________________
૧૭૪
સર્ગ ૮ મે મૂળમાં આવેલા એભળ નામના ગામમાં કેઈ બ્રાહ્મણની કન્યા થશે તેને કેઈ બ્રાહ્મણ પરણશે ત્યાં ગર્ભિણ થતાં સાસરાના ઘરથી પીયર આવતાં માર્ગમાં દાવાનળથી દગ્ધ થઈ છતી તે અગ્નિકુમાર દેવતાએ માં ઉત્પન્ન થશે. ત્યાંથી પાછો મનુષ્ય થશે; તે ભવમાં દીક્ષા લેશે. પરંતુ સાધુપણાની વિરાધના કરીને પાછા અસુરકુમારમાં ઉત્પન્ન થશે, એ પ્રમાણે વારંવાર કેટલાક મનુષ્યભવ પામી દરેક ભવમાં મુનિપણને વિરાધી અસુરકુમાર વિગેરેમાં ઉત્પન્ન થશે. ફરીવાર પાછો મનુષ્ય થઈ અતિચાર રહિત વ્રતને પાળવાથી સૌધર્મ દેવલોકમાં દેવતા થશે. એવી રીતે સાત ભવ સુધી મુનિપણું પાળી પ્રત્યેક ક૯પે ઉત્પન્ન થઈ છેવટે સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાંથી રવી વિદેહક્ષેત્રમાં કેઇ ધનાઢય ગૃહસ્થને દ્રઢપ્રતિજ્ઞા નામે બુદ્ધિમાન્ પુત્ર થશે તે વિરક્ત થઈને દિક્ષા લેશે; તે ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તે શાળાના ભાવથી માંડીને પોતાના સર્વ ભવને જાણી લેશે, કે જે ગુરૂની અવજ્ઞા અને મુનિવધથી દુષિત થયેલા હતા; પિતાના સર્વ ની હકીકત તે પોતાના શિષ્યોને જણાવશે અને પિતાને થયેલા અનુભવથી તે શિષ્યોને કહેશે કે, “સર્વથા ગુરૂની અવજ્ઞા વિગેરે કાંઈ કરવું નહીં, કેમકે તેમ કરવાથી તેનું માઠું ફળ ઘણું ભવમાં ભોગવવું પડે છે. આ પ્રમાણે પિતાના શિષ્યોને બેધ કરી પૃથ્વી પર વિહાર કરી પ્રાંતે ગે શાળાને જીવ કર્મને ક્ષય કરીને નિર્વાણપદને પામશે.”
ગૌતમે ફરીથી પૂછયું કે, ભગવન્! પૂર્વના ક્યા કર્મથી તે ગોશાળ તમને પ્રતિકુળ થયે?” પ્રભુ બેલ્યા-“આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પાછલી ચોવીશીમાં ઉદાય નામે એક તીર્થકર થયા હતા. તેને મોક્ષમહિમા કરવા સુર અસુરો આવ્યા, તે વખતે નજીકમાં રહેનાર કેઈ મનુષ્યને તે જોઈને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તે મહાશયે પ્રત્યેકબુદ્ધ થઈને તત્કાળ દીક્ષા લીધી. એટલે શાસનદેવતાએ તેને વ્રતીનું લિંગ અર્પણ કર્યું. લોકોથી પૂજાતા તે મહામુનિ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તેને જોઈ કઈ ઈશ્વર નામના દુર્મતિએ તેમની પાસે આવી પૂછયું કે, “તને કેણે દીક્ષા આપી ? તું ક્યાં ઉત્પન્ન થયે છું ? તારું શું કુળ છે? અને સૂત્ર તથા તેને અર્થ તે કેની પાસેથી મેળવ્યું છે?” તે પ્રત્યેકબુદ્ધ મહામુનિએ તેને બધા પ્રશ્નનો ઉત્તર આપ્યું. તે સાંભળી ઈશ્વરે વિચાર્યું કે, “આ સાધુ દંભથી પ્રજાનું ભક્ષણ કરે છે. હું ધારું છું કે, જેવું આણે તેવું જિનેશ્વર પણ કહેશે, અથવા મેહ રહિત એવા પ્રભુ એવું નહીં કહે, માટે ચાલ તેની પાસે જાઉં અને સર્વ દુઃખને નાશ કરનારી દીક્ષાનું અભિનંદન કરૂં. (ઉ) આવું ચિંતવી તે પ્રભુ હતા ત્યાં ગયે, પણ પ્રભુ નિર્વાણ પામેલા હોવાથી જોવામાં આવ્યા નહીં, એટલે તેણે ગણધરની પાસે દીક્ષા લીધી. કપિની જેમ મંદ મહિવાળા તેને મેહગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયેલ હતો. પ્રભુ મોક્ષ પામેલા હોવાથી ગણધર મહારાજે પર્ષદામાં બેસી જે સૂત્રાર્થ શ્રી જિનેશ્વર મહારાજે કહ્યો હતો તે કહી સંભળાવ્યું. તેમાં કહ્યું કે, “જે પૃથ્વીકાયના એક જીવને પણ હણે, તે જિદ્રના શાસનમાં અસંયત કહેવાય છે. તે સાંભળી ઈશ્વરે વિચાર્યું કે, “પૃથ્વીકાય જીવોનું તો સર્વત્ર મદન થાય છે, તેનું સર્વથા રક્ષણ કરવા કે તેને જોવાને કોણ સમર્થ છે ? આ વાક્ય જ શ્રદ્ધા કરવા યંગ્ય નથી, કેવળ મુનિની લઘુતાને માટે જ છે. જેમ ઉન્મત્ત બોલે તેમ બોલેલું આ વાક્ય સાંભળ્યા છતાં પણ તે પ્રમાણે કોણ આચરે છે ? જો આવું કહેવું છોડી દઈને એઓ મધ્યમ પક્ષના સાધુપણાની વાત કહે તો તેની ઉપર જરૂર સર્વ લોક અનુરક્ત થાય.” આ પ્રમાણે વિચારીને વળી પાછો વિચારવા લાગ્યો કે “અરેરે! હું માર્યો ૧. મુનિશ. (ઓધો મુહપત્તિ વિગેરે.)