________________
સર્ગ ૬ ફો પેઠે હદયશૂન્ય થઈ શહેરમાંથી નીકળી ગયો. મંત્રીપુત્રના ગયા પછી કેટલેક કાળે રાજા જિતશત્રુએ સુમંગળકુમારને પોતાના રાજ્યપર બેસાર્યો. સેનકે વનમાં ફરતા કોઈ એક કુળપતિ તાપસને છે. તેની પાસે તાપસ થઈને તેણે ઉષ્ટ્રિકા વ્રત ગ્રહણ કર્યું. તીવ્ર તપથી હમેશાં પિતાના આત્માને અતિ કદર્થના પમાડતે સેનક એકદા વસંતપુર નગરે આવ્યા.
તેને મંત્રીપુત્ર અને તાપસ ધારીને સર્વ લોકે તેની પૂજા કરવા લાગ્યા. લોકોએ તેને શૈરાગ્ય થવાનું કારણ પૂછયું, એટલે તે કહેવા લાગ્યું કે, “સુમંગળકુમાર વા મારા વિરૂપનું હાસ્ય કરતે, તેથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તે હાસ્ય મને તપલક્ષમીના એક જામીનરૂપ થઈ પડ્યું છે. આ ખબર સાંભળી રાજા સુમંગળ પણ તેને નમવા માટે આવ્યો અને તેને ઘણી રીતે બનાવીને આદરથી પારણાને માટે નિમંત્રણ કર્યું. સેનક તાપસે રાજાને આશીષ આપીને તેની પ્રાર્થના સ્વીકારી, તેથી રાજા કૃતાર્થ થયે હોય તેમ હર્ષ પામી પોતાને ઘેર આવ્યું. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું ત્યારે રાજાની પ્રાર્થના સંભારી તે તાપસ શાંત થઈ રાજભુવનના દ્વારે આવ્યા. તે સમયે રાજાને શરીરે ઠીક ન હોવાથી દ્વારપાળે દ્વાર બંધ કર્યું હતું, તેથી ભિક્ષુકને કોણ જુએ ? તેથી સેતુથી જળના પ્રવાહની જેમ તે ખલિત થઈને જે માગે આ હતો, તે માગે પાછો ચાલ્યો ગયો. પછી બીજા માસક્ષપણનો નિશ્ચય કરી પાછું તેણે ઉષ્ટ્રિકા વ્રત લીધું અને જરા પણ કો૫ પાપે નહીં. કારણ કે “મહર્ષિએ તપની વૃદ્ધિથી હર્ષ પામે છે.” બીજે દિવસે રાજા સ્વસ્થ થયો એટલે તાપસને કરેલ આમંત્રણ સંભારી તેની પાસે આવી, નમી તથા ખમાવીને બે કે-મહર્ષિ ! મેં તમને પુણ્યને માટે નેતર્યા, પણ તેથી તે ઉલટું મને પાપ ઉપાર્જન થયું. “પ્રાય: પાપીઓને પાપજ અતિથિ થાય છે.” હે ભગવન્ ! મેં ઉલટું બીજે ઠેકાણેથી પણ તમારું પારણું અટકાવ્યું કારણ કે “અદાતાને પ્રિય આલાપ બીજે ઠેકાણેથી લાભ થવામાં પણ અંતરાય કરે છે. પણ હવે પ્રસન્ન થઈ આ બીજા માસક્ષપણુના પારણું વખતે નંદનવનને કલ્પવૃક્ષની જેમ મારા આંગણાને અલંકૃત કરશે.” તાપસે તે વાત સ્વીકારી એટલે રાજા ઘેર ગયો.
તેના પારણાના દિવસ માટે રાજા પ્રતિદિન આંગળીના વેઢા ગણતો હતે. જ્યારે માસક્ષપણ પૂર્ણ થયું એટલે તાપસ તે રાજાને ઘેર આવ્યો. પણ દેવગે પૂર્વની જેમ તે દિવસે પણ રાજાના શરીરે ઠીક ન હોવાને લીધે દ્વાર બંધ કરેલું હતું, તેથી તાપસે વળી ફરીવાર ઉષ્ટ્રિકા વ્રત લીધું. રાજાએ સ્વસ્થ થઈ પૂર્વની જેમ વિનયથી પાછું આમંત્રણ કર્યું.
ત્રીજુ માસક્ષપણ પૂર્ણ થતાં તે તાપસ પાછો રાજાને ઘેર આવ્યું તે વખતે પણ પૂર્વની પેઠે રાજાનું શરીર વ્યાધિગ્રસ્ત હતું. વારંવાર આમ બનવાથી રાજકીય માણસોએ તે વખતે વિચાર્યું કે “જ્યારે જ્યારે આ તપસ્વી અહીં આવે છે, ત્યારે ત્યારે આપણા સ્વામીનું અશિવ થાય છે.” તેથી તેઓએ રક્ષકોને આજ્ઞા આપી કે તે તાપસ મંત્રીપુત્ર છે, પણ જ્યારે તે રાજમંદિરમાં પ્રવેશ કરે ત્યારે તમારે તેને સર્ષની જેમ બહાર કાઢી મૂક, રક્ષકોએ તેમજ કર્યું, એટલે તાપસે ક્રોધવડે નિયાણું કર્યું કે, “મારા તપોબળથી આ રાજાને વધને માટે ઉત્પન્ન થાઉં.' તે મૃત્યુ પામી અ૫ ઋદ્ધિવાળો વાનવ્યંતર દેવ થયો. રાજા પણ તાપસ થઈને તેજ ગતિને પામ્યા. ત્યાંથી ચ્યવીને સુમંગલ રાજાને જીવ પ્રસેનજિત રાજાની રાણી ધારિણીના ઉદરથી શ્રેણિક નામે પુત્ર થયે,