________________
પર્વ ૧૦ મું
૧૩૯
સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” શ્રેણિકે પૂછ્યું કે, “ભગવંત ! આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ જણાવી ?” પ્રભુ બોલ્યા કે-ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ છે, તેથી મેં તેમ કહેલું છે. પ્રથમ દુર્મુખની વાણીથી પ્રસન્નચંદ્ર મુનિ કેપ પામ્યા હતા, અને પિતાના સામંત મંત્રી વિગેરેની સાથે મનમાં ક્રોધવડે યુદ્ધ કરતા હતા, તે વખતે તમે તેમને વંદના કરી હતી, તેથી તે વખતે તે નરકને યોગ્ય હતા. ત્યાંથી તારા અહી આવવા પછી તેણે મનમાં વિચાર્યું કે, “હવે મારા આયુધ તે બધા ખુટી ગયા, માટે હવે તો હું શિરસ્ત્રાણથી શત્રુને મારૂં.” એવું ધારી તેણે પોતાને હાથ માથે મૂક્યો. ત્યાં તે માથે લેચ કરેલે જાણે તેમને પિતાના વ્રતનું મરણ થયું. તેથી તત્કાળ “મને ધિક્કાર છે, મેં આ શું અકાર્ય ચિંતવ્યું?’ એમ તે પિતાના આત્માને નિ દવા લાગ્યા, અને તેની આલોચના પ્રતિક્રમણ કરીને પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિત થયા. તેથી તમારા બીજા પ્રશ્ન વખતે તે સર્વાર્થસિદ્ધિને વેગ્ય થઈ ગયા.” આ પ્રમાણે વાત ચાલે છે, તેવામાં પ્રસનચંદ્ર મુનિની સમીપે દેવદુંદુભિ વિગેરેને માટે કલકલ શબ્દ થતે સંભળાવે; તે સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછ્યું “સ્વામી ! આ શું થયું ?” પ્રભુ બેલ્યા કે-ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્ર મુનિને હમણા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને દેવતાએ તેના કેવળજ્ઞાનને મહિમા કરે છે, તેથી દુંદુભિના નાદ મિશ્રિત આ હર્ષનાદ થાય છે.”
પછી શ્રેણિકે પૂછયું કે, “ભગવાન ! કેવળજ્ઞાન ક્યારે ઉછેદ પામશે? એ વખતે મહા કાંતિવાળો વિદ્યુમ્ભાળી નામે બ્રહ્મલેકના ઈદ્રને સામાનિક દેવતા પોતાની ચાર દેવીઓની સાથે પ્રભુને નમવા આવ્યો. તેને બતાવીને પ્રભુ બોલ્યા કે, “આ પુરૂષથી કેવળજ્ઞાન ઉચ્છદ પામશે, અર્થાત્ આ છેલું કેવળજ્ઞાન પામશે.” એટલે શ્રેણિકે પૂછયું કે, “શું દેવતાઓને પણ કેવળજ્ઞાન હોય છે?” પ્રભુ બોલ્યા- આ દેવ આજથી સાતમે દિવસે વી તમારા નગરના નિવાસી ધનાઢય ઋષભદત્તને પુત્ર થશે, અને પછી મારા શિષ્ય સુધર્માને જંબૂ નામે શિષ્ય થશે. તેને કેવળજ્ઞાન થયા પછી બીજું કઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરશે નહી. શ્રેણિકે પૂછ્યું કે હે નાથ ! આ દેવને ૩વવાને સમય નજીક છે, છતાં આ દેવનુ તેજ મંદ કેમ પડ્યું નથી ? કારણ કે અંતકાળે દેવનું તેજ મંદ થાય છે. પ્રભુ બેલ્યા-હાલ તે આ દેવનું તેજ મંદ છે, પૂર્વના પુણ્યથી પ્રથમ આથી પણ ઉત્કૃષ્ટ તેજ હતું.” આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા પછી પ્રભુએ સર્વભાષાનુસારી વાણીવડે પાપને નાશ કરનારી ધર્મદેશના આપી.
તેવામાં કુષ્ઠ રોગથી જેની કાયા ગળી ગઈ છે એવો કોઈ પુરૂષ ત્યાં આવ્યો અને તે પ્રભુને પ્રણામ કરી હડકાયા શ્વાનની જેમ પ્રભુની પાસે જમીન ઉપર બેઠે. પછી ચંદનની જેમ પિતાના પરથી તેણે પ્રભુના ચરણને વારંવાર નિઃશંકપણે ચર્ચિત કરવા માંડ્યા. તે જોઈને શ્રેણિકરાજા ક્રોધાયમાન થયા છતા વિચારવા લાગ્યા કે-“આ મહા પાપી જગસ્વામીની આવી મહા આશાતના કરે છે, તેથી તે અહીંથી ઉઠે ત્યારે જરૂર વધ કરવા ગ્ય છે. એવામાં પ્રભુને છીંક આવી, એટલે તે કુષ્ટી બેલ્યો કે-“મૃત્યુ પામે.” પછી રાજા શ્રેણિકને છીંક આવી એટલે તે બોલ્યો કે, “ઘણું જીવો.” થોડીવારે અભયકુમારને છીંક આવી એટલે તે બેલ્યો કે “જી કે મરે.' પછી કાળસૌકરીને છીંક આવી એટલે બોલે કે-જીવ નહીં અને મર પણ નહીં.” પ્રભુને માટે “મૃત્યુ પામો” એમ કહ્યું એ વચન સાંભળીને ક્રોધ પામેલા શ્રેણિક રાજાએ પોતાના સુભટને આજ્ઞા કરી કે-જ્યારે આ કુષ્ટી અહીંથી ઉઠે ત્યારે તેને પકડી લેજો. દેશના સમાપ્ત થઈ એટલે તે કુષ્ટી પ્રભુને નમીને ઊડ્યો, તે વખતે કિરાત લે કે જેમ ડુકરને ઘેરી લે તેમ શ્રેણિકના સુભટોએ તેને ઘેરી લીધે