________________
પર્વ ૧૦ મું વખતે શ્રેણિક રાજા સુરંગદ્વાર આવશે. એવો ચક્કસ તેને મુખે સંકેત કર્યો. દાસી તે પ્રમાણે સુષ્ઠાને કહી પાછી આવીને અભયકુમાર પ્રત્યે બોલી કે તમારું વચન પ્રમાણે છે.” પૂછી તે અંત:પુરમાં પુનઃ ચાલી ગઈ. અભયકુમારે દુકાન સમેટી રાજગૃહ નગરે જઈ પિતાને તે સંકેતની સર્વ વાત કહી સંભળાવી અને સુરંગ કરાવવાની તજવીજમાં તત્પર થયે.
અહીં સુપેઠા જ્યારથી શ્રેણિક રાજાનું ચિત્ર જોયું ત્યારથી શ્રેણિકરાજાનું જ સ્મરણ કરતી કામને વશ થઈ છતી ઘણી અરતિ પામવા લાગી. એમ કરતાં કરતાં સંકેતને નિર્ણય કરેલો દિવસ આવ્યું, એટલે શ્રેણિક રાજા સુલસાના બત્રીશ પુત્રોની સાથે સુરંગના દ્વાર પાસે આવ્યા. પછી સુલસાના પુત્રોને રથ સહિત સાથે લઈ વૈતાઢયની ગુફામાં ચક્રવતીની જેમ શ્રેણિક રાજા સુરંગમાં પેઠો. સુરંગને બીજે દ્વારે નીકળ્યા એટલે મગધપતિએ સુજ્યેષ્ઠાને દીઠી. તેને ચિત્ર પ્રમાણેજ મળતી જોઈ ઘણે હર્ષ પામ્યા. સુષ્ઠાએ આ સર્વે વૃત્તાંત સખીભાવથી ચિલણને જણાવીને તેની રજા માગી એટલે ચિલ્લણ પ્રતિજ્ઞા પૂર્વક બોલી કે, હું તારા વગર એકલી રહીશ નહીં.” પછી સુચેષ્ઠા ચિલ્લણને રથમાં બેસારી પિતે સત્વર રત્નને કરડીઓ લેવા ગઈ. તે સમયે તુલસાના પુત્રોએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામી ! શત્રુના ગૃહમાં ચિરકાળ રહેવું ઘટિત નથી. સુલસાના પુત્રોની પ્રેરણાથી રાજા ચિલણાને લઈ તે સરગને માર્ગે જેમ આવ્યું હતું તેમ પાછો ચાલી નીકળ્યા. સુચેષ્ઠા રનનો કરંડીઓ લઈને આવી, ત્યાં તો વાદળામાં ઢંકાયેલા ચંદ્રની જેમ શ્રેણિકને ત્યાં જોયા નહીં. તેથી પિતાની બેનનું હરણ થયું અને પોતાને મરથ સિદ્ધ થયા નહીં, એવું ધારી તેણે ઉંચે સ્વરે પોકાર કર્યો કે-“અરે ! દડો ! દડે ! હું લુંટાણી ! મારી બેન ચિલ્લણાનું હરણ થયું !” તે સાંભળતાંજ ચેટકરજા તૈયાર થઈ ગયા. તેને તૈયાર થતાં જોઈ વીરંગક નામના રથીએ કહ્યું, “સ્વામી! હું છતાં તમારે આવો આક્ષેપ કર એગ્ય નથી.” એમ કહી વીરંગક યુદ્ધ કરવાને સજજ થઈ કન્યાને પાછી લાવવા માટે સુરંગને દ્વારે ગયા. ત્યાં સુલતાના પુત્રોને જાતા જોઈ મહાબાહુ વીરંગકે તેમને એક બાણથી મારી નાંખ્યા. સુરંગ સાંકડી હોવાથી તેમના રથોને વીરંગક બાજુ પર કરવા રહ્યો, તેટલામાં તો મગધપતિ શ્રેણિક દૂર નીકળી ગયા. પછી વીરંગને પાછા ફરી તે સર્વ વૃત્તાંત ચેટક રાજાને કહ્યો. પિતાની દુહિતાના હરણથી અને તે બત્રીશ રથિના મરણ પામવાથી ચેટકરાજાનું મન એક સાથે રોષ અને તોષથી પૂરાઈ ગયું. એ હકીકત સાંભળી સુજ્યેષ્ઠાએ ચિંતવ્યું કે, “અહો ! વિષયની લોલુપતાને ધિક્કાર છે. વિષયસુખની ઈરછા કરનારા મનુષ્યો આવી વિટંબનાએ પામે છે.” આવા વિચારથી સંસારપર વિરક્ત થયેલી સુષ્ઠાએ ચેટકરાજાની રજા લઈ ચંદના આર્યાની પાસે દીક્ષા લીધી. - અહીં રાજા શ્રેણિક પિતાના રથમાં બેઠેલી ચેલણને સુચેષ્ઠા ધારી “હે સુષ્ઠા, હે સુચેષ્ઠા !” એમ બોલાવવા લાગ્યા. ત્યારે ચેલાએ કહ્યું કે “સુયેઠા આવી નથી, હું તો સુષ્ઠાની નાની બેન ચલ્લણું છું.' શ્રેણિક બેલ્યા- હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી ! મારે પ્રયાસ વ્યર્થ નથી, તું પણ સુજ્યેષ્ઠાથી કાંઈ ન્યૂન નથી.” ચેલણ પતિના લાભથી અને બેનને છેતરવાથી એક સાથે હર્ષ અને શોકથી લિપ્ત થઈ. રાજા શ્રેણિક પવન જેવા વેગવાળા થવડે શીઘ્ર પિતાના નગરમાં આવ્યા. તે ખબર સાંભળી અભયકુમાર પણ તરત તેની પાસે આવ્યા પછી શ્રેણિક રાજાએ ગાંધર્વવિવાહથી ચેલ્લણાનું પાણી ગ્રહણ કર્યું.
આ પછી રાજાએ નાગ અને સુલસાની પાસે જઈ તેના પુત્રોના મૃત્યુના ખબર આપ્યા. તે દંપતી રાજા પાસેથી પુત્રીનું અમંગળ સાંભળી મુક્તકઠે રૂદન કરતા છતા વિલાપ કરવા