________________
૧૪૦
સ ૯ મા
પર`તુ તેના દેખાતાં તે ક્ષણવારમાં દ્વિશ્ય રૂપને ધારણ કરી સૂર્યના બિંબને પણ નિસ્તેજ કરતા છતા આકાશમાં ઉડી ગયા. સુમટાએ તે વાત શ્રેણિક રાજાને કરી એટલે રાજાએ વિસ્મય પામીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, ‘હે પ્રભુ! તે કુષ્ટી કાણુ હતા.’ પ્રભુ મેલ્યા કે ‘તે દેવ હતા.’ રાજાએ ફરીવાર સર્વજ્ઞને પૂછ્યું કે-ત્યારે તે કુષ્ટી શા માટે થયા હતા ?' પ્રભુએ કહ્યું કે, “તેની વાર્તા આ પ્રમાણે છેઃ—
આ વિશ્વમાં પ્રખ્યાત એવી કૌશાંખી નામની નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં સેડુક નામે એક બ્રાહ્મણુ રહેતા હતા. તે કાયમના રિદ્રીપણાની સીમા અને ભૂખ પણાના અવિધ હતા. અન્યઢા તેની સ્ત્રી સગર્ભા થઇ, તેથી તે બ્રાહ્મણીએ સેડુકને કહ્યું કે, 'ભટજી ! મારી સુવાવડને માટે ઘી લઈ આવે, તે સિવાય મારાથી વ્યથા સહન થશે નહી.’ તે બાલ્યા–પ્રિયા ! મારામાં એવી કાંઇ પણ કુશળતા કે કળા નથી, કે જેથી મને કાંઈ પણ પ્રાપ્ત થાય; કેમકે ધનાઢય પુરૂષષ કળાથી જ ગ્રાહ્ય થાય છે.' તે ખેાલી કે-જાઓ, કોઈ રાજાની પાસે યાચના કરા; પૃથ્વીમાં રાજા જેવું બીજું કલ્પવૃક્ષ નથી.' તે વાત કબુલ કરીને સેડુક તે દિવસથી પુષ્પ ફળ વિગેરેથી રત્તેચ્છુ જેમ સાગરને સેવે તેમ રાજાને સેવવા લાગ્યું. અન્યદા ચપાનગરીના રાજાએ વર્ષાઋતુ જેમ વાદળાથી આકાશને ઘેરે, તેમ અમિત સૈન્યથી કૌશાંખીને ઘેરી લીધી. શતાનીક રાજા રાફડામાં રહેલ સર્પની જેમ સૈન્ય સહિત કૌશાંબીની અંદર સમયની રાહ જોતો છતો દરવાજા બંધ કરીને રહ્યો. કેટલેક કાળે ચંપાપતિ પોતાનું સૈન્ય બહુ સીદાવાથી અને ઘણું મરણ પામી જવાથી વર્ષાઋતુમાં રાજહુ'સની જેમ પોતાના નગર તરફ જવા ચાલ્યા. તે સમયે પેલા સેડુક બ્રાહ્મણ પુષ્પાદિ લેવાને માટે ઉદ્યાનમાં જતો હતો તેના જોવામાં તે આવ્યા. સૈન્ય ક્ષીણ થઇ જવાથી પ્રભાતે નિસ્તેજ થયેલા નક્ષત્રો યુક્ત ચંદ્રની જેમ નિસ્તેજ થયેલા તેને જોઇને તે તત્કાળ શતાનીક રાજાની પાસે આવ્યા અને કહ્યું કે, “દાઢ ભંગ થયેલા સર્પની જેમ તમારો શત્રુ ક્ષીણુ બળવાળા થયા છતો પેાતાના નગર તરફ જાય છે, તેથી જો હમણા જ તમે ઉઠી તેની પાછળ જશે તો તે સુખે ગ્રાહ્ય થઈ શકશે; કેમકે ભગ્ન થયેલા પુરૂષ બળવાન્ હાય તોપણ તેને પરાભવ કરી શકાય છે.” તેનાં વચનને યુક્ત માની શતાનીક રાજા તત્કાળ સ અળવાન અને ખાણની વૃષ્ટિ કરનાર પ્રધાન સૈન્યથી દારૂણ થઈને નગર બહાર નીકળ્યા. તેને પાછળ આવતો જોઈ ચ‘પાપતિના સૈનિકો પાછુ જોયા વગર નાસવા લાગ્યા. ‘અકસ્માત્ પડતી વીજળીની સામે કાણુ જોઈ શકે?’ ચ‘પાપતિ તો એકલેાજ ‘કઈ દિશામાં જવુ” એવા ભય પામી પલાયન કરી ગયા. કૌશાંખીપતિએ તેના હાથી, ઘોડા અને ભંડાર વિગેરે લઈ લીધું. પછી મોટા મનવાળા શતાનીકરાજા હર્ષ પામતો છતા કૌશાંબીમાં પાછા આવ્યા, અને પેલા સેડુકવિપ્રને લાવીને કહ્યું કે, કહે, તને હું શું આપું ?” વિપ્ર ખેલ્યા કે‘મારી સ્ત્રીને પૂછીને પછી માગી લઇશ. “ગૃહસ્થાને ગૃહિણી વિના વિચાર કરવાનુ બીજુ` સ્થાન નથી.” ભટજી ખુશી થતા થતા ઘેર આવ્યા અને બ્રાહ્મણીને બધી વાર્તા કહી સંભળાવી. બુદ્ધિવાળી બ્રાહ્મણીએ મનમાં વિચાર્યું કે, ‘જો હું રાજા પાસેથી ગામ ગરાસ મગાવીશ તા વૈભવના મદથી આ બ્રાહ્મણ જરૂર બીજી સ્ત્રી પરણશે.' આવા વિચાર કરીને તે ખેલી કે-હે નાથ ! તમારે પ્રતિષ્ઠિત જમવાને ભાજન અને દક્ષિણામાં એક સાનામહાર રાજા પાસેથી માગી લેવી.’ આ પ્રમાણે તેણે પોતાના પતિને સમજાવ્યું, એટલે તેણે જઈ ને તે પ્રમાણે રાજા પાસેથી માગી લીધું. રાજાએ તે આપ્યુ.... “ગાગર સમુદ્રમાં જાય તોપણુ પેાતાને યાગ્ય હાય તેટલું જ જળ પામે છે.' હવે પ્રતિદિન તે સૈડુક બ્રાહ્મણ તેટલેા લાભ તેમજ સન્માન