________________
૯૮
સગ ૬ મે
બ્રૂકે મૃત્યુ પામવાની તજવીજ કરતા હતા; પરંતુ દેવતા તેના શસ્રને કુઠિત કરી નાખતા હતા. વળી મરવાની ઇચ્છાથી ઝેર ખાતાં તે વિષના વીય ને દેવતા હરી લેતા અને જો અગ્નિમાં પેસતા તો અગ્નિને શીતલ કરી નાખતા હતા. કોઈવાર પવ ત ઉપરથી અપાપાત કરતા તા દેવતા તેને ઝીલી લઈને કહેતા કે હું 'દીષેણ! મારૂ વચન કેમ સ`ભારતા નથી ? અરે દુરાગ્રહી ! તીર્થંકરો પણ ભાગ્યફળ કર્મીને ભાગળ્યા વિના તેને ટાળવાને સમર્થ નથી, તે તમે પ્રતિદિન વૃથા પ્રયત્ન શા માટે કરા છે ?’ આ પ્રમાણે દેવતાએ તેને વારંવાર કહ્યુ', તો પણ તેણે માન્યું નહીં,
અન્યદા એકાકી વિહાર કરનારા નદીષેણુમુનિ નુ પારણુ કરવા ભિક્ષાને માટે નીકન્યા. અનાભાગના દોષથી પ્રેરાઈને તે એક વેશ્યાના ઘરમાં પેઠા, ત્યાં જઈને તેમણે ધર્મલાભ દીધા. એટલે ‘મારે તો કેવળ અર્થ ના લાભ હા, ધર્મના લાભની મારે જરૂર નથી એમ હાસ્ય કરતી છતી વિકારયુક્ત ચિત્તવાળી વેશ્યા ખેલી. તે વખતે ‘આ વરાકી શુ મને હસે છે ?’ એમ વિચારી મુનિએ એક તૃણુ ખેચીને લબ્ધિવડે રત્નોના ઢગલા કરી દીધા. પછી ‘આ લે અના લાભ' એમ કહી તેના ઘરમાંથી મુનિ બહાર નીકળ્યા. વેશ્યા સભ્રમ સહિત તેમની પછવાડે દોડીને કહેવા લાગી કે, “હે પ્રાણનાથ ! આવું દુષ્કર વ્રત છેાડી દ્યો, અને મારી સાથે ભાગ ભાગવા, અન્યથા હું મારા પ્રાણ છેાડી દઈશ.” આ પ્રમાણે વારવાર કરેલી વિનતિથી નદીષેણમુનિએ વ્રત તજવાના દોષને જાણતાં છતાં ભાગ્યક'ને વશ થઈને તેનું કથન સ્વીકાર્યું, પણ એવી પ્રતિજ્ઞા કરી કે જો હું પ્રતિદિન દશ અથવા તેથી વધારે માણસાને બેધ ન કરૂ તા મારે ફરી દીક્ષા લેવી.’
પછી સુનિલિંગને છેાડી દઇને નદીષેણ વેશ્યાને ઘેર રહ્યા અને પેલા દેવતાની તથા વીરપ્રભુની દીક્ષા અટકાવનારી વાણી વારવાર સ`ભારવા લાગ્યા. ત્યાં રહ્યા છતા નિરંતર વેશ્યા સાથે ભાગ લાગવવા લાગ્યા અને પ્રતિદિન દશ ભવ્યજનાને પ્રતિધ કરીને દીક્ષાને માટે પ્રભુની પાસે માકલવા લાગ્યા. એક વખતે ભાગફળકર્મ ક્ષીણ થવાથી નદીષેણે નવ માણસાને બાધ કર્યા પણ દશમા એક સેાની હતો તે કઈ રીતે પ્રતિબાધ પામ્યા નહીં. તેને બેધ કરવામાં બહુ વખત રોકાવાથી વેશ્યા રસાઈ કરીને વારવાર ખેલાવવા માટે માણસને મેાકલવા લાગી, પણ પેાતાને અભિગ્રહ પૂર્ણ ન થવાથી તે ભાજન કરવાને ઉઠવા નહી અને આદરથી વિવિધ વાણીની યુક્તિવડે તે સાનીને ધ કરવા લાગ્યા. છેવટે વેશ્યાએ પાતે આવીને કહ્યું કે, ‘હે સ્વામી ! મેં જે પ્રથમ રસોઈ કરી હતી . તે તો ઠરીને વરસ થઈ ગઈ તેથી ફરીવાર રસોઈ તૈયાર કરી છે, માટે હવે શા માટે વિલ'બકરા છે ? નદીષેણ ખેલ્યા કે, “મારી પ્રતિજ્ઞા પ્રમાણે આજે આ દશા માણસ પ્રતિબંધ પામ્યા નહિ” માટે હું પોતે જ દશમા થઇ દર્દીક્ષા ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહી પોતે ભાગ્યકમ હતુ... તેટલું ભાગવી લીધુ', એમ વેશ્યાને જણાવી ત્યાંથી નીકળી ગયા અને પ્રભુની પાસે આવી પુનઃ દીક્ષા ગ્રહણ કરી.
એ મહાત્મા નદીષેણમુનેિ પોતાના દુષ્કૃત્યની આલેાચના કરી શ્રી વીરજને દ્રની સાથે વિહાર કરતા અને તીક્ષ્ણ વ્રતને પાળતા છતા કાળ કરીને દેવતા થયા.
WWWW烧烧BB&WWWWWWWWWWWWWBR
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशला कापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्रेणिक सम्यक्त्वलाभ मेघकुमार नदीषेण प्रव्रज्या वर्णनो नाम षष्टः सर्गः ॥
烧网防限防烧烧烧火腿
EX 3