________________
૧૧૨
સર્ગ ૭ મે
કે શુભ અશુભ ફળનું કારણ તો નિયતિ (ભવિતવ્યતા) જ છે.’ આદ્રકમુનિ બેલ્યા કે-“અરે ગોશાળા : જો તેમજ હોય તો આ જગતમાં સુખ જ નથી એમ કહે, અને જે સુખ છે એમ કહેતો હોય તો પુરૂષાર્થને તેના કારણ તરીકે માની લે. જે સર્વ ઠેકાણે નિયતિજ કારણ માનતો હો, તો ઈષ્ટસિદ્ધિને માટે તારી પણ સર્વ કિયાઓ વૃથા થશે. વળી જે તું નિયતિ ઉપર નિષ્ઠા રાખીને રહેતો હોય તો સ્થાન ઉપર કેમ બેસી રહેતો નથી ? ભેજનનો અવસરે ભેજન માટે શું કામ પ્રયત્ન કરે છે ? તેથી નિયતિની જેમ સ્વાર્થસિદ્ધિને માટે પુરૂષાર્થ કરે તે પણ યોગ્ય છે, કારણ કે અર્થ સિદ્ધિમાં નિયતિથી પણ પુરૂષાર્થ ચઢે છે. જેમકે આકાશમાંથી પણ જળ પડે છે અને ભૂમિ ખણવાથી પણ મળી શકે છે, તેથી નિયતિ બળવાન છે અને તેથી પણ ઉદ્યમ બળવાન છે.” આ પ્રમાણે તે મહામુનિએ ગોશાળાને નેત્તર કરી દીધો. તે સાંભળી બેચર વિગેરેએ જયજય શબ્દ કરીને તેમની સ્તુતિ કરી.
પછી આદ્રકમુનિ હસ્તિતાપના આશ્રમમાં ગયા. ત્યાં પર્ણકુટીઓમાં હાથીઓનું માંસ તડકે સુકવવા નાંખેલું તેમના જેવામાં આવ્યું. ત્યાં રહેલા તાપસે એક મેટા હાથીને મારી તેનું માંસ ખાઈને ઘણા દિવસે નિર્ગમન કરતા હતા. તેઓને એ મત હતો કે, “એક મેટા હાથીને મારી નાખવે તે સારે કે જેથી એક જીવનાજ માંસથી આપણે ઘણે કાળ નિગમન થાય. મૃગ, તિત્તિર, મત્સ્ય વિગેરે ઘણું ક્ષુદ્ર પ્રાણીઓનો અને ઘણું ધાન્યના કણોનો આહાર શા માટે કરે ? કે જેમાં ઘણું જીવોની હિંસા થવાથી ઘણું પાપ લાગે છે. આવાં તે દયાભાસ ૧ ધર્મને માનનારા તાપસોએ તે વખતે મારવાને માટે એક મોટી કાયાવાળા હાથીને ત્યાં બાંધ્યો હતો. ભારવાળી બલાવડે જ્યાં હાથીને બાંધ્યું હતો, તે માર્ગે થઈને એ કરૂણાળુ મહર્ષિ નીકળ્યા. પાંચસે મુનિઓએ પરવરેલા તે મહષિને અનેક લે કે પૃથ્વી પર મસ્તક નમાવીને નમતા હતા, તે જોઈ એ લઘુકમી ગજે કે વિચાર્યું કે, “ પણ જો છું થઉં તો આ મુનિવરને વંદના કરું, પણ બંધનમાં છું તેથી શું કરું ?’ હાથી આ પ્રમાણે વિચારે છે તેવામાં ગરૂડના દર્શનથી નાગપાશની જેમ તે મહર્ષિના દર્શનથી તેના લેહમય બંધન તૂટી ગયા, તેથી તે હાથી છુટ થઈ તે મહામુનિને વાંદવા તેમની સામે ચાલે. તે જોઈ લેકે કહેવા લાગ્યા કે, “આ મુનિને હાથી જરૂર હણી નાખશે.” એમ બોલતા હાથીના ભયથી દૂર નાશી ગયા; પરંતુ મુનિ તો ત્યાં જ ઊભા રહ્યા. ગજેકે તેમની પાસે આવી કુભસ્થળ નમાવીને પ્રણામ કર્યો અને દાહથી પીડિત જેમ કદલીને સ્પર્શ કરે તે તે જે મનિના ચરણને સુ ઢ પ્રસારીને સ્પર્શ કર્યો. તેથી તે પરમ શાંતિને પામ્યા. પછી તે હાથી ઊભે થઈ ભક્તિથી ભરપૂર દષ્ટિવડે મુનિને જેતે જોતે અનાકુળપણે અરણ્યમાં ચાલ્યા ગયે. મુનિના આવા અદ્દભુત પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી પેલા દયાભાસ ધમ હસ્તિાપસે તેમના પર ઘણું ગુસ્સે થયા પરંતુ આર્દિકકુમારે તેઓને પણ પ્રતિબોધ પમાડ્યો અને સમતા સંવેગથી શુભતા તેઓને શ્રી વીરપ્રભુના સમવસરણમાં મોકલ્યા, ત્યાં જઈને તેઓએ હર્ષથી દીક્ષા લીધી. - શ્રેણિક રાજા ગજેદ્રના મોક્ષની અને તાપસના પ્રતિબંધની હકીકત સાંભળી અભયકુમાર સહિત આર્કિકમુનિ પાસે આવ્યા. ભક્તિથી વંદના કરતા રાજાને મુનિએ સર્વ કલ્યાણકારિણી ધર્મલાભરૂપ આશીષથી આનંદિત કર્યો. પછી મુનિને શુદ્ધ ભૂમિતળ ઉપર નિરાબાધપણે બેઠેલા જોઈ રાજાએ પૂછયું કે- હે ભગવન્! તમે કરેલા ગજે દ્રાક્ષથી મને આશ્ચર્ય થાય છે, એટલે મહષિ બોલ્યા કે- હે રાજે ! ગજેનો મોક્ષ કરવો તે મને દુષ્કર લાગતે . ૧ આભાસ માત્ર જેમાં દયા છે, વાસ્તવિક દયા નથી એવા.