________________
૮૮
સગ ૬ ।
દિ આળખાયેલા ન હોય તેા પણ ષ્ટિએ પડતાં તેનાપર હૃદય હું ધરે છે.' શ્રેણિક રાજાએ તેને પૂછ્યું કે, ‘તમે કયાંથી આવા છે !’ અભયે કહ્યું, ‘હું વેણાત. નગરથી આવ્યા છુ.' રાજાએ પૂછ્યું, હે ભદ્રમુખ ! તે શહેરમાં સુભદ્ર નામે એક પ્રખ્યાત શેઠ રહે છે અને તેને ના નામે એક પુત્રી છે, તે સારી પેઠે છે ?” અભયે કહ્યું, ‘હા, તે સારી રીતે છે.’ રાજાએ ફરીથી પૂછ્યું, તે શેઠની પુત્રી નંદા સગર્ભા હતી, તેને શું અપત્ય થયુ?' તે સાંભળી અભયકુમારે મનેાહર દાંતના કિરણોની શ્રેણિથી પ્રકાશ કરતાં કહ્યું કે, હે દેવ ! તે નંદાએ અભયકુમાર નામના એક પુત્રને જન્મ આપ્યા છે.' પછી તે કેવા રૂપવાન અને કેવા ગુણવાળા છે?” એમ રાજાએ પૂછ્યુ' એટલે અભય ખેલ્યું –‘સ્વામી! તેજ હું અભયકુમાર છું.' તે સાંભળતાં જ રાજા તેને સ્નેહથી આલિંગન કરી, ઉત્સંગમાં એસારી અને મસ્તક સુંઘી સ્નેહથી સ્નાન કરાવતા હાય તેમ નયનના અશ્રુજળથી સિંચન કરવા લાગ્યા. પછી પૂછ્યુ કે ‘હે વત્સ ! તારી માતા કુશળ છે?” એટલે અભયકુમારે અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે ‘હે સ્વામી ! ભ્રમરીની જેમ તમારા ચરણકમળને સંભારતી મારી આયુષ્યમતી માતા હાલ આ નગરની બહારના ઉદ્યાનમાં જ છે.' તે સાંભળી અમદ આનંદ પામતા રાજાએ નંદાને લાવવા માટે અભયકુમારને આગળ કરી બધી સામગ્રી ત્યાં માકલી અને પછી મનમાં ઘણી ઉત્કંઠા લાવી કમલિની પાસે રાજસ જાય તેમ પોતે પણ નદાની સામે ગયા. રાજાએ ઉદ્યાનમાં આવીને આનંદયુક્ત ચિત્તે નંદાને જોઈ. પર`તુ વિયાગ દુ:ખે પીડિત નંદાના કકણા શિથિલ થઈ ગયા હતા, કપાળ ઉપર કેશ લટકતા હતા, નેત્ર કાજળ વગરના હતા, માથે કેશપાશ છુટા હતા, મલીન વસ્ત્રો પહેર્યાં' હતા, અને શરીરની કૃશતાથી બીજના ચંદ્રની કળા જેવી તે દેખાતી હતી, આવી નંદાને મળી તેને આનંદ પમાડી રાજા પોતાના મહેલમાં તેડી લાવ્યા અને સીતાને રામની જેમ તેણે તેને પટરાણી પદ આપ્યુ, અભયકુમારને પાતાની બેન સુસેનાની પુત્રી, સ` મ`ત્રીઓમાં મુખ્યતા અને અર્ધ રાજ્ય આપ્યું. પિતા ઉપર પૂર્ણ ભક્તિથી પેાતાને તેમના એક સેવક તુલ્ય માનતા અભયકુમારે થોડા સમયમાં પેાતાની બુદ્ધિવડે દુઃસાધ્ય રાજાઓને પણ સાધી લીધા.
વસુધારૂપી વધુના મુગટના માણિકય જેવી અને લક્ષ્મીથી વિશાળ વશાળી નામે માટી નગરી છે. તેમાં ઈંદ્રની જેમ અખંડ આજ્ઞાવાળા અને શત્રુ રાજાઓને સેવક કરનારા ચેટક નામે રાજા રાજ્ય કરે છે. તેને પૃથા નામની રાણીથી સાત પુત્રીઓ થઈ હતી, જેઓ રાજ્યના સાત અંગની અધિષ્ઠાયિકા સાત દેવીઓ હોય તેવી લાગતી હતી, તેમના પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જયેષ્ટા, સુજ્યેષ્ઠા અને ચિહ્નણા એવા અનુક્રમે નામ હતા. ચેટક રાજા શ્રાવક હતા. તેણે બીજાને (પાતાના પુત્ર પુત્રીના પણ) વિવાહ કરવાની ખાધા લીધી હતી, તેથી તેણે કોઇને પોતાની કન્યા આપી નહી. તે બાબતમાં ઉદાસીન વૃત્તિ રાખીને રહ્યો. એટલે કન્યાઓની માતાએ તે બાબતમાં ઉદાસીન એવા રાજાની કોઇ પ્રકારે સમતિ મેળવીને તેએમાંથી પાંચ કન્યાએ ચેાગ્ય વરને આપી. વીતભય નગરના રાજા ઉદ્યાયનને પ્રભાવતી આપી, ચપાપતિ દધિવાહન રાજાને પદ્માવતી આપી. કૌશાંભીના રાજા શતાનીકને મૃગાવતી આપી. ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતનને શિવા આપી. કું‘ડગ્રામના અધિપતિ નદ્ધિન રાજા જે શ્રી વીર ભગવતના જ્યેષ્ટ ખંધુ હતા, તેને જ્યેષ્ટા આપી. સુજ્યેષ્ઠા અને ચિલ્લણા એ એ કુમારી રહી. તે બંને પરસ્પર રૂપશ્રીની ઉપમાપ હતી. દિવ્ય આકૃતિવાળી અને દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરતી તે બંને પુન