________________
પર્વ ૧૦ મું
૧૪૧ પામવા લાગ્યો. ‘પુરૂષને રાજાને પ્રસાદ મહાઈ પણાને વિસ્તારે છે.” “આ રાજાને માનીતો છે એવું ધારી લેકે નિત્ય તેનું આમંત્રણ કરતા હતા. “જેની ઉપર રાજા પ્રસન્ન હોય, તેને સેવક કણ ન થાય ?” આ પ્રમાણે એકથી વધારે આમંત્રણે આવવાથી તે પ્રથમ જ હોય તો પણ દક્ષિણના લેભથી પ્રતિદિન પહેલાં જમેલું વમી નાખીને પાછો અનેક વાર જમતો હતો. “બ્રાહ્મણોના લાભને ધિક્કાર છે.” વિવિધ દક્ષિણના દ્રવ્યથી તે બ્રાહ્મણ દ્રવ્યવડે વધી ગયો અને વડવાઈઓથી વડના વૃક્ષની જેમ પુત્રપૌત્રાદિકના પરિવારથી પણ વૃદ્ધિ પામે. પરંતુ નિત્ય અજીર્ણ અન્નના વમનથી આમ (અપકવ) રસ ઉંચે જતાં તેની વચા દૂષિત થઈ ગઈ. તેથી તે લાખવડે પીપળાના વૃક્ષ જે વ્યાધિગ્રસ્ત થઈ ગયે. અનુક્રમે તેના નાક, ચરણ અને હાથ સડી ગયા અને તે કુષ્ટી થઈ ગયે, તથાપિ અગ્નિની જેમ અતૃપ્ત થઈને તે રાજાની આગળ જઈ દરજ ભજન કરતો હતો. એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે, “હે દેવ ! આ કુછીને રેગ સંપર્કથી ફેલાશે, માટે હવે તેને ભેજન કરાવવું એગ્ય નથી. તેને ઘણું પુત્રો નિરોગી છે, તેમાંથી કેઈ એકને તેની વતી જમાડે, કેમકે જ્યારે કઈ પ્રતિમા ખંડિત થાય ત્યારે તેને ઠેકાણે બીજી પ્રતિમા સ્થપાય છે.” રાજાએ તેમ કરવું સરકાયું, એટલે મંત્રીઓએ તે બ્રાહ્મણને તેમ કહ્યું; તેણે પણ પિતાને સ્થાને પોતાના પુત્રનું સ્થાપન કર્યું અને પોતે ઘેર રહ્યો. મધપુડાની જેમ ક્ષુદ્ર મક્ષિકાએની જાળથી ભરપૂર એવા તે બ્રાહ્મણને તેના પુત્રએ પણ ઘરની બહાર એક ઝુંપડી બાંધી દઈને તેમાં રાખે. તેની પુત્રવધૂઓ જુગુપ્સાપૂર્વક તેને ખવરાવવા જતી અને નાસિકા મરડી ગ્રીવા વાંકી કરી તે થુંકતી હતી. ઘરની બહાર રાખેલા તે બ્રાહ્મણની આજ્ઞા તેના પુત્રે પણ માનતા નહતા. માત્ર શ્વાનની જેમ તેને એક કાષ્ટના પાત્રમાં ભેજન આપતા હતા. એક વખતે તે બ્રાહ્મણે વિચાર્યું કે, “મેં આ પુત્રોને શ્રીમંત કર્યા ત્યારે હવે સમુદ્ર તરીને વહાણને તજી દે તેમ તેઓએ મને છોડી દીધું છે તેઓ વાણીથી મને બોલાવતા પણ નથી; ઉલટા મારી ઉપર રેષ કરે છે. આવી રીતે વિચારી અસંતોષી અભવ્યની જેમ તે કુછી શેષ પાયે, તેથી તેણે નિશ્ચય કર્યો કે, “જેમ આ પુત્રે મારી જુગુપ્સા કરે છે, તેમ તેઓ પણ જુગુપ્સા કરવાને ગ્ય થાય તેવી રીતે હું કરીશ.” પછી તેણે પોતાના પુત્રને કહ્યું કે, “હે પુત્ર ! હું હવે જીવવાથી ઉદ્વેગ પામી ગયો છું, પરંતુ આપણા કુળને એ આચાર છે કે જે મરવાને ઈ છે તેણે પોતાના કુટુંબને એક મંત્રેલો પશુ આવે, માટે મને એક પશુ લાવી આપે.” આવું તેનું વચન સાંભળી પશુની જેવા મંદ બુદ્ધિવાળા પુત્રએ હર્ષથી એક પશુ તેને લાવી આપ્યું. પછી તેણે પિતાના અંગ ઉપરથી પરૂ લઈ લઈને તેની સાથે અન્નને ચાળી તે પશુને ખવરાવ્યું, કે જેથી તે પશુ પણ કુછી થઈ ગયો. પછી તે વિષે તે પશુને મારીને પોતાના પુત્રને ખાવા આપ્યા. પેલા મુગ્ધ અજ્ઞાની પુત્રે તેને આશય જાણ્યા વગર તેને ખાઈ ગયા. પછી “હવે હું તીર્થે જઈશ” એમ કહી પુત્રોની રજા માગીને તે બ્રાહ્મણ અરણ્યનું શરણું ધારી ત્યાંથી ચાલી નીકળ્યો. માર્ગમાં અત્યંત તૃષાતુર થવાથી તે અટવીમાં જળ શોધતો ભમવા લાગ્યું. તેવામાં વિવિધ વૃક્ષવાળા કઈ પ્રદેશમાં મિત્રની જે એક જળને ધરે તેને જોવામાં આવે.
તીર ઉપરના વૃક્ષ પરથી પડતા અનેક જાતિના પત્ર પુષ્પ અને ફળેથી વ્યાપ્ત અને દિવસના સૂર્યના કિરણોથી ઉકળેલું તેમાંનું જળ તેણે કવાથની જેમ પીવા માંડયું. તેણે જેમ જેમ તૃષાતુરપણે તેમાંનું જળ પીધું, તેમ તેમ કૃમિઓની સાથે તેને રેચ લાગવા માંડયા. તેવી રીતે તે ધરાનું જળ પીતાં કેટલેક દિવસે તે તન નિરોગી થયે અને વસંતત્રતુમાં