________________
સર્ગ ૯ માં
હાલિક, પ્રસનચંદ્ર, દદ્રાંકદેવ, શ્રેણિકનું ભાવિ તીર્થકરવ, સાળ-મહાસાળ, ગૌતમનું અષ્ટાપદ ઉપર આરોહણ,
અમ્બડ તથા સુલસીનું ચરિત્ર છવસ્થાવસ્થામાં પ્રભુ જ્યારે વહાણુમાં બેસીને નદી ઉતરતા હતા, તે વખતે સુદંષ્ટ્ર નામના જે નાગકુમાર દેવે પ્રભુને ઉપસર્ગ કર્યા હતા, તે નાગકુમાર ત્યાંથી રવીને કઈ ગામમાં ખેડુત થયે હતો, અને તે કૃષિકર્મથી આજીવિકા ચલાવતો હતો. એક વખતે તે હળથી પૃથ્વીને ખેડવાને પ્રવર્તે હતો, તેવામાં શ્રી વીરપ્રભુ તે ગામે પધાર્યા. પ્રભુએ તેને બંધ કરવાને માટે ગૌતમને મોકલ્યા. ગૌતમે તે ખેડુત પાસે આવીને કહ્યું કે, “આ શું કરે છે ? તે બે -“મારા ભાગ્યની પ્રેરણાથી આ ખેતી કરું છું. ગૌતમે ફરીથી કહ્યું કે, “આવી ક્ષુદ્ર આજીવિકાથી જીવતાં તને શું ચિરકાળ સુખ થવાનું છે ! અરે ભદ્ર! કેવળ આ કષ્ટ તને આ ભવમાં જ પ્રાપ્ત થયું છે તેમ નથી, પણ આ ખેતીમાં થતી પારાવાર જીવહિંસાથી આવું કષ્ટ બીજા ભવમાં પણ તને પ્રાપ્ત થશે. આ મહા આકરા કર્મના કષ્ટથી એક લાખમા અંશનું કષ્ટ પણ જે ધર્મકાર્યમાં કરાય તો તત્કાળ સર્વ કષ્ટને અંત આવે છે.” આવાં ગૌતમસ્વામીનાં વચન સાંભળી તે બોલ્યો કે-હે સ્વામી! તમે મને સારે બોધ આપે. હવે હું સંસારથી ઉદ્વેગ પામ્ય છું, માટે મને દીક્ષા આપો.” પછી “આ પ્રતિબોધ પામે છે, એવું જાણી ગૌતમે તરત જ તેને દીક્ષા આપી; અને શ્રી વીરપ્રભુના ચરણ પાસે જવા માટે તેને લઈને ચાલ્યા. હાલિક (કૃષીવળ) મુનિએ તેમને પૂછયું કે, ભગવન! આપણે ક્યાં જવું છે?' ગૌતમ બોલ્યા- હે સાધુ ! મારા ગુરૂની પાસે જવું છે.' હાલિક મુનિ બોલ્યા કે તમારા જેવા બીજા કોઈ જણાતા નથી, તે છતાં તમારા પણ કોઈ ગુરૂ છે, તો તે કેવા હશે?” ગૌતમે કહ્યું કે, “ત્રીશ અતિશય સહિત વિશ્વગુરૂ, સર્વજ્ઞ, શ્રી ચરમ તીર્થકર મારા ગુરૂ છે. તે સાંભળી હાલિક મુનિએ સર્વજ્ઞ પ્રભુપર પ્રીતિ થવાવડે ત્યાં જ બોધિબીજ ઉપાર્જન કર્યું અને ગૌતમસ્વામીની પાછળ પાછળ ચાલ્યા. પ્રભુ પાસે જઈને પ્રભુએ જોતાંજ સિંહ વિગેરે પૂર્વભવના પ્રભુ સાથેના વૈરથી તેને ક્રોધ ઉત્પન્ન થયે, તેથી તેણે ગૌતમસ્વામીને પૂછ્યું કે- હે ગુરૂ મહારાજ ! આ સામા બેઠા છે તે કેણ છે? ગૌતમ બોલ્યા કે-એ મારા ધર્માચાર્ય જિનેશ્વર છે.”હાલિકે કહ્યું કે, “જો એ તમારા ગુરૂ હોય તો મારે તમારી સાથે પણ કાંઈ કામ નથી અને તમારી દીક્ષા પણ મારે જેઈડ નથી.' એમ કહી ડર વિગેરે છેડી કંઈને તરત જ તે ચાલ્યો ગયો અને પિતાના ક્ષેત્રમાં આવી પાછા હળ વિગેરે ગ્રહણ કર્યા.
ગૌતમે પ્રભુને નમીને પૂછ્યું કે, “ભગવન! તમારા જેવા સમગ્ર લોકને આનંદ ઉત્પન્ન કરનારા પુરૂષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે તે જોઈ મને આશ્ચર્ય થાય છે. હે નાથ! તમને જોતાં જ તેણે સ્વીક કરેલું ચારિત્ર પણ છોડી દીધું તેનું શું કારણ? વળી તે પ્રથમ તે મારી ઉપર પ્રીતિમાન ક રુ “આ મારા ગુરૂ છે એમ જ્યારે કહ્યું ત્યારે તે
૧૮