________________
પર્વ ૧૦ મું
૧૦૧ હાથીઓની છણું પર્ણકુટીઓ મેં બાળી છે. તમારી આજ્ઞા પણ હું વિચાર્યા વગર કરૂં તે નથી.” રાજા તે વચન સાંભળી હર્ષથી બે કે “હે વત્સ! તું ખરેખર મારે પુત્ર છે અને પૂરે બુદ્ધિમાન છે કે જેથી મારી પર આવી પડેલું કલંક તે બુદ્ધિવડે દૂર કરી નાખ્યું છે.” પછી શ્રેણિક રાજા પારિતોષિક વડે અભયકુમારને સંતેલી ચેલણાદેવીના દર્શન નમાં ઉત્સુક થઈને ઉતાવળે તેણુના ગૃહમાં ગયા અને નવનવા પ્રેમથી લક્ષ્મી સાથે કૃષ્ણની જેમ ચેલણાની સાથે પ્રતિદિન ક્રીડા કરવા લાગ્યા. , એક વખતે શ્રેણિક રાજાએ વિચાર કર્યો કે, ચેલણદેવી મને સર્વ સ્ત્રીઓ કરતાં વધારે પ્રિય છે. તો બીજી રાણીઓથી તેણી ઉપર વિશેષ પ્રાસાદ શું કરો ? તેણીને માટે હું એકતંભવાળા પ્રાસાદ કરાવું કે જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમ તે સ્વેચ્છાએ ક્રીડા કરે.” આ નિશ્ચય કરીને શ્રેણિકે અભયકુમારને આજ્ઞા કરી કે, “હે વત્સ! ચેલણદેવીને માટે એકતંભનો પ્રાસાદ કરાવ. અભયકુમારે તરતજ તેવા સ્તંભને ગ્ય કાષ્ટ લાવવાનું સૂત્રધારને આજ્ઞા કરી, એટલે વહેંકિ (સુથાર) તેવા કાષ્ટને માટે અરણ્યમાં ગયે. અટવીમાં પ્રત્યેક વૃક્ષે જોતાં જોતાં સર્વ લક્ષણવાળું એક વૃક્ષ તેના જેવામાં આવ્યું. તેણે વિચાર્યું કે, “ઘાટી છાયાવાળું, આકાશ સુધી ઉંચું, ઘણું પુષ્પ ફળવાળું, મોટી શાખાવાળું અને મોટા થડવાળું આ વૃક્ષ સામાન્ય જણાતું નથી. જેવું તેવું પણ સ્થાન દેવતા વગરનું હોતું નથી, તે આ વૃક્ષરાજ તે તેની શોભાવડે પ્રગટ દેવતવાળું માલુમ પડે છે. માટે પ્રથમ આ વૃક્ષના અધિષ્ઠાયક દેવતાને તપસ્યાથી આરાધું કે જેથી તેને છેદતાં મને કે મારા સ્વામીને વિન ન થાય.” પછી વÁકિએ ભક્તિપૂર્વક ઉપવાસ કરી, ગંધ, ધૂપ, માલ્ય વિગેરે વસ્તુઓથી તે વૃક્ષને અધિવાસિત કર્યું. તે સમયે તે વૃક્ષને આશ્રિત થઇ ને રહેલા વ્યંતરે પેતાનો આશ્રયની રક્ષા માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમારની પાસે આવીને કહ્યું કે, તું મારા આશ્રયરૂપ વૃક્ષને છેદાવીશ નહીં, આ વદ્ધકિને તે કામ કરતાં નિવાર, હું એકતંભવાળા પ્રાસાદ કરી આપીશ. વળી તેની ફરતું સર્વ ઋતુઓથી મંડિત તથા સર્વ વનસ્પતિઓથી શોભિત નંદનવનની જેવું એક ઉદ્યાન પણ કરી આપીશ.” આ પ્રમાણે તે વ્યંતરના કહેવાથી અભયકુમારે પેલા વદ્ધકિને વનમાંથી તરત બોલાવી લીધું અને પોતાનું વાંછિત સિદ્ધ થયું” એમ કહ્યું. પછી વ્યંતરે પિતાની કબુલાત પ્રમાણે એકતંભવાળે મહેલ અને ઉદ્યાન કરી આપ્યું. “ વાણીથી બંધાયેલા દેવતાઓ સેવકથી પણ અધિક છે.” સર્વ ઋતુઓના વનથી મંડિત તે એકતંભી પ્રાસાદ અભયકુમારે શ્રેણિક રાજાને બતાવ્યું. રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે-વત્સ ! મને માત્ર એક સ્તંભવાળા મહેલની ઈચ્છા હતી, તેમાં આ સર્વ ઋતુવાળું વન થયું, તે તે દુધનું પાન કરતાં તેમાં સાકર પડવા જેવું થયું.” પછી મગધપતિએ ચેલણાને તે પ્રાસાદમાં રાખી, જેથી લક્ષ્મીદેવીવડે પદ્માદની જેમ તે પ્રસાદ તેનાથી અંલકૃત થઈ ગયે. ત્યાં રહી સતી ચેલ| સર્વ ઋતુના પુષ્પોની માળાઓ પિતાને હાથે ગુંથીને સર્વજ્ઞ પ્રભુની પૂજા કરવા લાગી. વળી તે સુગંધી પુષ્પોથી ગુંથેલી માળાઓ વડે સૌરંઘીની જેમ પોતાના પતિના કેશપાશને પણ પૂરવા લાગી. આવી રીતે હંમેશાં શ્રી વીતરાગ પ્રભુને માટે અને પતિને માટે પુષ્પને ચુંટતી એ રમણી તે વનના પુષ્પોને ધમ તથા કામમાં સફળ કરતી હતી. સદા પુષ્પવાળા અને સદા ફળવાળા તે ઉપવનમાં મૂર્તિમાન વનદેવીની જેમ ચેલણા સદા પતિની સાથે કીડા કરતી હતી.
તે નગરમાં એક વિદ્યાસિદ્ધ માતંગપતિ રહેતો હતો. તેની પત્નીને એકદા આમ્રફળ ખાવાનો દેહદ ઉત્પન્ન થયે; તેથી તેણીએ પતિને કહ્યું કે- હે નાથ ! મને આમ્રફળ લાવી