________________
૫ ૧૦ મ
૧
પ્રમાણે દેવતાનાં ચિહ્ન જો મળતાં આવશે તો તો હું આના સત્ય ઉત્તર આપીશ; અન્યથા તેના જેમ ઠીક લાગશે તેવે ઉત્તર આપીશ' આવા વિચાર કરી તેણે પ્રતિહારી,ગધા, અપ્સરાઓ વિગેરેની તરફ જોયુ તો તે બધાને પૃથ્વીપર સ્પર્શ કરતા, પ્રસ્વેદથી મલીન થયેલા, પુષ્પની માળા કરમાયેલા અને નેત્રમાં નિમેષવાળા )મટકું મારતા) દીઠા. પ્રભુનાં વચનને આધારે તે બધું કપટ જાણીને રેાહિણીએ ઉત્તર આપવાના વિચાર કરી લીધા. ફરીને પેલા પુરૂષ ખેલ્યા કે-કહો, તમારા ઉત્તર સાંભળવાને આ સ` દેવ દેવીઓ ઉત્સુક થયેલા છે.' પછી રોહિણેય બેલ્યા કે-મે પૂર્વજન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે, જિનચૈત્ય કરાવ્યાં છે, જિનબિંબ રચાવ્યાં છે, અષ્ટપ્રકારની પૂજાવડે તેમને પૂયા છે, તીથ યાત્રાએ કરી છે અને સદ્દગુરૂની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં સુકૃત્યા કરેલાં છે.' પછી પેલા દડધારી ખેલ્યો કે, ‘હવે જે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહો.’ રહિષ્ણેય ખોલ્યા કે‘સાધુના સંસČથી મેં કાંઈ પણ દુષ્કૃત્ય તા કર્યું જ નથી.' પ્રતિહાર ફરીથી ખેલ્યા કે– ‘એક સરખા સ્વભાવથી આખા જન્મ વ્યતિત થતા નથી,’ તેથી જે કાંઈ ચારી, જારી વગેરે દુષ્કૃત્ય કર્યા... હાય તે પણુ કહેા.' રૌહિણેય બોલ્યા કે–જો આવાં દુષ્કૃત્ય કર્યા હોય તે તે શું સ્વર્ગ લેાકને પામે ? શું આંધળા માણસ પર્યંત ઉપર ચઢી શકે ?”
પછી છડીદારે આ બધું અભયકુમારને કહ્યું અને અભયકુમારે શ્રેણિકરાજાને જણાવ્યું. શ્રેણિક ખેલ્યા કે–“આટલા ઉપાયાથી પણ જે ચાર તરીકે પકડી ન શકાય તેવા ચારને છોડી મૂકવા જોઇ એ. કારણ નીતિનું ઉદ્ઘઘન કરવુ ચેાગ્ય નથી.’’રાજાનાં આ પ્રમાણેનાં વચનથી અભયકુમારે રૌહિય ચારને છેડી મૂકયો. કોઈવાર વચના કરવામાં ચતુર એવા પુરૂષાથી ડાહ્યા પુરૂષો પણ ઠગાય છે.”
ત્યાંથી છુટી ગયા પછી રૌહિણેયે વિચાયું કે, “મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હુ` ભગવંતના વચનામૃતથી આજ દિન સુધી નિર્ભાગી રહ્યો. આટલુ એક પણ પ્રભુનું વચન જો મારે કાને ન આવ્યું હોત તેા અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભાગવી ચમ રાજના દ્વારે પહેાંચી ગયા હેાત. તે વખતે મેં અનિચ્છાથી ભગવ ́તનું વચન ગ્રહણ કર્યું. હતું, છતાં પણ તે રોગીને ઔષધની જેમ મને જીવનરૂપ થઈ પડયુ.. અહતનાં વચનને ત્યાગ કરીને આજ સુધી મે ચારની વાણીમાં પ્રીતિ કરી ! આ તો કાગડાની જેમ આમ્રફળને છેડી દઈ ને લીબડાના ફળમાં પ્રીતિ કર્યા જેવું મેં કર્યું'. મને ધિક્કાર છે ! જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તા જો તેમના સર્વ ઉપદેશ સાંભળ્યેા હોય તે શુ ફળ ન આપે ?” મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે તરત જ ભગવતની પાસે ગયા. પ્રભુના ચરણમાં પ્રણામ કરીને તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–
હે નાથ ! ઘાર વિપત્તિરૂપી અનેક મગરમચ્છાથી આકુળવ્યાકુળ એવા આ સસારસાગરમાં લોકોમાં પ્રસરતી તમારી દેશનાની વાણી નૌકાની પેઠે આચરણ કરે છે. હું ત્રણ જગતના ગુરૂ! આપ્ત છતાં અનાપ્તપણાને માનતા એવા મારા પિતાએ તમારાં વચન સાંભળવાના નિષેધ કરીને મને આટલા વખત સુધી ઠગ્યા છે. હું ત્રિલેાકપતિ ! જે કર્ણાંજલિરૂપ સંપુટથી તમારાં વચનામૃતને શ્રદ્ધાપૂર્વક પીવે છે તેને ધન્ય છે. હુ' એવા પાપી હતા કે જે તમારાં વચનને નહિ સાંભળવાની ઇચ્છાએ કાને હાથ દઈ ને આ સ્થાનને આળગી જતા હતા. તેવામાં એકવાર ઇચ્છા વગર મેં તમારૂ વચન સાંભળ્યું હતુ, પરંતુ મત્રાક્ષર જેવા તે વચનવડે રાજારૂપ રાક્ષસથી મારી રક્ષા થઇ છે. હે જગત્પતિ ! જેવી રીતે મને મરણથી બચાવ્યા છે તેવી જ રીતે આ સંસારમાગરમાં ડુબી જવાથી પણ મને ખચાવા.’
૨૧