________________
પર્વ ૧૦ મું
૧૫૫ આ પ્રમાણે હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી. પછી શાલિભદ્ર કહ્યું કે “માતા ! જો એમ હોય તો મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપે; હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું તેવા પિતાને પુત્ર છું.” ભદ્રા બેલી-વત્સ! તારે વ્રત લેવાને ઉદ્યમ યુક્ત છે, પણ તેમાં તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે. તે પ્રકૃતિમાં સુકમળ છે અને દિવ્ય ભાગેથી લાલિત થયેલ છે, તેથી મોટા રથને નાના વાછડાઓની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ?” શાલિભદ્ર બે હે માતા ! ભેગલાલિત થયેલા જે પુરૂષ વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હોતા નથી.” ભદ્રા બોલી-હે વત્સ! જે તારે એવો જ વિચાર હોય તો ધીમે ધીમે-છેડે થોડે ભેગને ત્યાગ કરી મનુગની મલિનતી ગંધને સહન કર કે જેથી તે અભ્યાસ પડે, પછી વ્રત ગ્રહણ કરજે. શાલિભદ્રે તે વચન સત્વરે માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને અને એક એક શય્યાને તજવા લાગ્યો.
તેજ નગરમાં ધન્ય નામે એક મોટો ધનવાન શેઠ રહેતો હતો કે જે શાલિભદ્રની કનિષ્ટ ભગિનીને પતિ થતો હતા. પિતાના બંધુના આ ખબર સાંભળવાથી પિતાના પતિને
ત્વવરાવતાં શાલિભદ્રની બેનની આંખમાં આંસુ આવ્યા. તે જોઈ ધન્ય પૂછયું કે, “શા માટે રૂએ છે?” ત્યારે તે ગદ્દગદ્દ અક્ષરે બોલી કે- “હે સ્વામી ! મારો ભાઈ શાલિભદ્ર વ્રત લેવાને માટે પ્રતિદિન એક એક સ્ત્રી અને એક એક શમ્યા તજી દે છે, તેથી હું રૂદન કરૂં છું.” તે સાંભળી ધન્ય મશ્કરીમાં કહ્યું કે, “જે એવું કરે તે તો શિયાળના જે બીકણ ગણાય. તેથી તારે ભાઈ પણ હીનસત્વ લાગે છે.” તે સાંભળી તેની બીજી સ્ત્રીએ હાસ્યમાં બોલી ઉઠી કે- હે નાથ ! જે વ્રત લેવું સહેલું છે તો તમે કેમ નથી લેતા ?' ધન્ય બોલ્યા કે મને ત્રત લેવામાં તમે વિનરૂપ હતી, તે આજે પુણ્ય યોગે અનુકૂળ થઈ, તો હવે હું સત્વર ત્રત લઈશ.” તેઓ બોલી કે પ્રાણેશ! પ્રસન્ન થાઓ, અમે તો મશ્કરીમાં કહેતી હતી. સ્ત્રીઓનાં આવાં વચનના ઉત્તરમાં “આ સ્ત્રી અને દ્રવ્ય વિગેરે સર્વ અનિત્ય છે, નિરંતર ત્યાગ કરવાને ગ્ય છે, માટે હું તો અવશ્ય દીક્ષા લઈશ.” આ પ્રમાણે બોલતો ધન્ય તરત જ ઊભે થયે; એટલે અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું.' એમ સર્વ સ્ત્રીએ બોલી. પિતાના આત્માને ધન્ય માનનારા મહા મનસ્વી ધન્ય તેમાં સંમતિ આપી.
આ અરસામાં શ્રી વિરપ્રભુ વૈભારગિરિ ઉપર સમવસર્યા. ધન્ય ધર્મમિત્રના કહેવાથી તે ખબર જાણ્યા, એટલે તરતજ દિનજનેને પુષ્કળ દાન આપી સ્ત્રીઓ સહિત શિબિકામાં બેસી ભવભ્રમણથી ભય પામેલે ધન્ય મહાવીર ભગવંતના ચરણને શરણે આવ્યું પ્રભુની પાસે સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. તે ખબર સાંભળી શાલિભદ્ર પિતાને વિજિત માની ત્વરા કરવા લાગ્યા. પછી શ્રેણિક રાજાએ અનુસરેલા શાલિભદ્દે પણ તરતજ શ્રી વીરપ્રભુની પાસે આવીને વ્રત ગ્રહણ કર્યું. શ્રી વિરપ્રભુએ યુથ સહિત ગજેન્દ્રની જેમ ત્યાંથી બીજે વિહાર કર્યો.
ધન્ય અને શાલિભદ્ર બંને અનુક્રમે બહુશ્રુત થયા અને ખડ્ઝની ધારા જેવું મહાતપ કરવા લાગ્યા. શરીરની કિંચિત્ પણ અપેક્ષા વગરના તેઓ પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ અને ચાર માસની તપસ્યા કરીને પારણું કરતા હતા. તેવી ઉગ્ર તપસ્યાથી માંસ અને રૂધિર વગરના શરીરવાળા થયેલા ધન્ય અને શાલિભદ્ર ચામડા ના ધમણ જેવા દેખાવા લાગ્યા. અન્યદા શ્રી વીરસ્વામીની સાથે તે બંને મહામુનિ પિતાની જન્મભૂમિ રાજગૃહી