________________
૧૪૬
સર્ગ ૯ માં ચારિત્રાવરણીય કર્મના ઉદયથી મહર્ષિ કંડરીકનું મન ચલિત થયું. તેણે ચિંતવ્યું કે, “મારે હવે આ દીક્ષાથી સર્યું, મારે ભાઈ જે પ્રથમ મને રાજ્ય આપતો હતો, તે હું ગ્રહણ કરીશ.” આવું વિચારી ભગ્નચિત્તે તત્કાળ તે પુંડરીકિશું નગરીએ આવ્યું અને તેના ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે લીલા પત્ર વિગેરેના શીતળ સંથારા ઉપર આળોટવા લાગ્યો. પોતાની ઉપાધિ ઝાડ સાથે લટકાવી દીધી. ઉદ્યાનપાળકની મારફત તેણે પોતાના આવવાના ખબર રાજાને આપ્યા, એટલે રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું અને તેમને વંદન કરી. પછી વૃક્ષ ઉપર ઉપકરણ લટકાવી લીલોતરીને સંથારો કરીને પડેલે તેને જોઈને “એ મુનિ પણાથી નિર્વેદ પાયે હશે એવું વિચારી પુંડરીક રાજા પોતાના મંત્રીઓ પ્રત્યે બોલ્ય કે- અરે ભાઈઓ ! તમને યાદ છે કે, જ્યારે આણે બાલ્યાપણાને લીધે સાહસથી વ્રત ગ્રહણ કર્યું, ત્યારે મેં તેને વાર્યો હતો. આ પ્રમાણે કહી પુંડરીકે તેણે ઇરછેલા રાજ્ય ઉપર તેને બેસાડ, રાજ્યચિહને અર્પણ કર્યા, અને પોતે તેની પાસેનું યતિલિંગ ગ્રહણ કરી શુદ્ધ બુદ્ધિએ દીક્ષા લઈને ત્યાંથી વિહાર કર્યો. અહીં “આણે અનને માટે રાંકની જેમ વ્રત ભગ્ન કયું? એમ કહી કહીને સેવક લેકે કંડરીકનું ઉપહાસ્ય કરવા લાગ્યા, તેથી તે હૃદયમાં ઘણે કોપાયમાન થયું. પરંતુ તેણે ચિંતવ્યું કે, “પ્રથમ હું સારું સારું ભોજન કરૂં, પછી આ ઉપહાસ્ય કરનારાઓને વધુ વિગેરે શિક્ષા કરીશ.” આવું ચિંતવી તે રાજમહેલમાં ગયે. પછી પ્રાતઃકાળે યુવાન પારેવું ખાય તેમ તેણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ–એમ ત્રણે પ્રકારને આહાર કંઠ સુધી ખાધે, અને રાત્રે વિષયભેગને માટે જાગરણ કર્યું. તે રાત્રીજાગરણથી અને અતિ આહારના દુર્જરપણાથી તેને વિસૂચિકા થઈ, તેથી મોટી અરતિ ઉત્પન થઈ પવનથી પૂરાયલી ધમણની જેમ તેનું ઉદર પ્રફુલ્લિત થયું, પવનને રેપ થયે અને માટે તૃષાને દાહ થયો. તે વખતે “આ પાપી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયે” એવું ધારી તેના મંત્રી વિગેરેએ તેની ચિકિત્સા કરી નહીં, તેથી તે અતિ વ્યથાથી ચિંતવવા લાગ્યો કે, “જે હું આ રાત્રિ કેઈ પણ પ્રકારે નિર્ગમન કરૂં તો પ્રાત:કાળે આ બધા અધિકારીઓને કુટુંબ સહિત મારી નંખાવું.” આવી રીતે કૃષ્ણલેશ્યાથી અને મહા રૌદ્રધ્યાનથી તે મૃત્યુ પામીને સાતમી નારકે અપ્રતિષ્ઠાન નરકા વાસમાં ઉત્પન્ન થયો.
અહીં પંડરીક મુનિ ચિંતવવા લાગ્યા કે “સારે ભાગ્યે ચિરકાળ થયા ઈછેલે યતિધર્મ મને પ્રાપ્ત થયે છે, તો હવે તેને ગુરૂની સાક્ષીએ ગ્રહણ કરૂં.” આવું ધારી ગુરૂની પાસે જવા ચાલ્યા. ગુરૂની સમીપે જઈ વ્રત ગ્રહણ કરીને પુંડરીક મુનિએ અમનું પારણું કર્યું, પરંતુ નિરસ, ટાઢ અને લુખે આહાર લેવાથી તેમજ ગુરૂ પાસે આવવા માટે ઉતાવળ ચાલ્યા આવવાથી, કેમળ ચરણમાંથી નીકળતા રૂધિરથી બહુ પરિશ્રમ પામતાં ગામની અંદર જઈ ઉપાશ્રય માગી અતિ ખેદથી ઘાસના સંથારાપર સુતા, દીક્ષા લીધા છતાં હું ગુરૂની પાસે જઈ ક્યારે દીક્ષા લઉં ?' એવું જ ચિંતવન કરતા છતા તેજ રાત્રિએ આરોધન કરી શુભધ્યાનપરાયણપણે પુષ્ટ અંગે જ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન થયા. તેથી હે સભાજને ! તપસ્વીઓને કુશપણું હોય કે પુષ્ટપણું હોય એવું કાંઈ પ્રમાણ નથી. શુભ ધ્યાન જ પરમ પુરુષાર્થનું કારણભૂત છે. આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેલું પંડરીકનું અધ્યયન પાસે બેઠેલા વૈશ્રવણના સામાનિક દેવે એકનિષ્ઠાથી શ્રવણ કર્યું. વૈશ્રમણે પણ સમક્તિ પ્રાપ્ત કર્યું અને ગૌતમસ્વામીએ પિતાને અભિપ્રાય જાણી લીધે તેથી હર્ષ પામી તે પોતાના સ્થાન પ્રત્યે ગયે. - આ પ્રમાણે દેશના આપી બાકીની રાત્રિ ત્યાંજ નિર્ગમન કરી ગૌતમસ્વામી પ્રાતઃકાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યાએટલે રાહ જોઈ રહેલા પેલા તાપસના જોવામાં આવ્યા.