________________
૧૪ર
સહુ મા
વ્રુક્ષની જેમ તેના સર્વાં અંગ પાછા પ્રકૃતૃિત થઈ ગયા. આરોગ્ય થવાથી હર્ષ પામી તે વિપ્ર પાતાના ઘર તરફ પાછા વળ્યા. “પુરૂષોને શરીરની આરોગ્યતા પ્રાપ્ત થતાં જન્મભૂમિ શગારરૂપ થાય છે.’ કાંચળીથી મુક્ત થયેલા સર્પની જેમ દૈદિપ્યમાન શરીરવાળા તેને નગરજનાએ વિસ્મય પામીને નગરીમાં પ્રવેશ કરતા જોયા. નગરજના તેને એવા આરોગ્યવાળા જોઈ ને પૂછતા કે ‘અરે ! તું જાણે ફરીને જન્મ્યા હોય તેમ આવા સાજો શી રીતે થયા ? ત્યારે કહેતો કે, દેવતાના આરાધનથી થયા.' અનુક્રમે તે પોતાને ઘેર ગયા. ત્યાં તેણે પેાતાના બધા પુત્રોને કુષ્ટી થયેલ જોયા. એટલે હુ પામીને ખેલ્યા કે, તમને મારી અવજ્ઞાનું ફળ કેવું સારૂ મળ્યુ છે ?' તે સાંભળી પુત્રા ખોલ્યા- અરે નિ ય પિતા ! તમે દ્વેષીની જેમ અમારા જેવા વિશ્વાસી ઉપર આ શું કર્યુ· ?” આ વાત સાંભળી લેાકે પણ તેના પર બહુ આક્રોશ કરવા લાગ્યા. તેથી તે ત્યાંથી નાશીને હે રાજન્ ! તારા નગરમાં આવી નિરાશ્રયપણે આજીવિકાને માટે ભમતાં તારા દ્વારપાળને આશ્રયે આવીને રહ્યો. તેવામાં અમારૂં અહી' આવવુ' થયુ; એટલે દ્વારપાળ પેાતાના કામ ઉપર તે બ્રાહ્મણને જોડી દઈને અમારી ધ દેશના સાંભળવા આવ્યા. પેલે વિપ્ર દરવાજા પાસે બેઠો. ત્યાં દુ દેવીની આગળ અલિદાન મૂકવામાં આવેલુ તે જોઈ અત્યંત ક્ષુધાથી કષ્ટ પામતાં તેણે જાણે જન્મમાં પણ દીઠું ન હાય તેમ પુષ્કળ ખાધું. પછી કંઠે સુધી અન્નને ભરવાના દોષથી તેમજ ગ્રીષ્મૠતુની ગરમીથી તેને ઘણી તૃષા લાગી, તેથી મરૂભૂમિના પાંથની જેમ તે આકુળવ્યાકુળ થઈ ગયો પણ પેલા દ્વારપાળના ભયથી તે દ્વારનુ સ્થાન છેાડી કાંઇ પણ પરબ વિગેરેમાં પાણી પીવા માટે જઇ શકયો નહીં. તે વખતે તે જળચર જીવાને ખરેખરા ધન્ય માનવા લાગ્યા. છેવટે પાણી પાણી પાકારતા તે બ્રાહ્મણ તૃષાત પણે મૃત્યુ પામી આ નગરના દ્વાર પાસેની વાવમાં દેડકા થયો. અમે વિહાર કરતાં કરતાં પાછા ફરીને આ નગરે આવ્યા, એટલે લેાકેા સ`ભ્રમથી અમને વાંઢવાને માટે આવવા લાગ્યા. તે વખતે પેલી વાપિકામાંથી જળ ભરતી સ્ત્રીઓના મુખથી અમારા આગમનના વૃત્તાંત સાંભળી તે વાપિકામાં રહેલા પેલેા દેડકે વિચારવા લાગ્યો કે, મે આવું પૂર્વ સાંભળ્યુ છે.' વાર વાર તેના ઉહાપેાહ કરતાં સ્વપ્નના સ્મરણની જેમ તેને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તે દુષ્ટ ચિંતવ્યું કે, “પૂર્વે દ્વાર ઉપર મને રાખીને દ્વારપાળ જેને વાંઢવાને ગયો હતા, તે ભગવંત જરૂર અહીં આવ્યા હશે. તેમને વાંદવાને જેમ આ લેકે જાય છે તેમ હું પણ જાઉં, કેમકે ગગા નદી સને સરખી છે, કાઇના બાપની નથી,’” આવું ધારી તે દુર અમને વાંઢવાને વાપિકાની બહાર ઠેકીને નીકળ્યો. ત્યાંથી અહી આવતાં માર્ગમાં તારા ઘેાડાની ખરીથી ચઢાઇને મૃત્યુ પામી ગયો; પરંતુ અમારી તરફના ભક્તિભાવ સાથે મૃત્યુ પામવાથી તે દ રાંક નામે દેવતા થયો. “અનુષ્ટાન વિના પણ ભાવના ફળે છે.”
આજેજ ઈંદ્રે સભામાં કહ્યુ કે, ‘શ્રેણિક જેવા શ્રદ્ધાળુ કાઈ શ્રાવક નથી.’ તે વચન ઉપર શ્રદ્ધા ન આવવાથી દદુ રાંક દેવ તમારી પરીક્ષા લેવાને માટે અહીં આવ્યો હતા. તેણે ગેશી ચંદનવડે મારા ચરણને ચર્ચિત કર્યા હતા, પણ તમારી દૃષ્ટિના માહથી તમને બધું ફેરફાર જોવામાં આવ્યું હતું. શ્રેણિકે પૂછ્યું કે- હે નાથ ! આપે છીંક ખાધી તે વખતે તે અમાંગળિક આલ્યા, અને બીજાની છીકા વખતે માંગળિક ખોલ્યા, તેનું શું કારણ ?” પ્રભુ આલ્યા કે –“તમે હજુ સુધી આ સંસારમાં કેમ રહ્યા છે, શીઘ્ર મોક્ષે જાઓ, એવુ ધારી તેણે મને કહ્યું કે, મૃત્યુ પામે.’ હે નરકેશરી રાજા ! તને કહ્યું કે ‘જીવા’ તેને આશય એવા છે કે, તને જીવતાં જ સુખ છે, કારણ કે મૃત્યુ પછી તારી ગતિ નરકમાં થવાની છે. અને અભયકુમારને કહ્યુ` કે, ‘જીવા કે, મા' એથી કે, જો તે જીવતો હશે તો ધમ કરશે