________________
પવ ૧૦ મુ
૧૨૫
ભંડારમાં, છ કરોડ વેપારમાં છે. દશ દશ હજાર ગાયોવાળા છ ગાકુળા છે. અન્યદા પૃથ્વીપર વિહાર કરતાં કરતાં શ્રી વીરપ્રભુ પૃથ્વીના મુખમંડન જેવા તે નગરની બહાર રહેલા પુણ્યભદ્ર નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા, તે ખબર સાંભળી કામદેવ પગે ચાલતો ભગવંતની પાસે આવ્યો અને શ્રવણને અમૃતરૂપ ધ દેશના સાંભળી, પછી શુદ્ધ બુદ્ધિવાળા કામદેવે દેવ, મનુષ્ય અને અસુરોની સમક્ષ ગુરૂ શ્રી વીરપ્રભુની પાસે ખાર પ્રકારના ગૃહિધર્મ અંગીકાર કર્યા. તેણે ભદ્રા સિવાય બીજી સ્ત્રીના, ગાયાના છ ગાકુળ ઉપરાંત બીજી ગાયાના અને ભડાર, વ્યાજ અને વ્યાપારમાં રહેલા છ કોટી દ્રવ્ય ઉપરાંત દ્રવ્યના ત્યાગ કર્યો. ખાકીની બીજી વસ્તુઓના પણ આનંદ શ્રાવકની જેમ નિયમ ગ્રહણ કર્યાં. પછી પ્રભુને નમીને તે પાતાને ઘેર ગયા, અને પોતે લીધેલા શ્રાવકત્રત સબંધી ખખર ભદ્રાને કહ્યા, એટલે ભદ્રાએ પણ પ્રભુ પાસે જઈને શ્રાવકનાં વ્રત ગ્રહેણુ કર્યાં.
ગંગાનદીને કાંઠે કાશી નામે એક ઉત્તમ નગરી છે, જે વિચિત્ર અને રમણિક રચનાથી પૃથ્વીના તિલકની શૈાભા હાય તેવી દેખાય છે. અમરાવતીમાં ઇંદ્રની જેમ તે નગરીમાં અખંડિત પરાક્રમવાળેા જિતશત્રુ નામે ઉત્તમ રાજા છે, અને જાણે માનવધર્મ મનુષ્યપણાને પ્રાપ્ત થયો હેાય તેવા ચુલનીપિતા નામે એક ધનાઢય ગૃહસ્થ ત્યાં રહે છે. જગતને આનંદદાચક તે ગૃહસ્થને ચદ્રને શ્યામાની જેમ શ્યામા નામે એક અનુકૂળ રૂપવતી રમણી છે. તે શ્રેષ્ઠીની પાસે આઠ ક્રેડ ભંડારમાં, આર્ડ ક્રાડ વ્યાજે અને આઠ ક્રાડ વ્યાપારમાં મળી ચાવીશ કોડ સોનૈયાની સંપત્તિ છે. એક એક ગાકુળમાં દશ દશ હજાર ગાયાવાળા તેને આઠ ગાકુળ છે, કે જે લક્ષ્મીના કુળગૃહ જેવા શાલે છે. એકદા તે નગરીના કેષ્ટક નામના ઉદ્યાનમાં વિહાર કરતા શ્રીવીરપ્રભુ સમવસર્યા, એટલે ઇ"દ્ર સહિત દેવતાઓ, અસુરો અને જિતશત્રુ રાજા પ્રભુને વાંઢવા આવ્યા. તેમજ તે ખખર સાંભળીને ચુલનીપિતા પણ જગત્પતિ વીરને વાંદવાની ઈચ્છાથી યાગ્ય આભૂષણા પહેરી પગે ચાલતા ત્યાં આવ્યેા. ભગવંતને નમી ચાગ્ય સ્થાને એસી ચુલનીપિતાએ પ૨મ ભક્તિથી અંજળી જોડીને ધ દેશના સાંભળી. જ્યારે પદા ઉઠી ત્યારે ચુલની િપતાએ પ્રભુના ચરણમાં નમી વિનીત થઇને કહ્યું કે-“હે સ્વામી ! અમારા જેવાને બેધ આપવા માટે જ તમે પૃથ્વીપર વિચરા છે, કારણ કે સૂર્ય'નુ' સંક્રમણ જગતને પ્રકાશ આપવા સિવાય બીજા કોઈ પણ અથે` હેતુ નથી. સ જનની પાસે જઈને યાચના કરીએ તે તે દિ આપે કે ન આપે પણ તમે તે યાચના વગર ધમ આપેા છે, તેના હેતુ માત્ર તમારી કૃપા જ છે. હુ' જાણું છું કે આપની પાસે યતિધર્મ ગ્રહણ કરૂ તા ઠીક, પણ મારા જેવા મંદભાગ્ય મનુષ્યમાં તેટલી ચેાગ્યતા નથી. તેથી હે નાથ ! હું શ્રાવકધર્મની યાચના કરૂ છું, તે મને પ્રસન્ન થઇને આપેા, કારણ મેઘ પાતાની મેળે જળ વહન કરી યાગ્ય લાગે ત્યાં વરસે છે.’” પ્રભુએ કહ્યું કે “જેમ સુખ ઉપજે તેમ કરો.” એટલે પ્રભુની સ'મતિ મળતાં તેણે ખાર પ્રકારના શ્રાવકધર્મ ગ્રહણ કર્યાં, ચાવીશ કોટી ધનથી વિશેષ ધનના અને ગાયાના આઠ ગોકુળથી વધારે ગાકુળના તેણે ત્યાગ કર્યા. તે સિવાય બીજી વસ્તુઓના પણુ કામદેવ શ્રાવકની જેમ તેણે નિયમ લીધા. તેની પત્ની શ્યામાએ પણ પ્રભુની પાસે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા એ સમયે ગૌતમ ગણુધરે પ્રભુને નમીને પૂછ્યું કે, “હે સ્વામી ! આ ચુલનીપિતા શ્રાવક મહાવ્રતધારી થશે કે નહીં ?” પ્રભુ મેલ્યા કે, “તે આ ભવમાં યતિધને પામશે નહી', પણ ગૃહસ્થ ધર્મ પ્રીતિપૂર્વક પાળી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવ થશે. ત્યાં અરૂણાભ નામના વિમાનમાં ચાર પલ્યાપમનું આયુષ્ય ભેળવી ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને નિર્વાણને પામશે.’’