________________
પર્વ ૧૦ મું -
૪૫ અટકી રહ્યા હતા. તેવામાં સુવર્ણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગૌતમને તેમણે ત્યાં આવતા દીઠા. તેમને જોઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે શરીરે કૃશ થઈ ગયા છીએ, તથાપિ અહીંથી આગળ ચડી શકતા નથી, તે આ સ્થૂળ શરીરવાળા મુનિ કેમ ચડી શકશે ?? આ પ્રમાણે તેઓ વાતચીત કરે છે, તેવામાં તે ગૌતમ તે મહાગિરિપર ચડી ગયા અને ક્ષણમાં દેવની જેમ તેમનાથી અદશ્ય પણ થઈ ગયા પછી તેઓ પરસ્પર બોલ્યા કે, “આ મહર્ષિની પાસે કઈ મહાશક્તિ છે, તેથી જે તે અહી પાછા આવશે, તે આપણે તેના શિષ્ય થઈશુ.” આ નિશ્ચય કરી તે તાપસો એક ધ્યાને બધુની જેમ આદરથી તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા.
અહી ગૌતમ સ્વામીએ ભરતેશ્વરે કરાવેલા નંદીવર દ્વીપની રૌત્ય જેવા ચૈત્યમાં પ્રવેશ કર્યો, અને તેમાં રહેલા ચોવીશ તીર્થકરોના અનુપમ બિંબને તેણે ભક્તિથી વંદના કરી. પછી રૌત્યમાંથી નીકળીને ગૌતમ ગણધર એક મેટા અશોકવૃક્ષ નીચે બેઠા. ત્યાં અનેક સુર અસુર અને વિદ્યાધરેએ તેમને વંદના કરી. ગૌતમે તેમને યેગ્યતા પ્રમાણે ધર્મદેશના આપી અને તેમણે પૂછેલા સંદેહો તર્કશક્તિ વડે કેવળીની જેમ દૂર કર્યા. દેશના આપતાં પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે, “સાધુઓ શરીરે શિથિલ થઈ ગયા હોય છે, અને તેઓ ગ્લાનિ પામી જવાથી માત્ર જીવસત્તાવડે ધ્રુજતા ધ્રુજતા ચાલે એવા થઈ જાય છે. ગૌતમસ્વામીનાં આવાં વચન સાંભળી વૈશ્રવણ (કુબેર) તેમના શરીરની સ્કૂલતા જોઈ તે વચન તેમનામાંજ અઘટિત જાણી જરા હ. તે વખતે મન:પર્યવજ્ઞાની ઈદ્રભૂતિ તેના મનનો ભાવ જાણું બોલ્યા કેમુનિપણામાં કાંઈ શરીરની કૃશતાનું પ્રમાણ નથી. પણ શુભ ધ્યાન વડે આત્માને નિગ્રહ કર તે પ્રમાણ છે. તે ઉપર એક કથા છે તે આ પ્રમાણે –
આ જ બૂદ્વીપમાં મહાવિદેહક્ષેત્રના આભૂષણરૂપ પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં મહાપદ્મ નામે રાજા હતો, તેને પદ્માવતી નામે પ્રિયા હતી. તેને પુંડરીક અને કંડરીક નામે બે પુત્રે તેને થયા હતા. એક વખતે નલિનીવન નામના ઉદ્યાનમાં કઈ સાધુઓ પધાર્યા. તેમની પાસે મહાપદ્મ રાજાએ ધર્મ સાંભળે, તેથી પ્રતિબોધ પામી પુંડરીકને રાજ્ય ઉપર બેસાડી મહાપદ્મરાજાએ વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને તે મોક્ષે ગયા. એક વખતે ફરીને કેટલાક મુનિઓ પુંડરીકિણી નગરીએ આવ્યા, એટલે પુંડરીક અને કંડરીક તેમની પાસે ધર્મ સાંભળવા ગયા. તેમાં પુંડરીક ભાવયતિ થઈને ઘેર આવ્યા અને મંત્રીઓની સમક્ષ કંડરીકને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, “વત્સ! તું આ પિતાના રાજ્યને ગ્રહણ કર, હું સંસારથી ભય પામે છું, તેથી ભયમાંથી રક્ષણ કરનારી દીક્ષા હું ગ્રહણ કરીશ.” કંડરીકે બોલ્યા કે, “બંધુ! શું તું મને સંસારમાં પડે છે? માટે હું દીક્ષા લઈશ અને આ ભવસાગર તરી જઈશ.” પંડરીકે બે ત્રણવાર તેને રાજ્ય લેવા કહ્યું, પણ જ્યારે તેણે ન માન્યું, ત્યારે પુંડરીકે તેને કહ્યું કે, “હે બંધુ ! ઈદ્રિયે બહુજ દુર્ભય છે, મન સદા ચંચળ છે, તારૂણ્ય વય વિકારનું ધામ છે અને પ્રાણીને પ્રમાદ તો સ્વાભાવિક છે; વળી પરિસહ તથા ઉપસર્ગો સહન કરવા દુઃસહ છે, તેથી તારે દઢ પ્રતિજ્ઞાવાળા થવું પડશે, કેમકે દીક્ષા પાળવી ઘણી દુષ્કર છે. તેથી હમણાં શ્રાવકધર્મ પાળી રાજ્ય કર અને યૌવન વય ગયા પછી દીક્ષા લેજે, એમ કરવું બધી રીતે યોગ્ય છે.” કંડરીક બોલ્યો કે-“ભાઈ! તે સત્ય છે, પણ હું જે છે તે મારે પાળવું જ જોઈએ, માટે હું તો જરૂર દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહીને કંડરીકે દીક્ષા લીધી, અને પુંડરીકને મંત્રીઓએ વ્રત લેવાને નિવાર્યો એટલે તે ભાવયતિ થઈ ઘેર રહો.
કંડરીક મુનિ વિવિધ પ્રકારના તપથી શરીરને કલેશ પમાડતા તેમજ સમાચારીને બરાબર પાળતા છતા સાધુઓને પ્રિય થઈ પડ્યા. એક વખતે વસંત સમય આવતાં