________________
પર્વ ૧૦ મું
૫૫ ત્યારે તેણે પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ધીમેલે વિકૃવ. પ્રભુના શરીર ઉપર તેઓ મુખારાથી એવી ચેટી ગઈ કે જાણે શરીર સાથે જ ઉઠેલી રોમપંક્તિ હોય તેવી દેખાવા લાગી. તેથી પણ ગસાધનના જાણ જગદગુરૂ ચલિત થયા નહીં, એટલે પ્રભુને ધ્યાનમાંથી ચળાવવાના નિશ્ચયવાળા તે દુષ્ટ વીંછીઓ વિકુર્લા, તેઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા અને તપાવેલા ભાલાની જેવા પિતાને ભયંકર પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીરને ભેદવા લાગ્યા. તેઓથી પણ પ્રભુ આકુળ થયા નહીં, એટલે કૂડા સંક૯પ કરનારા તેણે ઘણું દાંતવાળા નકુલે (ળ) વિકુળં. ખીબી ! એ વિરસ શબ્દ કરતા તેઓ પિતાની ઉગ્ર દાઢથી ભગવંતના શરીરમાંથી તોડી તેડીને માંસના ખંડે જુદા પાડવા લાગ્યા. તેઓથી પણ તે કૃતાર્થ થયે નહીં, એટલે યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી ફણાવાળા સર્પોને તેણે મહા કેપથી ઉત્પન્ન કર્યા. મોટા વૃક્ષને જેમ ક્રૌંચાની લતા વીંટાઈ વળે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી તે મસ્તક સુધી વીંટી લીધા. પછી તેઓ પોતાની ફણાઓ ફાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ફણાઓના પ્રહાર કરવા લાગ્યા અને દાઢે ભાંગી જાય તેટલા જોરથી પોતાની દાઢા વડે તેમને હસવા લાગ્યા. જયારે બધુ ઝેર વમન કરીને તેઓ દેરીની જેમ લટકી રહ્યા ત્યારે દુષ્ટ વા જેવા દાંતવાળા ઉંદરે ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતેથી, મુખથી અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા અને તેની ઉપર મૂત્ર કરીને ક્ષત ઉપર ભાર નાખવા લાગ્યા. જ્યારે તેમાંથી પણ કાંઈ થયું નહીં, ત્યારે ક્રોધથી ભૂત જેવા થયેલા તે દેવે મેટા દંતમૂશળવાળે એક ગજેંદ્રવિકુચૅ. પગના પાતથી જાણે પૃથ્વીને નમાડતે હોય અને મેટી તેમજ ઉંચી કરેલી સુંઢથી જાણે આકાશને તેડીને નક્ષત્રને નીચે પાડવા ઈચ્છતા હોય તે તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દોડી આવ્યો. તેણે દુર સુંઢથી પકડીને પ્રભુના શરીરને આકાશમાં દૂર ઉછાળી દીધું. પછી પ્રભુનું શરીર કણેકણ વેરણ શરણ થઈ જાય તો ઠીક એવું ધારીને તે દરાશય દાંત ઊંચા કરી પ્રભુને પાછો ઝીલી લેવા દેડડ્યો. એવી રીતે ઝોલ્યા પછી તે દાંતવડે વારંવાર એવી રીતે પ્રહાર કરવા લાગ્યો કે જેથી પ્રભુની વજ જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તથાપિ એ વરાક હાથી પ્રભુને કાંઈ પણ કરી શક્યો નહીં, એટલે તે દુષ્ટ જાણે વૈરિણી હેય તેવી એક હાથિણી વિકવી. તેણે અખંડ એવા મસ્તકથી અને દાંતોથી પ્રભુને ભેદી નાંખ્યા અને વિષની જેમ પોતાના શરીરના
ળથી તે ભાગ પર સિંચન કરવા લાગી. જ્યારે તે હાથિણી પણ પ્રભના શરીર પર રેગ જેવી થઈ ગઈ ત્યારે તે અધમ દેવે મગરના જેવી ઉગ્ર દાઢવાળા એક પિશાચનું રૂપે વિકવ્યું. જવાળાઓથી આકુળ એવું તેનું ફાડેલું મુખ પ્રજવલિત અગ્નિકુંડની જેવું ભયંકર લાગતું હતું, તેની ભુજાઓ યમરાજના ગૃહના ઉંચા કરેલા તોરણના સ્તંભ જેવી હતી, અને તેની જઘા અને ઉરૂ ઉંચા તાડવૃક્ષ જેવા હતા. ચર્મના વસ્ત્ર ધરત, અટ્ટહાસ કરતે અને કિલ કિલ શબ્દ કરી કુંકારા કરતો તે પિશાચ હાથમાં કાતી લઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દેડી આવ્યા. તે પણ ક્ષીણ તેલવાળા દીપકની જેમ જ્યારે બુઝાઈ ગયે ત્યારે
ય દેવે તરત ક્રોધથી વાઘનું રૂપ કયું. પુચ્છની છટાના આ છોટથી પૃથ્વીને ફાડને હોય અને બુકાર શબ્દના પડછંદાથી ભૂમિ તથા અંતરીક્ષને રેવરાવતો હોય, તે તે વાઘ વજ જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા નખગ્રોથી ભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યો. તે પણ દાવાનલમાં દગ્ધ થયેલા વૃક્ષની જેમ નિસ્તેજ થયે એટલે તે અધમ દેવ સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરીને આવ્યું. તે બે - હે તાત! આ અતિ દુષ્કર કામ તે શા માટે આ રહ્યું છે માટે આ દીક્ષા છેડી દે, અમારી અવગણના કર નહીં, તારો ભાઈ નંદિવર્ધન મને વૃદ્ધાવસ્થામાં અશરણ છોડી દઈને ચાલ્યા ગયા છે. પછી ત્રિશલા દેવીને વિકુવ્યું. તેણે