________________
સગ ૬ ઠ્ઠો
શ્રેણિક રાજાને સમકિતના લાભ અને મેઘકુમાર તથા નદીષેણની દ્વીક્ષા
આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરમાં કુશાગ્ર બુદ્ધિવાળા પ્રસેનજિત્ નામે રાજા હતા. સર્વ દિશાઓને અલ'કૃત કરતા તેને અપાર કીર્ત્તિસાગર શત્રુએની કીર્ત્તિરૂપ સરિતાના ગ્રાસ કરતા હતા. તેને સૌન્યના સંગ્રહ માત્ર રાજતી શેાભાને માટે હતા, કારણ કે તેના વૈરીરૂપ વાઘ તા તેના પ્રતાપરૂપ અગ્નિથી જ નાશ પામ્યા હતા. વાયુ પર્યંતથી અને વજ્ર સમુદ્રથી સ્ખલિત થાય પણ તેની આજ્ઞા પૃથ્વીપર કોઈનાથી સ્ખલિત થતી નહેાતી, તે હાથ લાંબા કરનારા બધા યાચકોને દ્રવ્ય આપતા પણ જાણે તેમની સાથે સ્પર્ધા હોય તેમ તે તેઓને આપતાં પોતાના હાથને સ‘કાચાવતા નહીં. રણભૂમિમાં ઉડેલા રજથી અંધકાર થતાં વિજયલક્ષ્મીએ અભિસારિકા થઇ પાતપાતાના પતિને છેડી તે રાજાને જ સ અંગે આલિંગન કરતી હતી. સદાચારીમાં શિરોમણિ એવા એ રાજાના શુદ્ધ હૃદયમાં ઘાટા કેશપાસમાં અધિવાસની જેમ જિનધમ સ્થિર રહેલા હતા. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનરૂપ કમળમાં ભ્રમર જેવા તે સમ્યગ્દર્શનથી પુણ્યાત્મા થઇ અણુવ્રતધારી થયા હતા. રાજશિરામણિ પ્રસેનજિત્ રાજાને ઈંદ્રને દેવીએની જેમ વિવાહિત રાજકન્યા એવડે માટુ' અત: પુર હતું. પૃથ્વીપર રાજ્ય કરતા એવા તે ઇંદ્ર સમાન રાજાને જાણે તેની બીજી મૂત્તિઓ હોય તેવા ઘણા પુત્રા પણ થયા હતા.
આ અરસામાં ભરતક્ષેત્રને વિષે વસતપુર નામના નગરમાં જિતશત્રુ નામે ચથાથ નામવાળા રાજા હતા. તેને પૃથ્વીપર ઉતરેલી દેવી હોય તેવી ગુણરત્નની ખાણુ અમરસુંદરી નામે પટરાણી હતી. તે પતિને સુમંગળ નામે એક પુત્ર થયા હતા, જે મંગળનુ નિવાસસ્થાન, રૂપમાં કદપ જેવા અને કળાનિધિ ચંદ્ર જેવા હતા. સૈનક નામે મ`ત્રીપુત્ર તેના મિત્ર હતો. તે શારીરિક સ કુલક્ષણાના પ્રથમ દૃષ્ટાંતરૂપ હતો. તેના કેશ પીળા હતા, તેથી જેના શિખરમાં દાવાનળ લાગ્યા હોય તેવા પર્યંતની જેવા તે દેખાતા હતા. ધુવડની જેમ તે નાકે ચિત્રેા હતો, માર જેવા તેના પિંગ નેત્ર હતા, ઉંટના જેવી તેની લાંબી ડોક અને લાંબા હોઠ હતા, કં દરની જેવા નાના કાન હતા, કદના અંકુર જેવી દાંતની પક્તિ મુખની બહાર નીકળેલી હતી, જલેાદરવાળાની જેવુ તેનુ પેટ હતુ, ગામના ડુકકર જેવા ટુંકા સાથળ હતા, મંડળસ્થાનવત્ આસન વાળ્યુ હોય તેવી વાંકી જ ધા હતી અને સુપડાના જેવા તેના પગ હતા. એ વરાક દુરાચારી જ્યાં જ્યાં ફરતા ત્યાં ત્યાં હાસ્યનુંજ એકછત્ર રાજ્ય થતું હતું. જ્યારે જ્યારે એ સેનક દૂરથી આવતો હોય ત્યારે ત્યારે રાજપુત્ર સુમ’ગળ તેનું વિકૃતરૂપ જોઈને હસતો હતા.
આ પ્રમાણે રાત્રિદિવસ રાજપુત્ર તેનું ઉપહાસ્ય કરતા તેથી તેને છેવટે અપમાનરૂપ વૃક્ષનાં મહાફળરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થયા અને વૈરાગ્ય થતાંજ એ મદ્દભાગી સેનક ઉન્મત્તની
૧૧