________________
પર્વ ૧૦ મું જ્ઞાનીઓ છે તેઓને તે પ્રત્યક્ષ દેખાય છે. વળી આ લોકમાં કઈ ક્ષાયિક જ્ઞાનીજ નથી” એવું પણ તું બેલીશ નહીં, કારણ કે તે શંકાનો વ્યભિચાર મારાથી જ ફુટ રીતે થાય છે. (અર્થાત્ હું જ ક્ષાયિક જ્ઞાની છું.)” પ્રભુનાં આવાં વચન સાંભળી સંશય નષ્ટ થવાથી અકંપિત પ્રતિબંધ પામી ત્રણ શિષ્ય સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી.
પછી અચળભ્રાતા આવ્યું. પ્રભુએ તેને ફુટ રીતે કહ્યું, “અચળભ્રાતા ! તને પુણ્ય અને પાપમાં સંદેહ છે, પણ તું તેમાં જરા પણ સંશય કરીશ નહીં. કારણ કે આ લોકમાં પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે; તેમજ વ્યવહારથી પણ સિદ્ધ થાય છે. દીર્ઘ આયુષ્ય, લક્ષમી, રૂપ, આરોગ્ય અને સલ્ફળમાં જન્મ-એ પુણ્યનાં ફળ છે અને તેથી વિપરીત એ પાપનાં ફળ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી સંશય છેદાઈ જતાં અચળભ્રાતાએ ત્રણ શિષ્યની સાથે દીક્ષા લીધી.
પછી મેતાર્ય નામે દ્વિજ પ્રભુની પાસે આવ્યા. પ્રભુ બેલ્યાબતને એ સંશય છે કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવા રૂપ પરલોક નથી. કારણ કે ચિદાત્મારૂપ જીવનું સ્વરૂપ બધા ભૂતના એક સંદેહરૂપ છે. તે ભૂતનો અભાવ થતાં-વિખરાઈ જતાં જીવનો પણ અભાવ થાય તે પછી પરલોક શી રીતે હેય? પણ તે મિથ્યા છે. જીવની સ્થિતિ સર્વ ભૂતથી જુદીજ છે. કેમકે બધા ભૂત એકત્ર થાય તે પણ તેમાંથી કાંઈ ચેતના ઉત્પન્ન થતી નથી, તેથી ચેતના જે જીવનો ધર્મ છે, તે ભૂતથી જુદી છે. તે ચેતનાવાળે જીવ પરલોકમાં જાય છે અને ત્યાં પણ તેને જાતિસ્મરણ વિગેરેથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનથી પ્રતિબોધ પામી મેતાયે ત્રણ શિષ્યની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્યાર પછી પ્રભાસ આવે. તેને જોઈ પ્રભુ બેલ્યા-“પ્રભાસ! “મેક્ષ છે કે નહી ?’ એ તને સંદેહ છે; પણ તે વિષે જરા પણ સંદેહ રાખીશ નહીં. કમને ક્ષય તે મોક્ષ છે. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કેમ સિદ્ધ થયેલું છે. શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી કર્મનો ક્ષય થાય છે, તેથી અતિશય જ્ઞાનવાળા પુરુષોને મેક્ષ પ્રત્યક્ષ પણ થાય છે.” સ્વામીનાં આવાં વચનથી પ્રતિબોધ પામી પ્રભાસે પણ ત્રણ શિષ્યની સાથે દીક્ષા લીધી.
આ પ્રમાણે મહાન કુળમાં ઉત્પન્ન થયેલા, મહા પ્રાજ્ઞ, સંવેગ પામેલા અને વિશ્વને વંદિત એવા તે અગ્યાર પ્રસિદ્ધ વિદ્વાને શ્રી વીરપ્રભુના મૂળ શિષ્ય થયા.
આ સમયે શતાનિક રાજાને ઘેર રહેલી ચંદનાએ આકાશ માર્ગે જતા આવતા દેવતાઓને જેયા. તેથી પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાનો નિશ્ચય થતાં તેને વ્રત લેવાની ઈરછા થઈ. પછી નજીક રહેલા કોઈ દેવતાએ તેને શ્રી વીરમભુની પર્ષદામાં લાવીને મૂકી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમીને તે દીક્ષા લેવાને તત્પર થઈ છતી ઊભી રહી. તે વખતે બીજી પણ અનેક રાજા તથા અમાત્યાની પુત્રીએ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. પ્રભુએ ચંદનાને આગળ કરીને તે સર્વે ને દીક્ષા આપી અને હજારે નરનારીઓને શ્રાવકપણુમાં સ્થાપિત કર્યા.
એવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી પ્રભુએ ઈદ્રભૂતિ વિગેરેને વ્ય, ઉત્પાદક અને વ્યયાત્મક ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીવડે તેમણે આચારાંગ, સુત્ર કૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી અંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસક, અંતકૃત, અનુ
પપાતિક દશા, પ્રશ્ન વ્યાકરણ, વિપાકકૃત અને દૃષ્ટિવાદ- એ પ્રમાણે બાર અંગે