________________
પર્વ ૧૦ મું
પ્રક ચિત્ર નૌકાસૈન્ય લઈને પાછો ફરતો હતો, તેણે પ્રભુને અટકાવેલા જોયા. તેથી તેણે તત્કાળ તે નાવિકોનો તિરસ્કાર કરી ભગવંતને છોડાવ્યા. પરમ ભક્તિથી પ્રભુ પૂજા કરીને તે ચિત્ર પિતાને નગરે ગયો. પછી ભગવંત વાણિજક ગ્રામે આવ્યા. ત્યાં બહાર પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક રહેતો હતો, તે સદા છડૂતપ કરતો હતો અને આતાપના લેતો હતો. અવધિજ્ઞાન થવાથી તે પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુને વંદના કરી અંજળિ જોડીને તે બોલ્યા કે હે ભગવંત ! આપે દુ:સહ પરીષહે અને દારૂણ ઉપસર્ગો સહન કર્યા છે; તમારું શરીર અને મન બંને વા જેવા છે કે જે આવા પરીષહ અને ઉપસર્ગોથી ભગ્ન થતાં નથી. હે પ્રભુ ! હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. આ પ્રમાણે કહી ફરીવાર પ્રભુને વાંદીને તે આનંદ શ્રાવક પિતાને ઘેર ગયે. પછી કાર્યોત્સર્ગ પારીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું દશમું ચાતુર્માસ્ય નિર્ગમન કર્યું.
ચાતુર્માસ્ય પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાનુયણિક ગામે આવ્યા. ત્યાં પ્રભુએ ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અન છોડી પૂર્વાભિમુખે, રહી એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર કરીને આખો દિવસ રહ્યા. તે રાત્રિએ દક્ષિણાભિમુખ, બીજે દિવસે પશ્ચિમાભિમુખ અને બીજી રાત્રિએ ઉત્તરાભિમુખ એમ છઠ્ઠ તપવડે તે પ્રતિમા પૂર્ણ કરી. તે પ્રતિમા પાર્યા વગર પ્રભુએ મહાભદ્રા પ્રતિમા અંગીકાર કરી, અને પૂર્વાદિ દિશાઓના કમથી ચાર અહોરાત્ર સુધી રહ્યા. એમ દશમ (ચાર ઉપવાસ) વડે મહાભદ્રા પૂર્ણ કરીને તરતજ બાવીશમ (દશ ઉપવાસ)ના તપવડે સર્વતોભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં એક એક અહોરાત્ર રહ્યા. તેમાં ઉદ્ધ અને અર્ધ દિશાને પ્રસંગે ઉદ્ધ અને અધ ભાગે રહેલા દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત કરી. એવી રીતે ત્રણે પ્રતિમા કરીને પારણુંને માટે પ્રભુ આનંદ નામના એક ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં તેની બહુલા નામે કઈ દાસી પાત્ર ધોતી હતી. તે ટાઢું અન કાઢી નાખતી હતી, તેવામાં પ્રભુને આવેલા જોઈને તે બેલી કે, “હે સાધુ! તમારે આ ક૯પે છે?” પ્રભુએ હાથ પ્રસાર્યો, એટલે તેણીએ ભક્તિથી તે અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે જોઈ લેકે ઘણે હર્ષ પામ્યા. રાજાએ તે બહુલાને દાસીપણામાંથી મુક્ત કરી. “પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણુઓ ભવથી પણ મૂકાય છે તે આમાં શું આશ્ચર્ય છે !”
ત્યાંથી વિહાર કરતાં પ્રભુ ઘણા પ્લેચ્છ લોકોથી ભરપૂર એવી દઢભૂમિમાં આવ્યા. ત્યાં પિઢાળ નામે ગ્રામની નજીક પેઢાળ નામના ઉદ્યાનમાં પોલાસ નામના દૈત્યમાં પ્રભુએ અષ્ટમ તપ કરીને પ્રવેશ કર્યો. ત્યાં જંતુઓને ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાનુ સુધી ભુજા લંબાવી. શરીરને જરા નમાડી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્યપર દષ્ટિ રાખીને પ્રભુ એક રાત્રિની મહાપ્રતિમાએ રહ્યા. તે સમયે શક્રઈદ્ર સુધર્મા સભામાં ચોરાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશ દેવતાઓ, ત્રણ પ્રકારની સભાઓ , ચાર લોકપાળો, અસંખ્ય પ્રકીર્ણક દેવતાઓ, ચારે દિશાઓ માં દઢ પરિકર બાંધીને રહેલા પ્રત્યેક રાશી હજાર અંગરક્ષક, તેનાથી વીંટાયેલા સાત સેનાપતિઓ, આભિગિક દેવદેવીઓના ગણે અને કિબિષ્યાદિક દેવતાઓના પરિવાર સહિત બેઠા હતા. દક્ષિણ લોકાદ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર શક નામના સિંહાસન પર બેસી નૃત્ય, ગીત અને ત્રણ પ્રકારના વિદ્યાવિનોદ વડે કાળ નિગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને તેવી રીતે રહેલા જાણી તે તત્કાળ ઊભું થયું. પગમાંથી પાદુકા છોડી દઈ, ઉત્તરાસંગ કરી, જમણ જાનુને પૃથ્વી પર સ્થાપિત કરી અને ડાબા જાનુને જરા નમાવી, પૃથ્વી પર મસ્તક લગાડીને ૧. ગુણસ્થાનકીઆ. ૨. અત્યંતર સભા, મધ્ય સભા, બાહ્ય સભા. ૩ સેવકવર્ગ.