________________
પર્વ ૧૦ મું
૧૧૭ પ્રિયદર્શનાએ પરિવાર સહિત સ્ત્રી જાતિને સુલભ એવા મેહ (અજ્ઞાન) થી અને પૂર્વના સનેહથી જમાલિના પક્ષને સ્વીકાર્યો. અનુક્રમે જમાલિ ઉન્મત્ત થઈ બીજા માણસોને પણ પિતાને મત ગ્રહણ કરાવવા લાગ્યો અને તેઓ પછી તે કુમતને ફેલાવવા લાગ્યા. જિતેંદ્રના વચનને હસી કાઢતા અને “સર્વજ્ઞ છું” એમ કહેતો જમાલિ પરિવાર સહિત વિહાર કરવા લાગ્યા.
એકદા તે મદેન્મત્ત જમાલિમુનિ શ્રી વિરપ્રભુને ચંપાનગરીના પૂર્વભદ્ર નામના વનમાં સમવસરેલા જાણી ત્યાં ગયે અને બે કે-“હે ભગવન ! તમારા ઘણું શિખે છદ્મસ્થપણમાં જ કેવલજ્ઞાન ઉપન થયા વગર મૃત્યુ પામી ગયા, પણ હું તે નથી. મને તો કેવળજ્ઞાન અને કેવળદર્શન અક્ષયપણે ઉત્પન્ન થયા છે, તેથી આ પૃથ્વી પર હું પણ સર્વજ્ઞ અને સર્વદશી અહત છું.” તેના આવા મિથ્યા વચને સાંભળીને ગૌતમસ્વામી બેલી ઉઠયા કે, “અરે જમાલિ! જો તું જ્ઞાનવાનું છે તો કહે કે, આ જીવ અને લેક શાશ્વત છે કે અશાશ્વત છે ? ” આ પ્રશ્નને પ્રત્યુત્તર આપવાને અસમર્થ એ જમાલિ કાગડાના બચ્ચાંની જેમ મુખ પ્રસારી શૂન્ય થઈ ગયો. પછી ભગવંત શ્રી વીરપ્રભુ બોલ્યા કે-જમાલ ! આ લોક તત્વથી શાશ્વત અને અશાશ્વત છે, તેની જેમ જીવ પણ શાશ્વત અને એશાશ્વત છે. આ લેક દ્રવ્યરૂપે શાશ્વત છે અને પ્રતિક્ષણે નાશ પામતા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે, તેમજ જીવ પણ દ્રવ્યરૂપે શાશ્વત છે અને દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરે પર્યાના સંભવથી અશાશ્વત છે. આ પ્રમાણે પ્રભુએ કહ્યું તે સાંભળ્યું તોપણ મિથ્યાત્વથી જેનું હૃદય મથિત થયેલું છે એ તે જમાલિ કાંઈ પણ બોલ્યા વિના પોતાના પરિવાર સહિત સમવસરણની બહાર નીકળ્યા. આવા નિહનવપણાથી તે જમાલિને સંઘે સંઘબહાર કર્યો. તે સમયે પ્રભુને કેવળજ્ઞાન ઉપજ્યા ચૌદ વર્ષ થયા હતા. સર્વ ઠેકાણે પિતાના દર્શનના અભિપ્રાયને કહેતો અને સ્વચ્છેદથી ફરતો જમાલિ પોતાના આત્માને સર્વજ્ઞ માનતો છતો પૃથ્વીપર વિહાર કરવા લાગ્યું. પરંતુ “જમાલિ અજ્ઞાનવડે શ્રી વીરપ્રભુથી વિપરીત થઈ મિથ્યાત્વને પામ્યા છે.” એવી લોકમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઈ ગઈ
" એકદા વિહાર કરતો કરતો જમાલિ શ્રાવસ્તી નગરીએ ગયો અને નગર બહાર ઉદ્યાનમાં પરિવાર સાથે ઉતર્યો. પ્રિયદર્શના પણ તેજ નગરીમાં એક હજાર આર્યા સહિત ‘ક’ નામના સમૃદ્ધિવાન્ કુંભારની શાળામાં ઉતરી હતી. તે ઢંકકુલાલ પરમ શ્રાવક હતો, તેણે પ્રિયદર્શનાને આવા કુમતમાં રહેલી જોઈને ચિંતવ્યું કે, હું કઈ પણ ઉપાયથી આને પ્રતિબંધ પમાડું.” આવા વિચારથી એકદા તેણે નીભાડામાંથી પાત્રને એકઠા કરતાં કરતાં બુદ્ધિપૂર્વક અગ્નિને એક તણખો પ્રિયદર્શન ન જાણે તેમ તેના વસ્ત્ર ઉપર નાખે. વસ્ત્રને બળતું જોઈ પ્રિયદર્શના બેલી કે–અરે ટંક ! ! તારા પ્રમાદથી આ મારૂ વસ્ત્ર બળી ગયું !'ઝંક બેલ્યો-“હે સાધ્વી ! તમે મૃષા બેલ નહીં, તમારા મત પ્રમાણે તે જ્યારે બધું વસ્ત્ર બળી જાય ત્યારે જ બન્યું એમ કહેવું ઘટિત છે. બળતું હોય તેને બળી ગયું કહેવું, એ તો શ્રી અહંતનું વચન છે અને અનુભવથી તેમનું તે વચન સ્વીકારવાને યોગ્ય જણાય છે.” તે સાંભળી પ્રિયદર્શનાને શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તે બોલી કે “હે ટંક ! હું ચિરકાળથી વિમૂઢ થઈ ગઈ હતી, તેને તે સારે બંધ કર્યો. અરે ! મેં આટલા વખત સુધી શ્રી વીર પ્રભુના વચનને દ્રુષિત કર્યું, તેથી તે સંબંધી મને મિથ્યાદુષ્કૃત હે, હવેથી શ્રી વીરભગવંતની વાણી મારે પ્રમાણ છે.” પછી ઢંક કુંભારે કહ્યું કે, “હે સાવી ! તમે સારા હૃદયવાળા છે, તથાપિ હમણાં જ સર્વજ્ઞ પ્રભુની પાસે જાઓ અને