________________
સગ ૫ માં
રચ્યા અને દષ્ટિવાદની અંદર ચૌદ પૂર્વે પણ રચ્યા. તેના નામ આ પ્રમાણે-ઉત્પાદ, આધ્યાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણ, પ્રાણવાય, ક્રિયાવિશાળ અને લેકબિંદુસાર–આ પ્રમાણેના ચૌદ પૂર્વે ગણધરોએ અંગેની પૂર્વે રચ્યા તેથી તે પૂર્વ કહેવાય છે. એવી રીતે રચતાં સાત ગણધરની સૂત્રવાંચના પરસ્પર જુદી જુદી થઈ અને અકૅપિત તથા અચળભ્રાતાની તેમજ મેતાર્ય અને પ્રભાસની પરસ્પર સરખી વાંચના થઈ. શ્રી વીરપ્રભુના અગ્યાર ગણધરો છતાં તેમાં બે બેની વાંચને સરખી થવાથી ગણુ નવ થયા.
પછી સમયને જાણનાર ઈદ્ર તત્કાળ સુગંધી રત્નચૂર્ણથી પૂર્ણ એવું પાત્ર લઈ ઉઠીને પ્રભુ પાસે ઊભા રહ્યા. એટલે ઈદ્રભૂતિ વિગેરે પણ પ્રભુની અનુજ્ઞા લેવાને માટે જરા મસ્તક નમાવી અનુક્રમે પરિપાટીથી ઊભા રહ્યા. પછી “દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે' એમ બેલતા પ્રભુએ પ્રથમ ઈદ્રભૂતિ-ગૌતમના મસ્તક ઉપર તે ચૂર્ણ નાંખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક પર ચૂર્ણ નાંખ્યું. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈને ચૂર્ણ અને પુષ્પની અગ્યારે ગણધરે ઉપર વૃષ્ટિ કરી. “આ ચિરંજીવી થઈ ધર્મનો ચિરકાળ સુધી ઉઘાત કરશે” એમ કહીને પ્રભુએ સુધર્મા ગણધરને સર્વ મુનિઓમાં મુખ્ય કરી ગણની અનુજ્ઞા આપી. પછી સાધ્વીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવત્તિની પદે સ્થાપિત કરી.
આ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરૂષે લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અર્ધ બળી આકાશમાંથી જ દેવતાઓ લઈ ગયા, અને અર્ધ ભૂમિપર પડયે, તેમાંથી અધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોક લઈ ગયા. પછી પ્રભુ સિંહાસન પરથી ઉડી દેવરજીંદામાં જઈને બેઠા એટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં વૃષ્ટિથી નવીન મેઘની જેમ ગૌતમ પણ દેશનાથી વિરામ પાયા, સવ વિશ્વનો ઉપકાર કરવામાં ત૫ર અને સુરઅસર તથા રાજાઓ જેના ચરણકમળને સેવી રહ્યા છે એવા શ્રી વીરપ્રભુ કેટલાક દિવસ સુધી ત્યાં રહી લોકોને પ્રતિબંધ કરી ત્યાંથી અન્યત્ર પૃથ્વી પર વિહાર કરતા હતા.
*
*
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरि विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर केवळज्ञान चतुर्विध संघोत्पत्ति
વોનો નામ પંચમ સઃ ||
૧. મુનિ સમુદાય. ૨. ઘણા વર્ષ જીવી,