________________
પર્વ ૧૦ મું
૧૦૯ માન કુમારે પ્રતિદિન અશ્વ ફેરવવાની ક્રીડા કરવા માંડી. તે વખતે પણ તે સામંતો તેના અંગરક્ષક થઈને તેની સાથે રહેવા લાગ્યા. આ દ્રકકુમાર ઉતાવળે અશ્વ દોડાવી તેનાથી થોડોક દૂર ચાલ્યા જઈને પાછો વળી આવતો હતો. એવી રીતે અનુક્રમે અને ખેલાવતાં અધિક અધિક દૂર જવા લાગે અને પાછો વળી આવવા લાગ્યું. તેથી સર્વ સામે તેને તેના ગમનાગમન પર વિશ્વાસ ઉત્પન્ન થયે. એમ કરતાં કરતાં એક દિવસ આ દ્રકકુમારે પિતાના વિશ્વાસુ માણસની પાસે સમુદ્રમાં એક વહાણ તૈયાર કરાવ્યું. તે વહાણને રત્નોથી પૂરાવ્યું અને અભયકુમારે મેકલેલી શ્રી આદિનાથની પ્રતિમા પણ તેમાં મેકલાવી દીધી. પછી અને ખેલાવતાં અદશ્ય થઈને તે વહાણ ઉપર ચડી આકકુમાર આર્યદેશમાં આવતો રહો. ત્યાં પહોંરયા પછી વહાણમાંથી ઉતરીને અભયકુમારે મેકલેલી પ્રતિમાં તેની પાસે મોકલી, સાત ક્ષેત્રમાં ધન વાપરી પોતાની મેળે યતિલિંગ ગ્રહણ કર્યું. જે વખતે તેણે સામાયિક ઉચ્ચરવા માંડયું, તે વખતે આકાશમાં રહેલા દેવતાઓએ ઉંચે સ્વરે કહ્યું કે, “હે મહાસત્ત્વ ! તું દીક્ષા ગ્રહણ કરીશ નહી, કારણ કે અદ્યાપિ તારે કર્મ અવશેષ છે, તે ભેગવી લે અને ભેચ્યકર્મ ભોગવ્યા પછી સમયે દીક્ષા ગ્રહણ કરજે, કેમકે ભાગ્યકમ તીર્થ કરોને પણ અવશ્ય ભોગવવું પડે છે. હે મહાત્મા ! તારે હાલ વ્રત લેવાની જરૂર નથી, હાલ વ્રત લેવાથી તારૂં ઉપહાસ્ય થશે. તેવું ભેજન કર્યું શા કામનું કે જેનું વમન થઈ જાય?’ આવાં દેવતાનાં વચનનો અનાદર કરીને આ Áકકુમારે પરાક્રમવડે પોતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે આકકુમાર મુનિ પ્રત્યેકબુદ્ધ થઈ તીવ્રપણે વતને પાળતા વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તે વસંતપુર નગરે આવ્યા, અને નગરની બહાર કોઈ દેવાલયમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા, અર્થાત્ સર્વ અધિને દૂર કરી સમાધિસ્થ થયા.
એ નગરમાં મહાકુળવાન્ દેવદત્ત નામે એક મોટે શેઠ રહેતે હતો. તેને ધનવતી નામે પત્ની હતી. પેલી બંધુમતીને જીવ દેવકમાંથી ૩વીને તે શેઠને ઘેર પુત્રીપણે અવતર્યો. તે બાળાનું શ્રીમતી નામ પાડયું. તે ઘણી સ્વરૂપવતી અને સર્વ વનિતાઓમાં શિરોમણિ થઈ માલતીના પુષ્પની માળાની જેમ ધાત્રીઓએ પાલન કરેલી તે કન્યા અનુક્રમે ધૂલિક્રીડા ગ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ. એકદા શ્રીમતી નગરની બીજી બાળાઓની સાથે પતિ રમણની ક્રીડા કરવા માટે પૂર્વોક્ત દેવાલયમાં જ આવી કે જ્યાં આદ્રક મુનિ કાર્યોત્સર્ગ રહેલા હતા. ત્યાં કીડા કરવાને માટે બધી બાલિકાઓ બોલી કે, “સખીઓ ! સર્વે પિતપિતાને ગમતા એવા વરને વરી લ્યો.' એટલે સર્વે કન્યા પરસ્પર રૂચિ પ્રમાણે કઈ કઈને વર કરીને વરી ગઈ. એટલે શ્રીમતીએ કહ્યું કે, સખીઓ ! હું તો આ ભટ્ટારક મુનિને વરી. તે વખતે દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, “શાબાશ છે, તુ ઠીક વરી છું !' આ પ્રમાણે કહી ગર્જના કરીને તે દેવે ત્યાં રત્નોની વૃષ્ટિ કરી. તે ગર્જનાથી ત્રાસ પામીને શ્રીમતી તે મુનિના ચરણને વળગી પડી. મુનિએ વિચાર્યું કે, “અહીં ક્ષણવાર રહેવાથી પણ વ્રતરૂપી વૃક્ષને મહાન પવન જે આ મને અનુકૂળ ઉપસર્ગ થયે, માટે અહી વધારે વાર રહેવું યોગ્ય નથી.” આવા વિચારથી તે મુનિ તરત જ ત્યાંથી બીજે ચાલ્યા ગયા. “મહર્ષિઓને કઈ સ્થળે નિવાસ કરીને રહેવાની આસ્થા હોતી નથી, તે જ્યાં ઉપસર્ગ થાય ત્યાં રહેવાની તે શાની જ આસ્થા હોય ?” પછી તે નગરને રાજા તે રનવૃષ્ટિ લેવાને ત્યાં આવ્યું. કારણ કે “સ્વામી વગરના ઘન ઉપર રાજાને જ હક છે' એ તેને નિશ્ચય હતે. રાજપુર રોજાની આજ્ઞાથી જ્યારે તે દ્રવ્ય લેવા દેવાલયમાં પેઠા ત્યારે નાગલોકના દ્વારની જેમ તે સ્થાન અનેક સર્ષોથી વ્યાપ્ત જોવામાં આવ્યું. તે વખતે તત્કાળ દેવતાએ આકાશમાં રહીને