________________
પર્વ ૧૦ મું ર્વિસુ નક્ષત્રના બે તારાની જેમ સદા અવિયેગી (સાથે ને સાથે) રહેતી હતી. કળા કલાપમાં કુશળ અને સર્વ અર્થને જાણતી તે બંને જાણે મૂત્તિમાન સરસ્વતી હોય તેમ માંહેમાંહે વિદ્યાવિદ કરતી હતી. બંને સાથે જ દેવપૂજા કરતી, સાથેજ ધમ સાંભળતી અને એક સ્વરૂપવાળી હોય તેમ બીજુ સર્વ કાર્ય સાથેજ કરતી હતી.
એક વખતે કઈ સ્થવિરા તાપસી સુચેષ્ટા અને ચિલ્લણથી અલંકૃત એવા કન્યાએના અંતઃપુરમાં આવી. ત્યાં તેણે અજ્ઞાનીની સભાની જેમ તેમની આગળ પણ “શૌચમૂળ ધર્મ જ પાપને નાશ કરનાર છે” એમ ગાલ ફુલાવીને કહ્યું. તે સાંભળી સુષ્ઠા બોલી –“અરે! શૌચ કે જે અશુભ આશ્રવરૂપ છે અને અશુભ આશ્રવ પાપનો હેતુ છે, તો તે પાપને શી રીતે છેદી શકે?” આ પ્રમાણે કહી કુવામાં રહેલા દેડકા વિગેરેના યુક્તિવાળા દષ્ટાંત આપી ગુણવડે જયેષ્ટ સુજયેષ્ઠાએ તેના શૌચમૂળ ધર્મને ખંડિત કરી નાંખે. પછી જાણે મુખને મુદ્રિત કર્યું હોય તેમ તે તાપસી નિરૂત્તર થઈ ગઈ એટલે અંતઃપુરની દાસીઓ મુખ મરડી મરડીને તેને હસવા લાગી અને પિતાની સ્વામીનીના જયથી ઉન્મત્ત થયેલી તે દાસીઓએ મોટે કોલાહલ કરી તે તાપસીને કંઠે પકડીને કાઢી મૂકી. તે તાપસી લેવા જતાં ઉલટું ખાઈને આવી હોય તેમ પૂજાને માટે જતાં ઉલટી અનર્થને પામી. તાપસીએ ત્યાંથી નીકળતાં વિચાર્યું કે, “આ સુચેષ્ટા ગર્વ પામી છે, માટે તેને ઘણું સપનીઓમાં પાડી દુ:ખનું પાત્ર કરૂં.' આવું ધારી સર્વ કળાઓમાં ચતુર એવી તે તાપસીએ પિંડસ્થ ધ્યાનની લીલાથી સુજ્યેષ્ઠાનું રૂપ મનમાં ધારીને એક પટ ઉપર આળેખી લીધું.
સુચેષ્ટાનું રૂપ આલેખીને ક્રૂર તાપસી ત્વરાથી રાજગૃહ નગરે આવી અને રાજા શ્રેણિકને તે ચિત્ર બતાવ્યું. નેત્રરૂપ મૃગની મૃગજળરૂપે ચિત્રલિખિત રમણીને જોઈને રાજગૃહપતિ શ્રેણિક અનુરાગથી તેનું વર્ણન કરવા લાગે-“અહા ! આ બાળાનું શું મનોહર રૂપ છે! મયુરના કલાપ તે તેના કેશપાશના દાસપણાને પામે છે, તેનું મનોહર નેત્રવાળું મુખ જેમાં ભ્રમર લીન હોય તેવા કમળ જેવું છે, તેનો કંઠ શંખનું અવલંબન કરે છે, સ્તનભૂષિત ઉરસ્થળ ક્રીડા કરતા કાકપક્ષીવાળા સરોવર જેવું છે, નિતંબ ધનુર્ધાર કામદેવને ખેલવા ગ્ય ભૂમિ જેવા સવિસ્તર છે, સાથળ અનુક્રમે વર્તલ હોવાથી ગજબંધના વિલાસને હરનાર છે. જઘા કમળના જેવી સરલ અને કમળ છે અને સરલ જઘાવાળા ચરણ ઉંચા નાળવાવાળા કમળ જેવા છે. અહા ! આ મૃગાક્ષીનું અદ્વૈત સૌંદર્ય, ઉજ્જવળ લાવણ્ય અને બીજું સર્વ પણ ઘણું રમ્ય છે.” આ પ્રમાણે વર્ણન કર્યા પછી તેના પર મોહિત થયેલા શ્રેણિકે તાપસીને પૂછ્યું કે, હે મહાભાગે ! સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી આ સ્ત્રીનું ચિત્ર તમે તમારી બુદ્ધિથી આળેખ્યું છે કે કોઈ સ્ત્રીના રૂપદર્શનથી આળેખ્યું છે?” તાપસી બેલી –“જેવું રૂપ મેં જોયું તેવું યથાશક્તિ આળેખ્યું છે. હે રાજા ! જેવું આ ચિત્રમાં છે તેવું કદિ દર્પણમાં જણાતું હશે.” પ્રેમથી મોહિત થયેલે રાજા તે ચિત્રસ્થ રૂપને જાણે આલિંગના કરવાને કે ચુંબન કરવાને ઈચ્છતા હોય તેમ દેખાવા લાગ્યો, પછી બોલ્યો કે, “હે ભદ્ર! સતાવળીની જેમ આ બાળા કેના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને અલંકૃત કરે છે ? ક્ષીરસાગરને લક્ષમીની જેમ કયા ધન્ય પુરૂષની એ પુત્રી છે? કયા પવિત્ર અક્ષરે તેના નામમાં આવ્યા છે ? સરસ્વતીએ કઈ કઈ કળાથી તેના પર અનુગ્રહ કર્યો છે? અને કઈ પુરૂષના કરે તેના કરને ચુંબિત કર્યો છે કે નહિ?તાપસી બોલી હે રાજન્ ? વૈશાલીનગરીના અધિપતિ અને હૈહયવંશમાં ઉત્પન્ન થયેલા ચેટક રાજાની ૧૨