________________
૧૦૦,
સગ ૭ મો આવી ઠંડીમાં તેનું શું થયું હશે?' આમ બેલ્યા પછી પાછી ફરીવાર એ સરલ હદયવાળી ચેલણાને નિદ્રા આવી ગઈ. “મહાન હૃદયવાળા માણસને પ્રાય: નિદ્રા દાસીની જેમ વશ્ય હોય છે.” ચેલણાના સીત્કારથી અલ્પ નિદ્રાવાળો રાજા જાગી ગયો હતો, તે તેણીનું પૂર્વોક્ત વચન સાંભળી ચિત્તમાં વિચાર કરવા લાગ્યું કે, “જરૂર આના મનમાં કોઈ બીજો પુરૂષ રમવાને ઈચ્છાયેલ છે કે જેને માટે આવી શીતની પીડાની સંભાવનાથી અત્યારે તે શોચ કરે છે. આવા વિચારથી ઈર્ષાવડે વ્યાકુળ થયેલા શ્રેણિકરાજાએ બાકીની બધી રાત્રિ જાગ્રતપણે જ નિગમન કરી. “સ્ત્રી ઉપર પ્રીતિ રાખનાર કોઇ પણ સચેતન પુરૂષ કદી પણ ઈર્ષ્યા વગરને હોતો નથી.”
પ્રાતઃકાળે ચેલણાને અંતઃપુરમાં જવાની આજ્ઞા કરીને પ્રચંડ શાસનવાળા શ્રેણિકે અભયકુમારને બોલાવી આ પ્રમાણે કહ્યું કે, “હે વત્સ! મારું અંતઃપુર સઘળું દુરાચારથી દ્વષિત થયેલું છે, માટે તું તે અંત:પુરને બાળી નાખ. તેમાં તું જરા પણ માતા પર મોહ રાખીશ નહીં.” આ પ્રમાણે અભયને આજ્ઞા આપીને અદ્દભૂત લક્ષમીવડે વિરાજમાન શ્રેણિકરાજા અહંત શ્રી વિરપ્રભુને વાંદવા ગયા. અભયકુમાર પિતાની આજ્ઞાથી ભય પામ્ય, પણ તે સ્વભાવે જ વિચારીને કામ કરનાર હતો, તેથી તે ધીમાન પોતાના મનની સાથે વિચાર કરવા લાગ્યો કે “મારી બધી માતાઓ સ્વભાવે જ મહા સતીઓ છે, અને હું તેઓની રક્ષા કરનારો છું, છતાં પિતાની આજ્ઞા આવી થઈ તો પિતાને જે સંભવિત લાગ્યું, તે હું અસંભવિત શી રીતે કરૂં? વળી પિતાને કોપ નદીના પૂરની જેમ અસહ્યા છે, તથાપિ કાંઈ પણ વિચિત્ર બહાનું કાઢીને કાળક્ષેપ કરવાથી રાજાને કેપ નિવૃત્ત થવાનો સંભવ છે.” આ વિચાર કરીને ચતુર અભયકુમારે અંત:પુર પાસેની હાથીખાનાની જીર્ણકુટીઓને સળગાવી દીધી અને “અંતાપુર દગ્ધ કર્યું.” એવી આઘોષણા બધે પ્રવર્તાવી.
અહીં શ્રેણિક રાજાએ શ્રી વીરપ્રભુને અવસર પામીને પૂછયું કે, “હે પ્રભુ! ચલણ એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે ?” પ્રભુ બેલ્યા- “હે રાજન ! તારી ધર્મપત્ની ચેલણ મહાસતી છે અને શીલ અલંકારથી શોભિત છે; તેથી એ સ્ત્રી ઉપર કાંઈ પણ શંકા લાવીશ નહીં.” આ પ્રમાણેનાં પ્રભુનાં વચન સાંભળી પશ્ચાત્તાપ કરતા શ્રેણિકરાજા તત્કાળ પ્રભુને નમસ્કાર કરીને પોતાના નગર તરફ દેડતા ચાલ્યા. અહીં અગ્નિ સળગાવીને અભય. કુમાર તેમની સામો આવતો હતો, તેને રાજાએ પૂછ્યું કે, “કેમ તે મારી આજ્ઞા પ્રમાણે કર્યું?” અભય નિર્ભય થઈ પ્રણામ કરી અંજલિ જોડીને બોલ્યા કે, “હે સ્વામી ! આપની આજ્ઞા બીજાને પણ પ્રમાણ છે, તે મારે કેમ ન હોય ?” રાજા બોલ્યો-“અરે પાપી! પોતાની માતાઓને બાળીને તું અદ્યાપિ કેમ જીવે છે? તું અગ્નિમાં કેમ પડ્યો નહીં?” અભયકુમાર બોલ્યા-“તાત! અહંતનાં વચનને સાંભળનારા એવા મને પતંગની જેમ મરવું એગ્ય નથી, હું તે સમય આવશે ત્યારે વ્રત ગ્રહણ કરીશ, અને તે વખતે વીરપ્રભુની આજ્ઞા એવી થશે તે હું પતંગની જેમ મૃત્યુ પણ પામીશ, તેમાં જરા પણ સંશય રાખશે નહીં.” રાજાએ કહ્યું કે, “અરે ! મારા વચનથી પણ તેં આવું અકાર્ય કેમ કર્યું ?” એમ કહી જાણે વિષપાન કર્યું હોય તેમ રાજા મૂછ ખાઈને ભૂમિ પર પડી ગયા. પછી અભયકુમાર શીતળ જળથી રાજાને સિંચન કરવા લાગ્યું. જ્યારે શ્રેણિક સ્વસ્થ થયા ત્યારે અભયે કહ્યું કે, “હે પ્રભુ! અંતઃપુરમાં તે કુશળતા છે. કઈ દુર્ભાગ્યના ગે તમે મારી માતાઓ ઉપર અવકૃપા કરીને તેને નિગ્રહ કરવાની મને આજ્ઞા કરી, પણ મેં તેમ કર્યું નથી, તે મારે અપરાધ થયે છે. પિતાજી! તેને બદલે અંતઃપુરની નજીક રહેલી