનને કહીને તે અંતઃપુરમાં ગયા અને રાજ કુમારીને કહ્યું કે, “તારે માટે ગાંધČવિદ્યા શીખવનાર ગુરૂ આવેલ છે, પણ તે કુષ્ટિ છે, માટે તારે તેને પ્રત્યક્ષ જોવા નહીં.” કન્યાએ તે વાત સ્વીકારી. પછી વત્સરાજે તેણીને ગાંધ વિદ્યા શીખવવા માંડી. પર’તુ પ્રદ્યોતરાજાએ બંનેને ઠંગેલા હૉવાથી તેએ એકબીજાની સામું જોતા નહી.. એક વખતે ‘હું આને જોઉં તા ઠીક' એમ વાસવદત્તાના મનમાં આવ્યું; તેથી તે ભણવામાં શૂન્ય મનવાળી થઇ ગઈ. કેમકે ‘મનને આધીન ચેષ્ટા થાય છે.’ વત્સરાજે તે વખતે અભ્યાસમાં શુન્યત્તા જોઇને અવતીપતિની કુમારીને તરછોડીને કહ્યું કે, અરે કાણી શીખવામાં ધ્યાન નહી આપીને તું ગાંધવ શાસ્ત્રને કેમ વિનાશ કરે છે ? શુ તું દુ:શિક્ષિતા છું ?” આવા તિરસ્કારથી કાપ પામીને તેણીએ વત્સરાજને કહ્યું કે, ‘શું તું જાતે કુણી છું તે જોતા નથી કે મને મિથ્યા કાણી કહે છે.' વત્સરાજે વિચાયુ કે ‘જેવા હુ કુષ્ટી છું, તેવી જ આ કાણી હશે, અર્થાત્ તે ખ'ને વાત ખાટી જણાય છે. માટે અવશ્ય તેને જોઉ'.' આવા વિચાર કરી ચતુર ઉદયને તરત જ મધ્યમાં રહેલ વસ્ત્રના પડદા દૂર કર્યા, એટલે વાદળાંમાંથી મુક્ત થયેલ ચદ્રલેખા જેવી વાસવદત્તા તેના જોવામાં આવી વાસવદત્તાએ પણ લેાચન વિસ્તારીને સાક્ષાત્ કામદેવ જેવા સર્વાંગ સુંદર ઉડ્ડયનકુમારને જોયા, વાસવદત્તાએ અને વત્સરાજે પરસ્પર જોઇને અનુરાગની સમૃદ્ધિને સૂચવનારૂ હાસ્ય કર્યું. પ્રદ્યોતકુમારી ખેલી કે–હે સુ`દર ! મને ધિક્કાર છે કે મારા પિતાએ છેતરવાથી અમાવાસ્યા તરીકે ગણાયેલા ચંદ્રની જેમ મેં તમને આજ સુધી જોયા નહીં. હે કલાચાય ! તમે તમારી કળા જે મારામાં સંક્રમિત કરી છે તે તમારા ઉપયાગમાં જ આવેા. અર્થાત્ તમે જ મારા પતિ થાઓ.' વત્સરાજે કહ્યું કે, ભદ્રે ! તું કાણી છું એમ કહીને તારા પિતાએ મને પણ તને જોવાથી નિવાર્યો અને આજ દિન સુધી છેતો. હે કાંતે ! હાલ તા અહીં રહેતાં આપણા ચાગ થાઓ. પછી જ્યારે સમય આવશે ત્યારે અમૃતને ગરૂડ લઇ ગયા તેમ હું તને હરી

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232