________________
સર્ગ ૭ મે
રત્ન ગ્રહણ કરવું. પછી રાજા નિર્દોષ અંગવાળી તે આભિરકન્યાને પરણ્યા અને ઘણા રાગથી તેને પિતાની પટ્ટરાણી કરી.
એક વખતે રાજા રાણીઓ સાથે પાસે રમતો હતો, તેમાં એવું પણ કર્યું કે, જે જીતે તે હારેલાના પૃષ્ઠ ભાગ ઉપર ચડે.” એ પ્રમાણે પણ કરીને રમતાં બીજી કુળવાન રાણીઓ
જ્યારે રાજાને જીતતી ત્યારે તે તે પિતાને જય જણાવવાને માટે માત્ર રાજાના પૃષ્ઠ ભાગ ઉપર પિતાનું વસ્ત્ર નાંખતી હતી પણ જ્યારે આ વેશ્યાપત્રીએ રાજાને જીત્યો ત્યારે તા તે કઠિન હદયની થઈ નિઃશંકપણે તેને પૃષ્ઠ ઉપર ચડી ગઈ. રાજાને તે વખત પ્રભુનું વચન સાંભરવાથી અકસ્માત હાસ્ય આવ્યું, એટલે તે રાણીએ નીચે ઊતરીને આદરથી રાજાને હાસ્યનું કારણ પૂછ્યું. રાજાએ જે પ્રમાણે પ્રભુએ કહ્યું હતું, તે પ્રમાણે તેના પૂર્વ ભવથી માંડીને પૃષ્ઠ ઉપર ચડવા સુધીનું બધું વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી તે તત્કાળ વૈરાગ્ય પામી અને આદરથી પતિની આજ્ઞા લઈને તેણે શ્રી વિરપ્રભુની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
સમુદ્રના મધ્યમાં પાતાળભુવન જે આદ્રક નામે દેશ છે, તેમાં આદ્રક નામે મુખ્ય નગર છે. તે નગરમાં ચંદ્રની જેમ દષ્ટિઓને આનંદ આપનાર અને લક્ષમીથી વિરાજમાન આદ્રક નામે રાજા હતો. તેને આદ્રકા નામે રાણી હતી. તે બંનેને આદ્ર મનવાળો આદ્રકકુમાર નામે પુત્ર થયો. તે યૌવન વયને પ્રાપ્ત કરી યથારૂચિ સાંસારિક ભેગ ભેગવવા લાગે.
આદ્રક રાજાને અને શ્રેણિકરાજાને પરંપરાથી બેડીની જેમ પ્રીતિ બંધાયેલી હતી. એક વખતે શ્રેણિકે નેહરૂપ લતાના દેહદરૂપ ઘણી ભેટ લઈને પોતાના મંત્રીને આદ્રક રાજાની પાસે મોકલ્યો. મંત્રી ત્યાં પહોંચે, એટલે આદ્રક રાજાએ જાણે શ્રેણિકનું મૂર્તિમાન મિત્રપણું હોય તેમ ગૌરવતાથી તેને જે. પછી તે મંત્રીઓ સાથે આણેલી સૌવર્ય, નિબપત્ર અને કાંબળ વિગેરેની ભેટ આદ્રક રાજાએ હર્ષથી ગ્રહણ કરી. આદ્રક રાજાએ મેટા સત્કારથી તેની સંભાવના કરીને પૂછયું કે, “મારા બંધુ શ્રેણિક કુશળ છે? તેના ઉત્તરમાં ચંદ્રના આતપની જેમ પિતાના સ્વામીનું કુશળ વૃત્તાંત કહેવાવડે તે મંત્રીરૂપ ચંદ્ર આદ્રક રાજાના મનરૂપ કુમુદને પૂર્ણ આનંદ આપે. પછી આદ્રકકુમારે પૂછ્યું કે, “હે પિતા ! તે મગધેશ્વર કોણ છે કે જેની સાથે તમારે વસંતઋતુ સાથે કામદેવની જેમ ? પ્રીતિ છે?? આદ્રકરાજા બોલ્યા કે હે વત્સ! શ્રેણિક નામે મગધદેશનો રાજા છે, તેના અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. તે સાંભળી તરતજ આદ્રકકુમાર અમૃતની તરંગિણી જેવી દષ્ટિથી પ્રેમાકુરને પ્રગટ કરતો મંત્રી પ્રત્યે બોલ્યો કે, ‘તમારા સ્વામીને કઈ પૂર્ણ ગુણવાળો પુત્ર છે? તેને હું પ્રીતનું પાત્ર કરીને મિત્ર કરવા ઈચ્છું છું.” મંત્રી બોલ્યા કે, “હે કુમાર ! બુદ્ધિનું ધામ, પાંચસો મંત્રીને સ્વામી, દાતાર, અસામાન્ય, કરૂણારસને સાગર, દક્ષ, કૃતજ્ઞ અને કળારૂપ સાગરને પારંગત અભયકુમાર નામે એક શ્રેણિકરાજાને પુત્ર છે. અરે કુમાર ! બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન, ધર્મેશ, ભયરહિત અને વિશ્વમાં વિખ્યાત એ અભયકુમારને શુ તમે નથી જાણતા ? સ્વયંભૂરમણ નામના સમુદ્રમાં અનેક આકારવાળા મસ્યસમૂહની જેમ તે કુમારમાં વાસ કરીને રહ્યા ન હોય એવા કઈ પણ ગુણે આ જગતમાં નથી.” પિતાના પુત્રને અભયકુમાર સાથે મિત્રી કરવાનો અથી થયેલ જાણીને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! તું ખરેખર કુલીન પુત્ર છું, કેમકે મારા ચાલેલા માર્ગે ચાલવાને ઇચ્છે છે. વળી સમાન ગુણવાળા અને સમાન કુળ તથા સંપત્તિવાળા તમારે બને વિવાહ સંબંધની જેમ પરસ્પર મિત્રપણું ઘટે છે. પોતાના મનોરથને મળતી પિતાની આજ્ઞા