________________
પર્વ ૧૦ મું
૧૦૭ મળવાથી આર્દકકુમારે તે મંત્રીને કહ્યું કે, “તમારે મને પૂછળ્યા વગર જવું નહીં; કારણકે અહીંથી ચાલતી વખતે અભયકુમાર સાથેના નેહરૂપ વૃક્ષના બીજ જેવું મારું વચન તમારે સાંભળવાનું છે.' કુમારનાં વચનથી મંત્રીએ તેમ કરવાને સ્વીકાર્યું. પછી રાજાની રજા લઈને છડીદારે બતાવેલા માર્ગે મંત્રી તેના ઉતારામાં ગયો.
અન્યદા આકરાજાએ મેતી વિગેરેની ભેટ લઈને એક પિતાના પુરૂષ સાથે તે મંત્રીને વિદાયગીરી આપી તે વખતે આદ્રકુમારે અભયકુમારને માટે તે મંત્રીના હાથમાં પરવાળા અને મુક્તાફળ વિગેરે આપ્યા. પછી મંત્રી આદ્રકરાજાના મનુષ્ય સહિત રાજગૃહપુરે આવ્યું અને તેમણે શ્રેણિક રાજાને અને ‘અભયકુમારને ભેટ આપી. મંત્રીએ અભયકુમારને સંદેશો કહ્યો કે, આદ્રકકુમાર તમારી સાથે મિત્રતા અને સૌબ્રાન્ન કરવા ઈચ્છે છે.' જિનશાસનમાં કુશળ અભયકુમારે ચિંતવ્યું કે, 'જરૂરશ્રમણપણાની વિરાધના કરવાથી તે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હશે; પણ તે મહાત્મા આદ્રકકુમાર આસનભવ્ય હવે જોઈએ. કારણ કે અભવ્ય અને દુરભવ્યને મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા જ થાય નહીં. પ્રાય: સમાન પુણ્ય પાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે, તેનો સ્વભાવ એક સરખો હોય છે અને મૈત્રી એક સરખા સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે. હવે કોઈ પણ ઉપાય કરીને તેને પાછો જૈનધમી કરી હું તેને આપ્તજન થાઉં, કેમકે જે ધર્મ માર્ગમાં અગ્રેસર થાય તે જ પ્રાપ્ત કહેવાય છે. તે આર્દકકુમારને હું તીર્થકરનું બિંબ દર્શાવું, કે જેથી કદી તેને ઉત્તમ જાતિસ્મરણ થાય. અહીથી ભેટને વિષે મહાન આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક રત્નમચી ઉત્તમ અર્હત્ પ્રતિમાં હું તેની ઉપર મેકલાવું” આ પ્રમાણે વિચારીને તેણે એક પેટીમાં શ્રી આદિનાથની અપ્રતિમ પ્રતિમા મૂકી, કે જે પ્રતિમા કલ્યાણ આપવામાં કામધેન જેવી હતી. પછી તે પ્રતિમાની આગળ ધૂપધાણું અને ઘંટા વિગેરે દેવપૂજાના બધા ઉપકરણે મૂક્યા. પછી તે પેટીન દ્વારપર તાળું દઈ અભયકુમારે તેની ઉપર પોતાની મહેરછાપ કરી. મગધપતિ શ્રેણિ કે પેલા આદ્રક રાજાને માણસને ઘણી ભેટ આપીને પ્રિય આલાપપૂર્વક વિદાય કર્યો, તે વખતે અભયકુમારે પણ તેના હાથમાં તે પેટી આપી અને અમૃત જેવી વાણીથી તેનો સત્કાર કરીને કહ્યું કે, “હે ભદ્ર! આ પેટી આદ્રકકુમારને આપજે અને તે મારા બંધુને મારે આ સંદેશો કહેજે કે, આ પેટી એકાંતમાં જઈને તારે એકલાએ જ ઉઘાડવી અને તેમાં જે વસ્તુ છે તે તારેજ જેવી, તે વસ્તુ કોઈ બીજાને બતાવવી નહીં.' આ પ્રમાણે તેનું કહેવું કબુલ કરી તે પુરૂષ પોતાને નગરે ગયે. સાથે લાવેલી ભેટ પોતાના સ્વામીને અને તેમના કુમારને આપી. તેમજ અભયકુમારનો સંદેશ આદ્રકકુમારને એકાંતમાં લઈ જઈને કહ્યું. આદ્રકકુમારે એકાંતે તે પેટી ઉઘાડી, તો તેમાં અંધકારમાં પણ ઉદ્યોત કરતી જાણે તેજની જ ઘડેલી હોય તેવી શ્રી આદિનાથની મનહર પ્રતિમા તેના જોવામાં આવી. તે જોઈ આદ્રકકુમાર વિચારમાં પડ્યો કે, “આ શું હશે? આ કેઈ અંગનું ઉત્તમ આભૂષણ જણાય છે, પણ તે શું મસ્તકે, કઠે કે હૃદયે પહેરવાનું હશે? પૂર્વે મેં કઈ ઠેકાણે આવી વસ્તુ જોયેલી છે, પણ મંદાભ્યાસીને શાસ્ત્રની જેમ તે મારા સ્મરણમાં આવતું નથી.” આવી રીતે ઘણી ચિંતવના કરતાં આદ્રકકુમારને જાતિસ્મરણને ઉત્પન્ન કરનારી મોટી મૂછ આવી. તત્કાળ જાતિસમરણ ઉત્પન્ન થતાં ચેતનાને પ્રાપ્ત કરીને તે પોતાના પૂર્વ જન્મની કથાને ચિંતવવા લાગ્યો-અરે ! આ ભવથી ત્રીજે ભવે મગધ દેશના વસંતપુર નગરમાં સામાયિક નામે હું એક કુટુંબી (કણબી) હતા. મારે બંધુમતી નામે સ્ત્રી હતી. તેની સાથે અન્યદા સુસ્થિત નામના આચાર્યની પાસેથી આહંદુધર્મ અમે યથાર્થ રીતે સાંભળે.