________________
૨૨
' સગ ૮ મે તેને તિરસ્કાર અને તાડન વિગેરે કરતે હતો. પિતાની સ્ત્રીઓ પરના અતિ ઈર્ષ્યાળુપણાથી તેમના રક્ષણમાં તત્પર એવે તે સેની નાજરની જેમ કદાપિ પણ ગૃહદ્વારને છોડતો નહોતો, તે પિતાના સ્વજનોને પિતાને ઘેર કઈ દિવસ જમાડતે નહોતે તેમજ સ્ત્રીઓના અવિશ્વાસથી પોતે પણ બીજાને ઘેર જમવા જઈ શક્તો નહોતે.
એક વખતે તેને કઈ પ્રિય મિત્ર છે કે તે ઈચ્છતો ન હતો પણ તેને અત્યાગ્રહથી પોતાને ઘેર જમવા લઈ ગયા. કેમકે એ મૈત્રીનું આદ્ય લક્ષણ છે. સનીના જવાથી તેની સર્વ સ્ત્રીઓએ ચિંતવ્યું કે, “આપણું ઘરને, આપણું યૌવનને અને આપણું જીવિતને પણ ધિકાર છે કે જેથી આપણે અહીં કારાગૃહની જેમ બંદીવાન થઈને રહીએ છીએ. આપણે પાપી પતિ યમદૂતની જેમ કદિપણુ દ્વારને છોડતો નથી, પરંતુ આજે તે કાંઈક ગયો છે એટલું સારું થયું છે, માટે ચાલે, આજે તે આપણે ક્ષણવાર સ્વેચ્છાએ વત્તિએ.” આવે વિચાર કરીને સર્વ સ્ત્રીઓએ સ્નાન કરી, અંગરાગ લગાવી ઉત્તમ પુષ્પમાળાદિ ધારણ કરી, સુશોભિત વેષ ધારણ કર્યો પછી જેવામાં તે સર્વે હાથમાં દર્પણ લઈ તિપિતાનું રૂપ તેમાં જેતી હતી, તેવામાં તે સોની આવ્યો અને તે જોઈને અત્યંત ક્રોધ પામે તેથી તેઓમાંથી એક સ્ત્રીને પકડીને તેણે એવી મારી છે, જેથી હાથીના પગ નીચે ચંપાયેલી કમલિનીની જેમ તે મૃત્યુ પામી ગઈ. તે જોઈ બીજી સ્ત્રીઓ એ વિચાર કર્યો કે, “આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ. આવા પાપી પતિને જીવતે રાખવાથી શું ફાયદે છે ?” આ વિચાર કરીને તે બધીએ નિઃશંક થઈને ચારસોને નવાણુ દર્પણે ચક્રની જેમ તેની ઉપર ફેંક્યા, તેથી તત્કાળ તે તેની મૃત્યુ પામી ગયો. પછી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરતી છતી ચિતાવત્ ગૃહને બાળી દઈ તેની અંદર રહી પોતે પણ બળીને મૃત્યુ પામી. પશ્ચાત્તાપના મે અકામ નિર્જરા થવાથી તે ચારસોને નવાણુ સ્ત્રીઓ મરણ પામીને પુરૂષપણે ઉત્પન્ન થઈ. દુર્દેવયોગે તેઓ બધા એકઠા મળી કોઈ અરણ્યમાં કીલ્લો કરીને રહેતા છતા ચેરી કરવાને બંધ કરવા લાગ્યા. પેલે સેની મૃત્યુ પામીને તિર્યંચ ગતિમાં ઉત્પન થયે. તેની જે એક પત્ની પ્રથમ મરી ગઈ હતી, તે પણ તિર્યંચમાં ઉત્પન્ન થઈ. અને પછી બ્રાહ્મણના કુળમાં પુત્રરૂપે થઈ. તેની પાંચ વર્ષની વય થતાં પેલો સોની તેજ બ્રાહ્મણને ઘેર તેની બેનપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ તે પુત્રીને પાળક પેલા પુત્રને ઠરાવ્યું. તે પોતાની બેનનું સારી રીતે પાલન કરતો હતો, તથાપિ અતિ દુષ્ટતાથી તે રોયા કરતી હતી. એક વખતે તે દ્વિજપુત્ર તેના ઉદરને પંપાળતાં અચાનક તેને ગુસ્થાને અડક્યા, એટલે તે રોતી બંધ થઈ. તે ઉપરથી તેણે રૂદનને બંધ કરવાને તે ઉપાય જાણે. પછી જ્યારે તે રૂદન કરે ત્યારે તે તેના ગુસ્થાનને સ્પર્શ કરતો હતો, એટલે તે રોતી રહી જતી હતી. એક વખતે તેના માતાપિતાએ તેને તેમ કરતો જે એટલે કેધથી તેને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. તે કોઈ ગિરિની ગુફામાં ચાલ્યો ગયે. અનુક્રમે જે પાળમાં પેલા ચારસે ને નવાણુ ચેર રહેતા હતા, ત્યાં તે જઈ પહોંચે અને તે શેરોની સાથે તેને સમાગમ થવાથી તેની ભેળા ભળી ગયે. અહીં તેની બેન યુવાવસ્થાને પામતાં કુલટા થઈ. તે સ્વચ્છાથી ફરતી ફરતી એકાદ કોઈ ગામમાં આવી. પેલા ચારે એ તેજ ગામને લૂંટી લીધું અને તે કુલટાને પકડી જઈને એ બધાએ તેને સ્ત્રી તરીકે અંગીકાર કરી. એક વખતે બધા એ વિચાર કર્યો કે, “આ બીચારી એકલી છે, તેથી આપણા બધાની સાથે ભેગવિલાસ કરવાથી જરૂર થોડા સમયમાં તે મૃત્યુ પામી જશે. માટે કઈ બીજી સ્ત્રી લાવીએ તો ઠીક.” આવા વિચારથી તેઓ બીજી સ્ત્રીને લાવ્યા, ત્યારે પેલી