________________
સ ૭ મા
૧૦૮
તેથી ભાર્યા સહિત પ્રતિધ પામી ગૃહવાસથી વિરક્ત થઈને તેમની પાસે દીક્ષા લીધી. ગુરૂની સાથે વિહાર કરતા અન્યદા એક શહેરમાં આવ્યેા. ત્યાં મારી સ્ત્રી અધુમતી પણ બીજી સાધ્વીઓ સાથે વિહાર કરતી કરતી આવી. એક દિવસે તેને જોવાથી મને પૂની વિષયક્રીડા યાદ આવી, તેથી હું તેણીમાં અનુરક્ત થયા અને બીજા સાધુને મેં તે વાર્તા જણાવી. તે સાધુએ પ્રવૃત્તિનીને કહ્યું, અને તેણીએ ખમતીને કહ્યું. તે સાંભળી ખેદ પામતી બંધુમતી આ પ્રમાણે એલી કે-હે સ્વામિની ! એ ગીતા થયેલ સાધુ પણ જો મર્યાદાનું ઉલ્લ’ઘન કરશે તેા પછી મારી શી ગતિ થશે ? કારણ કે મર્યાદા પાળવાથી જ સમુદ્ર પૃથ્વીને ડુબાડતા નથી. હવે કદી હું અડીથી દેશાંતર જાઉ તે પણ એ મહાનુભાવ મને દેશાંતર ગયેલી સાંભળશે ત્યાં સુધી મારા વિષેના રાગ છેડી દેશે નહીં; માટે હું ભગવતી ! હું પ્રાણ જ તજી દઇશ કે જેથી મારા અને તેમના શીલનુ` મ`ડન નહીં થાય.' આ પ્રમાણે ધારી અનશન કરીને લીલા માત્રમાં તેણે થુંકની જેમ પેાતાના પ્રાણને તજી દીધા અને દેવપણાને પ્રાપ્ત થઈ. તેને મૃત્યુ પામેલી સાંભળી મને વિચાર થયા કે, એ મહાનુભાવા વ્રતભંગના ભયથી મૃત્યુ પામી, અને હું તેા વ્રતનો ભંગ થયા છતાં પણ જીવું છું, તા મારે હવે જીવવાની શી જરૂર છે ?' એવું ધારીને હું પણ અનશન કરી મૃત્યુ પામીને દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને અહી' ધ વર્જિત એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા છું. જેણે મને પ્રતિબેાધ પમાડવો તેજ મારો ખરેખશે બધુ અને ગુરૂ છે. મારા ભાગ્યનો ઉદયથી અભયકુમાર મંત્રીએ મને પ્રતિાધિત કર્યા છે; પણ અદ્યાપિ હુ તેના દન કરી શકુ તેમ ન હેાવાથી ખરેખર મંદભાગ્ય છું. તેથી હવે પિતાની આજ્ઞા મેળવીને હું આ દેશમાં જઈશ કે જ્યાં મારા ગુરૂ અભયકુમાર છે.” આવા માથ કરતા અને આદિનાથની પ્રતિમાને પૂજતા આ કકુમાર દિવસોને નિમન કરવા લાગ્યા. એક દિવસે આકકુમારે પોતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે, ‘હું અભયકુમારના દન કરવાને ઈચ્છું છુ.' એટલે આકરાજાએ કહ્યું કે, હે વત્સ ! તારે ત્યાં જવું નહી', કારણકે આપણે શ્રેણિકરાજાની સાથે પણ અહી. રથાને રહ્યા છતાંજ મૈત્રી છે.’ પિતાની આવી આજ્ઞાથી બધાયેલા અને અભયકુમારને મળવાને ઉત્કંઠિત થયેલા આ કકુમાર ત્યાં જઈ શકયા નહીં, તેમ અહીં રહી પણ શકો નહિ. તેથી ભાદરવાના મેઘની જેમ નેત્રમાંથી અશ્રાંત અ વર્ષાવતો અને જેના નેત્રા સુજી ગયા છે એવા તે આકકુમાર અભયકુમારને મળવા જવાને ઉત્સહિત થઇ રહ્યો. બેસતાં, સુતાં, ચાલતાં, ખાતાં અને બીજી બધી ક્રિયાએ કરતાં તે અભયકુમારથી અલકૃત એવી દિશાને જ પોતાની ષ્ટિ આગળ રાખતા હતા. અભયકુમારની પાસે પારેવાની જેમ ઉડીને પહોંચવાની ઈચ્છાવાળા તે આ કકુમારને રોગપીડિત દીન જનની જેમ જરા પણ શાંતિ વળતી નહી. તે હમેશાં ‘મગધદેશ કેવા છે ? રાજગૃહ નગર કેવું છે ? ત્યાં જવાને કયા માર્ગ છે?' આ પ્રમાણે પોતાના પિરજનાને પૂછ્યા કરતા હતા.
આ કકુમારની આવી સ્થિતિ સાંભળી આકરાજાને ચિંતા થઈ કે, ‘જરૂર આ કકુમાર કોઈ વખતે મને કહ્યા વગર અભયકુમારની પાસે ચાલ્યા જશે, તેથી તેના બદોબસ્ત રાખવા જોઇએ.’ આવું ચિંતવી તેણે પાતાના પાંચસે સામાને આજ્ઞા કરી કે “તમારે આર્દ્રકકુમારને કાઈ પણ દેશાંતરે જવા ન દેવા.’ રાજાની આવી આજ્ઞાથી તે સામંતે પણ છાયાની જેમ તેનું પડખું છેડતા નહેાતા. નિરંતર સાથે રહેતા હતા; તેથી કુમાર પોતાના આત્માને બંદીવાન્ સરખા માનવા લાગ્યા. છેવટે અભયકુમારની પાસે જવાનું મનમાં ધારીને તે બુદ્ધિ