________________
૧૪૪
સર્ગ ૯ મા
કસાઈનું કામ છોડાવ્યું છે. સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે, “હે રાજન ! તેણે અંધકૃપમાં પણ મૃત્તિકાના પાંચસે પાડા બનાવીને હણ્યા છે. તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જોવામાં આવ્યું, એટલે તેને બહુ ઉદ્વેગ થયે કે, “મારા પૂર્વ કર્મને ધિક્કાર છે, તેવા દુષ્કર્મના ગથી ભગવંતની વાણી અન્યથા થશે નહીં.”
સુરાસુરોએ સેવાતા શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને પરિવાર સાથે પૃષચંપાનગરીએ પધાર્યા. ત્યાં સાલ નામે રાજા અને મહાસાલ નામે યુવરાજ તે બંને બંધુ, ત્રિજગતના બંધુ શ્રી વીરપ્રભુને વાંદવાને આ ગ્યા. પ્રભુની દેશના સાંભળીને તે બંને પ્રતિબોધ પામ્યા, એટલે યશામતી અને પિઠરનો ગાગલી નામે પુત્ર કે જે તેમને ભાણેજ થતો હતો, તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો અને તે બંનેએ સંસારવાસથી વિરક્ત થઈને શ્રી વિરપ્રભુના ચરણકમળમાં જઇ દીક્ષા લીધી. ભગવંત શ્રી વીરપ્રભુ કાળાંતરે વિહાર કરતાં કરતાં પરિવાર સાથે ચેત્રીશ અતિશય સહિત ચંપાપુરીએ પધાર્યા. પ્રભુની આજ્ઞા લઈને ગૌતમસ્વામી સાલ અને મહાસાલ સાધુની સાથે પૃષ્ટચંપાનગરીએ ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી, તેમજ તેના માતાપિતા અને બીજા મંત્રી વિગેરે પરજનોએ પણ તેમને વંદના કરી. પછી દેવતાએ રચેલા સુવર્ણના કમળ ઉપર બેસીને ચતુર્ણાની ઇન્દ્રભૂતિએ ધર્મદેશના આપી. તે સાંભળી ગાગલી પ્રતિબોધ પામ્યો; એટલે પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી પિતાના માતાપિતા સહિત તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા લીધી. તે મુનિઓથી અને સાલ મહાસાલથી પરિવૃત્ત થયેલા ગૌતમસ્વામી ચંપાનગરીમાં પ્રભુને વાંદવા ચાલ્યા. ગૌતમસ્વામીની પાછળ ચાલ્યા આવતાં માર્ગમાં શુભ ભાવનાથી તે પાંચને કેવળજ્ઞાન ઉતપન્ન થયું સર્વ ચંપાપુરીમાં આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી, અને ગૌતમસ્વામીને પ્રણામ કર્યો. પછી તીર્થને નમીને તે પાંચે કેવળીની પર્વદામાં ચાલ્યા, ગૌતમે કહ્યું કે પ્રભુને વંદના કરો.” પ્રભુ બોલ્યા કે-ગૌતમ! કેવળીની આશાતના કરો નહીં. તત્કાળ ગૌતમે મિથ્યા દુષ્કૃત આપી તેમને ખમાવ્યા.
પછી ગૌતમ ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, “શું મને કેવળજ્ઞાન ઉત્પન્ન નહિ થાય? શું હું આ ભવમાં સિદ્ધ નહીં થાઉ?” અને વિચાર કરે છે તેવામાં જે અષ્ટાપદ ઉપર પિતાની લબ્ધિવડે જઈ ત્યાં રહેલા જિનેશ્વરને નમી એક રાત્રિ ત્યાં રહે, તે તેજ ભવમાં સિદ્ધિને પામે.” આ પ્રમાણે અરિહંત ભગવંતે દેશનામાં કહ્યું છે, એમ પિતાને દેવતાઓએ કહેલું તે સંભારી, દેવવાણીની પ્રતીતિ આવવાથી તત્કાળ ગૌતમસ્વામીએ અષ્ટાપદ ઉપર રહેલા જિનબિંબોના દર્શન માટે ત્યાં જવાની ઈચ્છા કરી. ત્યાં ભવિષ્યમાં તાપસને પ્રતિબંધ થવાને જાણી પ્રભુએ ગૌતમને અષ્ટાપદ તીર્થે તીર્થકરને વાંદવા જવાની આજ્ઞા આપી. પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી ગૌતમ હર્ષ પામ્યા અને ચારણલબ્ધિથી વાયુ જેવા વેગવડે ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહોંચ્યા. એ અરસામાં, કૌડિન્ય, દત્ત અને સેવાલ વિગેરે પંદરસો તપસ્વીઓ અષ્ટાપદને મોક્ષનો હેતુ સાંભળી તે ગિરિ ઉપર ચડવા આવ્યા હતા. તેમાં પાંચસો તપસ્વીએ ચતુર્થ તપ કરી આ કદાદિનું પારણું કરતા છતા અષ્ટાપદની પહેલી મેખલા સુધી આવ્યા હતા. બીજા પાંચસો તાપસી છઠ્ઠ તપ કરી સુકા કંદાદિનું પારણું કરતા છતા બીજી મેખલા સુધી આવ્યા હતા, ત્રીજા પાંચસો તાપસે અમને તપ કરી સુકી સેવાલનું પારણું કરતા છતા ત્રીજી મેખલા સુધી આવ્યા હતા. ત્યાંથી ઉચે ચડવાને અશક્ત થવાથી તે ત્રણે સમૂહ પહેલી, બીજી ને ત્રીજી મેખળાએ