________________
૮૪
સગ ૬ ઠું લાવી, તે પણ તેવી જ રીતે ફુટી ગયે, તથાપિ તે જરાએ ખેદ પામી નહીં. પછી ત્રીજો લાવી તો તે પણ તેવી જ રીતે ફુટી ગયો એટલે તેને ચિંતા થઈ કે, “આ સાધુની યાચના નિષ્ફલ થવાથી અવશ્ય હું અલ્પ પુણ્યવાળી છું.” આવા તેના ભાવ જોઈ તે દેવ પિતાનું
સ્વરૂપે પ્રગટ કરીને બોલ્યા કે, “હે ભદ્રે ! ઈ તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી તેથી વિસ્મય પામી હું તારી પરીક્ષા કરવાને માટે અહીં આવ્યા હતા, તે હવે સંતુષ્ટ થયે છું, માટે વર માગ્ય.” તે સાંભળી સુલસા બેલી-“હે દેવ ! જે સંતુષ્ટ થયે હે તે હું અપુત્ર છું, માટે મને પુત્ર આપે, તે સિવાય મારે બીજી કોઈ ઈચ્છા નથી.” દેવે તેને બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે-“અનુક્રમે આ ગુટિકાનું તું ભક્ષણ કરજે તેથી આ જેટલી ગુટિકા છે તેટલા તારે પુત્રો થશે. અનઘે! વળી ફરી જ્યારે તને પ્રયોજન પડે ત્યારે મારું સ્મરણ કરજે, હું તરત આવીશ.” આ પ્રમાણે કહી તે દેવ અંતર્ધાન થઈ ગયા.
દેવના ગયા પછી સુલસાએ વિચાર્યું કે, “અનુક્રમે આ બધી ગુટિકાઓ ખાવાથી ઘણા બાલકો થાય, તે તેમની અશુચિને કોણ ચુંથે, માટે હું એક સાથે બધી ગુટિકા ખાઉં કે જેથી બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર થાય.” આ પિોતાની બુદ્ધિવડે વિચાર કરી સુલસી બધી ગુટિકાઓને એક સાથે ખાઈ ગઈ. જેવી ભવિતવ્યતા હતી તેવી તેની બુદ્ધિ થઈ. “અહો ! ભવિતવ્યતા અન્યથા થતી નથી.” સમકાળે બત્રીશ ગુટિકાઓ ખાવાથી સમકાળે તેના ઉદરમાં બત્રીશ ગર્ભ ઉત્પન્ન થયા. તેમના વૃદ્ધિ પામવાથી ઘણા ફળવાળી વલ્લીની જેમ તે ઘણા ગર્ભોને સહન કરી શકી નહીં. એ કૃશોદરીએ વજ જેવા સારવાળા ગર્ભને સહન કરી ન શકવાથી કાર્યોત્સર્ગે રહી પેલા દેવનું સ્મરણ કરતાં જ તે દેવ હાજર થયે અને પૂછયું કે, “મને શા માટે સંભાર્યો ?” ત્યારે તેણે ગુટિકાની બધી કથા માંડીને કહી. દેવ બોલ્યા- “અરે ! તે એક સાથે બધી ગુટિકા શા માટે ભક્ષણ કરી? તે ગુટિકા અમોઘ છે. તેથી તેટલા ગર્ભ એક સાથે તને ધારણ થશે. ભદ્રે ! સરલ બુદ્ધિથી પણ તે આ સારૂં કર્યું નહીં, કારણ કે આ પ્રમાણે થવાથી તે બત્રીશે પુત્રો સરખા આયુવાળા થશે. પણ હે મહાભાગે ! હવે ખેદ કરીશ નહીં, કારણ કે ભવિતવ્યતા બલવાન છે. તે હવે હું તારી ગર્ભ પડા હરી લઈશ, માટે સ્વસ્થ થા” પછી તે દેવ સુસાની ગર્ભપીડા હરી લઈને સ્વસ્થાને ગયે. સુલસા પણ સ્વસ્થ થઈ છતી ભૂમિની જેમ ગૂઢગર્ભા થઈ
ગર્ભસમય પૂર્ણ થતાં શુભ દિવસે અને શુભ મુહૂર્તે સુલસાએ બત્રીસ લક્ષણવાળા બત્રીશ પુત્રોને જન્મ આપ્યું. ધાત્રીઓથી લાલિત થતા તે પુત્રો અનુક્રમે વિધ્યગિરિમાં હાથીના બચ્ચાંની જેમ અખંડિત મરથે મેટ થયા. ગૃહલક્ષ્મી રૂપી પક્ષીના ક્રીડાવૃક્ષ જેવા તે બાળકો આંગણામાં રમતા છતા શેભતા હતા. નાગ રથિક તે કુમારોને ખોળામાં લઈ લઈને નેહવડે આનંદના અશ્રુજળથી સ્નાન કરાવતો હતો. પગ ઉપર, ખોળામાં, વાંસા ઉપર અને મસ્તક ઉપર ચડી જતા અને વળગતા કુમારોથી નાગ રથિક સિંહના શિશુઓથી પર્વતની જેમ શેભતે હતો. નાગ રથિકના સર્વે કુમારે વયમાં સરખા હતા, તેથી તે બધા શ્રેણિકકુમારના અનુયાયી થયા.
એક વખતે પ્રસેનજિત રાજાએ પોતાના પુત્રની રાજ્ય ગ્યતા વિષે પરીક્ષા કરવાને માટે બધાને એક સાથે ખાવા બેસાડી પાયસાનના સ્થાળ તેમની પાસે મૂકાવ્યા. જ્યારે તે કુમારે ભજન કરવાને પ્રવર્યા ત્યારે રાજાએ તેમની ઉપર વ્યાઘના જેવા મુખ ફાડીને ૧. અંગરક્ષક