________________
પર્વ ૧૦ મુ
૧૧૩ નથી, પણ મને તો ત્રાકસૂત્રના પાશમાંથી મોક્ષ થવે તે દુષ્કર જણાય છે.” રાજાએ પૂછયું કે, તે શી રીતે ?” એટલે મુનિએ ત્રાકસૂત્ર સંબંધી બધી કથા કહી સંભળાવી, જે સાંભળી રાજા અને સર્વ કે વિસ્મય પામી ગયા.
પછી આદ્રકકુમાર મુનિએ અભયકુમારને કહ્યું કે, “હે ભદ્ર! તમો મારી નિષ્કારણું ઉપકારી ધર્મબંધુ છે. હે રાજપુત્ર ! તમે મેકલેલી અર્વતની પ્રતિમાના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી જ હું આર્યત થયે. હે ભદ્ર! તમે મને શું શું નથી આપ્યું? અને શે શે ઉપકાર નથી કર્યો ? કે જેણે મને ઉત્તમ ઉપાયની યોજના કરીને આહંત ધર્મમાં પ્રવર્તાવ્યું. હે મહોપકારી ! તમે અનાર્યપણું રૂપ મહા કાદવમાં નિમગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યો. અને તમારી બુદ્ધિથી બોધ પામી હ' આર્ય દેશમાં આવ્યું. તેમજ તમારાથી જ પ્રતિબોધ પામીને હું દીક્ષાને પ્રાપ્ત થયેલ છું. તેથી હે કુમાર ! તમે ઘણું કલ્યાણવડે વૃદ્ધિ પામે છે.” રાજા શ્રેણિક, અભયકુમાર અને બીજા લોકો તે મુનિને વંદના કરીને પોતપોતાને સ્થાને ગયા. આ કમુનિએ રાજગૃહ નગરમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વંદના કરી અને તેમના ચરણકમળની સેવાથી કૃતાર્થ થઈ પ્રાંતે મોક્ષને પ્રાપ્ત થયા.
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि चेल्लणायोग्यएकस्तंभप्रासाद निर्मापणશીરા-વહાણ જેળિવિદ્યા-તુષાથા
आर्द्र कुमारकथा-वर्णनो नाम सप्तमः सर्गः।।।
※旅柴柴院院院院院院杀杀杀杀杀杀杀杀杀※※※※※※
૧૫ '